શોધખોળ કરો

CRIME NEWS: આણંદમાં યુવકની હત્યા, સાથી કર્મચારી જ નિકળ્યો હત્યારો

CRIME NEWS: આણંદ જિલ્લાના બેડવા ગામે યુવકની હત્યા કરવામાં આવી છે. સવારના સુમારે યુવકનો મૃતદેહ બેડવા નહેરમાંથી મળી આવ્યો હતો. યુવકની માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાનું તાપસ દરમિયાન સામે આવ્યું હતું.

CRIME NEWS: આણંદ જિલ્લાના બેડવા ગામે યુવકની હત્યા કરવામાં આવી છે. સવારના સુમારે યુવકનો મૃતદેહ બેડવા નહેરમાંથી મળી આવ્યો હતો. યુવકની માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાનું તાપસ દરમિયાન સામે આવ્યું હતું. મૃતક યુવક બેડવા ગામનો જયદીપ હોવાનું તપાસમાં ખુલ્યું છે. મૃતક જયદીપ  આઉટ સોરસિંગના માધ્યમથી પોલીસ ખાતાના એમટી વિભાગમાં ફરજ બજાવતો હતો.

યુવકની હત્યા સાથી કર્મીએ જ કરી હોવાનું સામે આવ્યું છે. ખંભોળજ પોલીસે હત્યારા હરપાલસિંહ ચાવડાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. હરપાલસિંહ આણંદ પોલિસના એમટી શાખામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. પોલીસે ટુંકા સમયમાં જ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે, હથોડાની ચોરી હત્યાનું કારણ બન્યું છે. જયદીપ દ્વારા એમટીમાં વપરાતો હથોડો ચોરી કરતા હરપાલસિંહ સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. પોલીસ વિભાગનો કર્મચારી જ હત્યારો નીકળતા ચકચાર મચી છે. પોલીસે હત્યારા પોલીસ કોન્સ્ટેબલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

હત્યાની આશંકા વ્યક્ત કરાતા યુવકની દફનાવાયેલી લાશ બે મહિના બાદ બહાર કઢાઇ

બનાસકાંઠાના પાલનપુરના માલણ ગામે બે મહિના પહેલા અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવકની માતાએ પોતાના પુત્રની હત્યા થઈ હોવાના આક્ષેપ કરતા પોલીસે યુવકની લાશને બહાર કાઢી એફએસએલ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.  મળતી જાણકારી અનુસાર, માલણ ગામનો યુવક ભરત પરમાર 14 ઓક્ટોબરે પોતાના મિત્રો સાથે જમવા જવાનું કહીને બહાર ગયો હતો. મોડી રાત્રે ભરતના પરિવારજનોને ફોન આવ્યો કે ભરતનું બાઈક સ્લીપ થતાં તેને ઇજા પહોંચી છે. પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે જતા ભરત ગંભીર હાલતમાં રોડની સાઈડમાં પડ્યો હતો. જો કે થોડી વારમાં ઘટનાસ્થળે જ ભરતનું મોત નીપજ્યું હતુ.

એ સમયે પરિવારજનોએ પોલીસને જાણ કર્યા વગર જ તેની દફન વિધિ કરી નાંખી હતી. પણ ઘટનાના બે માસ બાદ ભરતની માતા અમરીબેનને શંકા ગઈ કે તેનાં પુત્રનો અકસ્માત થયો ન હતો. ભરતની હત્યા કરીને તેની લાશને ફેંકી દેવાઈ હોઈ શકે છે.  આ અંગે પાલનપુર તાલુકા પોલીસને જાણ કરાઈ હતી. તાલુકા પોલીસ મામલતદારની હાજરીમાં માલણ  ગામના સ્મશાને પહોંચી હતી. ભરતની દફનાવેલી લાશને બહાર કાઢી એફએસએલ માટે અમદાવાદ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. નોઁધનીય છે કે ઘટનાને દિવસે ભરત પોતાના મિત્રો દિપક, વિશાલ અને હિતેશ સાથે જમવા જવાનુ કહીને ગયો હતો. અને બાદમાં આ ઘટના બની હતી.

જુહાપુરામાં લાખોના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાઇ મહિલા

અમદાવાદમાં વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. અહીં જુહાપુરામાંથી સાડા ત્રણ લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ડ્રગ્સ હેરાફેરીમાં એક મહિલાની સંડોવણી સામે આવી છે. જેની ધરપકડ કરી પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. અહીં જુહાપુરામાંથી સાડા ત્રણ લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ડ્રગ્સ હેરાફેરીમાં એક મહિલાની સંડોવણી સામે આવી છે. જેની ધરપકડ કરી પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપી મહિલાનું નામ પરવીર બાનુ બલોચ છે. આરોપી મહિલાની ધરપકડ કરીને પોલીસે તપાસ હાથ ઘરી છે,. મહિલા જથ્થો ક્યાંથી લાવી અને ક્યાં સપ્લાય કરતી હતી તે દિશાનાં તપાસ થઇ રહી છે. પોલીસે સાડાત્રણ લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપી મહિલાની જુહાપુરાથી ધરપકડ કરી છો. તો બીજી તરફ વટવાનો શહેજાદ ખાન પઢાણ હાલ ફરાર હોવાના અહેવાલ મળ્યાં છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Embed widget