શોધખોળ કરો

Surat Crime: 4 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં આરોપી ઝડપાયો, પોલીસે કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા

સુરતમાં 4.29 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસ મામલે આરોપી બળદેવ સખરેલીયાની ધરપકડ કરવામાં આવી છે. સુરત SOG પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

સુરત:  સુરતમાં 4.29 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસ મામલે આરોપી બળદેવ સખરેલીયાની ધરપકડ કરવામાં આવી છે. સુરત SOG પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સોનામાં કેવા પ્રકારનું કેમિકલ ભેળવતા સહિતના મુદ્દાની તપાસ કરવામાં આવશે. સુરતમાં 4.29 કરોડ રૂપિયાના ગોલ્ડ સ્મગલિંગ ઝડપાયું હતું. આ કેસમાં 10 મહિના બાદ આરોપી બળદેવ મનસુખ સખરેલિયા ઝડપાયો છે.  પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

કેસની વિગતો વિશે વાત કરીએ તો  10 મહિના પહેલા એસ.કે.નગર ચોકડી પાસેથી ચાર આરોપીઓ સ્મગલિંગના સોના સાથે ઝડપાયા હતા. તપાસ દરમિયાન આરોપી બળદેવ મનસુખ સખરેલીયાને ગોલ્ડ મંગાવ્યું હોવાનું ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. 10 મહિના પછી આરોપી બળદેવની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી બળદેવને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. 

સુરત SOG પોલીસ હવે શું તપાસ કરશે ?

1) સોનામાં કેવા પ્રકારનું કેમિકલ ભેળવ્યું હતું તે કેમિકલ બાબતે તપાસ કરવાની છે. 

2) આ ગુના પહેલા બળદેવ અન્ય આરોપી સાથે ફોન પર સંપર્કમાં હતો. તે મોબાઈલ ફોન અને સીમકાર્ડ કોઈ જગ્યાએ ફેંકી દીધા છે તે ફોન બાબતે તપાસ કરવાની છે.

3) આરોપી દુબઈથી સોનું લાવીને ભારતમાં કોને-કોને આપતા હતા, સોનાના સ્મગલિંગ અને સોનું ખરીદનારા પડદા પાછળ છુપાયેલા ચહેરા ઉજાગર કરી સરકાર સાથેની છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ કરવાનો છે. 

4) આરોપી 10 મહિનાથી નાસતો ફરતો હતો, આટલા સમય સુધી આરોપી કોની મદદથી ક્યાં છૂપાયેલો અને તેને કોણે આશરો આપ્યો હતો. તેની તપાસ કરવાની છે. 

5) સોનુ દુબઈથી દિલીપ પટેલ ઉર્ફ ડી.એમ. પટેલ નામના વ્યક્તિ પાસેથી મંગાવ્યું હોવાની કબૂલાત આરોપીએ કરી પરંતુ તેના વિશે કોઈ માહિતી આપતો નથી, દિલીપ પટેલની તપાસ કરવાની છે.  

6) આરોપી બળદેવે આ પહેલા પણ નીરવ, ફેનીલ, અભિષેક અને તુષાર નામના વ્યક્તિને દુબઈ મોકલીને સોનું સ્મગલિંગ કરીને મંગાવ્યું હતું. તે સોનું બળદેવે લીધું હોવાની સંભાવના નકારી શકાય નહીં તે દિશામાં પણ તપાસ કરવાની છે. 

7) આ પહેલા પણ ડીઆરઆઈએ આરોપી બળદેવને 8.58 કરોડ રૂપિયાના સોનાના સ્મગલિંગમાં ઝડપાયો હતો. આવી રીતે હાલ સુધીમાં કેટલો આર્થિક લાભ મેળવ્યો છે તેની તપાસ કરવાની છે. 

8) આરોપીના બેંક એકાઉન્ટ ડિટેઈલ મેળવીને તેમાં થયેલા ટ્રાન્જેક્શન બાબતે તપાસ કરવાની છે. 

9) આ ટોળકી સંગઠીત ટોળકી બનાવીને સોનાનું સ્મગલિંગ કરવાનું રેકેટ ચલાવે છે. જેથી આ આરોપીઓની સાથે કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ કરવાની છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Embed widget