વ્યાજખોરાના ત્રાસના કારણે પરિવારનો વિખાયો માળો, ઘમકીથી કંટાળી ગટગટાવી ઝેરી દવા
બોટાદમાં વ્યાજના વિષ ચક્રમાં એક પરીવારનો માળો વિખાયો, જાણીએ શું છે સમગ્ર મામલો

બોટાદના હિરા દલાલે વ્યાજખોરોના ત્રાસથી અનાજમાં નાખવાનો ઝેરી પાવડર પીને જિંદગી ટૂંકાવી દીધી. ઝેરી પાવડર પીધા બાદ તેમની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા જો કે દર્ભાગ્ચવશ તેમની જિંદગી ન બચાવી શકાય. હિરા દલાલ મુકેશભાઈ ઓળકિયાનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું.ઉલ્લેખનિય છે કે, હિરા દલાલ 9 જેટલા શખ્સો પાસે વ્યાજે રૂપિયા લીધા હતા.હિરા દલાલને 9 વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ધાકધમકી આપતા જેના ત્રાસથી આપઘાત કર્યાનું સ્યુસાઇટ નોટમાં ઉલ્લેખ કર્યો છે. મૃતકના પત્નીએ 9 શખ્સો વિરૃદ્ધ પોલીસ ફરિયાદ નોંઘાવી છે. પોલીસે 9 વ્યાજ ખોરો વિરુદ્ધ કલમ 306,114, ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમ -૩૩(૩),42(ડી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Suicide : પતિ-પત્નીએ ગળે ફાંસો લગાવી કરી લીધી આત્મહત્યા, જાણો શું છે સમગ્ર મામલો
તાપી: વ્યારા તાલુકાના ઇન્દુગામે પતિ –પત્નીએ એકસાથે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઇ છે. ઇન્દુ ગામના હોળી ફળિયા ખાતે રહેતા અજય ગામીત અને મેઘના ગામિતએ દંપતીએ ઘરેના રસોડાના સિલિંગ ફેનમાં ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં પોલીસને માહિતી આપી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જો કે પ્રાથમિક તપાસ દરમિયાન પણ હજું સુધી ક્યા કારણોસર આવું ઘાતક પગલું ભર્યુ તેનો ખુલાસો નથી થયો. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને ઘટનાસ્થળેથી કોઇ સુસાઇડ નોટ પણ ન મળતાં પોલીસ ઘટનાના કારણો જાણવા તપાસ કરી રહી છે.
આ પણ વાંચો
Israel-Hamas War: ગાઝા હોસ્પિટલ પછી હવે ચર્ચ પર હુમલો, અનેકના મોત; હમાસે ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું
Navsari News: હાર્ટ અટેકથી 31 વર્ષિય યુવકનું મોત, ગરબા રમી રાત્રે ઘરે આવ્યા બાદ છાતીમાં થયો દુખાવો





















