![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad : યુવકને પાડોશણ સાથે બંધાયા શરીર સંબંધ, પ્રેમિકાએ યુવકની પત્નિને કહ્યુંઃ તારા સસરા સાથે જલસા કરીને ખુશ રાખ....
યુવતીએ ફરિયાદ કરી છે કે, તેને પાડોશી યુવતી સાથે આડાસંબંધ છે. તેમજ તેના સસરા તેની સાથે અડપલા કરે છે. તેની નણંદો પણ તેમના પિતાનો પક્ષ લઈ રહ્યા છે અને તેઓ કહે તેમ કરવાનું કહે છે.
![Ahmedabad : યુવકને પાડોશણ સાથે બંધાયા શરીર સંબંધ, પ્રેમિકાએ યુવકની પત્નિને કહ્યુંઃ તારા સસરા સાથે જલસા કરીને ખુશ રાખ.... A woman police complaint of husbands affair with girl in Ahmedabad Ahmedabad : યુવકને પાડોશણ સાથે બંધાયા શરીર સંબંધ, પ્રેમિકાએ યુવકની પત્નિને કહ્યુંઃ તારા સસરા સાથે જલસા કરીને ખુશ રાખ....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/25101243/2-1-sex-marital-affair.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતીએ પતિ અને તેના સસરા સામે ફરિયાદમાં ખૂબ જ મોટા આક્ષેપો કર્યા છે. યુવતીએ ફરિયાદ કરી છે કે, તેને પાડોશી યુવતી સાથે આડાસંબંધ છે. તેમજ તેના સસરા તેની સાથે અડપલા કરે છે. એટલું જ નહીં, યુવતીનો આક્ષેપ છે કે, તેની નણંદો પણ તેમના પિતાનો પક્ષ લઈ રહ્યા છે અને તેઓ કહે તેમ કરવાનું કહે છે. એટલું જ નહીં, પરણીતાએ તો ત્યાં સુધી આક્ષેપો કર્યા છે કે, પાડોશણે તેને સલાહ આપી હતી કે, તે પરણીતાના પતિને ખુશ રાખી રહી છે. પરણીતા તેના સસરાને ખુશ રાખે.
આ અંગેની વિગતો એવી છે કે, સોલા વિસ્તારની 31 વર્ષીય પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના વર્ષ 2020માં ગાંધીનગરના પેથાપુરમાં રહેતા યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિને આખા શરીરે ખરજવુ છે અને દાદર હોવાની જાણ થઈ હતી. પતિને કારણે પત્નીને પણ આ બીમારી લાગુ પડી હતી. જોકે, સંસાર ન બગડે તે માટે ચૂપ રહ્યા હતાં. દરમિયાન તેમની નણંદ દહેજ બાબતે મહેણાં મારતી હતી. એટલું જ નહીં, તેમના સસરા પતિની ગેરહાજરીમાં અડપલાં કરતાં હતા. આ અંગે પરણીતાએ પતિ અને નણંદને જાણ કરતા તેમણે સસરાનો પક્ષ લઈ ઝઘડો કર્યો હતો અને યુવતીને પિયર મુકી ગયા હતા. અંતે પરણીતાએ પતિ અને સાસરિયાં વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર લગ્નના 1 મહિના સુધી પતિએ તેમને સારી રીતે રાખ્યા હતા. ત્યારબાદ તેમનું વર્તન બદલાઈ ગયું હતું. તેમજ રાતે પણ મોડા ઘરે આવતા હતા. થોડા સમય પછી પરણીતાને જાણ થઇ હતી કે પતિને પડોશમાં રહેતી યુવતી સાથે આડા સબંધ છે. જે બાબતે તેમણે પતિને પૂછતા ઝગડો કરી મારઝુડ કરી હતી.
Rajkot : અડધી રાતે પતિએ કરી નાંખી પત્નીની હત્યા, જોકે હત્યાનું કારણ હજુ અકબંધ
Rajkot : અડધી રાતે પત્ની સાથે પત્ની સાથે તકરાર થયા પછી પતિએ પત્નીનું ઢીમ ઢાળી દેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટ જિલ્લાના જસદણમાં પતિ પત્નિની વચ્ચે બોલાચાલીમાં પત્નિની હત્યા કરી નાંખી છે. રાત્રે 3 વાગે પતિ પત્નિ બન્ને વચ્ચેના ઝઘડામાં પત્નીનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ પતિ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.
આ અંગે મૃતકના સાસુ યાસ્મીનબેને જણાવ્યું હતું કે, બે મહિનાથી બંને વચ્ચે કંકાસ હતો. બીજું કંઇ અમને ખબર નથી. આ 26 તારીખે તેમના લગ્નને ચાર મહિના થશે. તેમણે ચાર દીકરા હોવાનું તેમજ પતિનું નિધન થયું હોવાનું જણાવ્યું હતું. તેઓ રસોડાના કામ કરતાં હોવાનું પણ જણાવ્યું હતું. જોકે, પુત્રે પુત્રવધૂની હત્યા કેમ કરી નાંખી તે અંગે કંઇ પણ જાણ હોવાનો ઇનકાર કરી દીધો હતો.
મૃતકનું નામ આસિયાના મહમદશા પઠાણ છે. જ્યારે હત્યારા પતિનું નામ મહમદસા બચુસા પઠાણ છે. જસદણ પોલિસે મૃતકને પીએમ માટે જસદણ સરકારી હોસ્પિટલે લઇ જવાયા છે. પોલીસ હત્યાના ગુન્હો નોંધી આરોપી પતિને અટક કરી કાયદેસર કાર્યવાહી કરી. જોકે, પતિએ સામાન્ય ઝઘડામાં પત્નીની હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)