શોધખોળ કરો

Surat Crime: બનાસકાંઠામાં મર્ડર કેસના ગુનામાં કુખ્યાત આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે જાણો ક્યાંથી ધરપકડ કરી ?

બનાસકાંઠામાં થયેલ ચકચારી મર્ડર કેસના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપી અનિલ ઉર્ફે અરવિંદ કાઠીની ધરપકડ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી કરી છે.

સુરત: બનાસકાંઠામાં થયેલ ચકચારી મર્ડર કેસના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપી અનિલ ઉર્ફે અરવિંદ કાઠીની ધરપકડ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી કરી છે. મહત્વની વાત છે કે આરોપી અનિલ સામે સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 14 જેટલા ગુનાઓ નોંધાયા છે. તેમજ રાજકોટમાં બે, બનાસકાંઠામાં એક અને વલસાડમાં એક ગુનો નોંધાયો છે. બીજી તરફ સુરત પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે અનિલ કાઠીએ જો કોઈને ધમકાવ્યા હોય કે તેમની સાથે ગુનાહિત કૃત્ય કર્યું હોય તો તે વ્યક્તિ સુરત પોલીસનો સંપર્ક કરે. સુરત પોલીસ દ્વારા અનિલ કાઠી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાર મહિના અગાઉ એટલે કે 10 ઓક્ટોબર 2023ના રોજ એક હત્યાની ઘટના સામે આવી હતી. મફા પટેલ તેમજ તેની પત્ની હરિબેન પટેલ બાઇક પર થરાદ સેસન્સ કોર્ટની મુદત પતાવીને ઘરે પરત ફરતા હતા. તે સમયે ભગીરથ બારોટ, પીન્ટુ બારોટ, દશરથ બારોટ તેમજ અન્ય ત્રણ ઈસમોએ બોલેરો કાર તેમજ કારમાં મફા પટેલની બાઇકનો પીછો કર્યો અને કાર વડે બાઇકને ટક્કર મારી દીધી અને ત્યારબાદ મફા પટેલ પર કાર ચડાવી અને આડેધળ ગોળીઓ વરસાવી અને ચપ્પુના ઘા ઝીંકી મફા પટેલની હત્યા કરી નાખી હતી.

આ બાબતે માવસરી પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયો હતો તેમાં અનિલ કાઠી નામનો ઈસમ વોન્ટેડ હતો.  તે પોલીસથી બચવા ભાગતો ફરતો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનાનો આરોપી મુંબઈમાં છે. તેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે અલગ-અલગ ટીમો મુંબઈ રવાના કરવામાં આવી હતી અને બાતમીના આધારે મુંબઈ વિરાર હાઇવે ઉપરથી અરવિંદ કાઠીની ધરપકડ કરવામાં આવી છે.  મહત્વની વાત છે કે અનિલ કાઠી સુરતનો રહેવાસી છે. આ ઉપરાંત તેની સામે સુરત રાંદેર પોલીસ સ્ટેશન, અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન, વરાછા, ઉમરા અને અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન અલગ અલગ 14 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. 

બીજી તરફ વાપી જીઆઇડીસી અને રાજકોટ ગાંધીગ્રામ તેમજ બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનમાં પણ અલગ-અલગ ગુનાઓ નોંધાયા છે. આમ અનિલ કાઠી સામે રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 18 જેટલા ગુનાઓ દાખલ થયા છે.  બીજી તરફ સુરત પોલીસ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે, અરવિંદ કાઠી દ્વારા જો કોઈ નાગરિક સાથે ગુનાહિત વ્યવહાર કરવામાં આવ્યો હોય અથવા તો કોઈને ધાક ધમકીઓ આપવામાં આવ્યું હોય તો તે વ્યક્તિ પોલીસનો સંપર્ક કરે. સુરત પોલીસ દ્વારા અનિલ કાઠી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

મહત્વની વાત છે કે અનિલ કાઠી ખૂન, ખૂનની કોશિશ, મારામારી, ધાક ધમકી, પ્રોહીબીશન અને જમીનના કબજા સહિતના ગુનાઓમાં અગાઉ ઝડપાઈ ચુક્યો છે અને જુનાગઢ, પાલનપુર, હિંમતનગર અને ભુજ ખાતે ચાર વખત તેની પાસા હેઠળ અટકાયત પણ થઈ છે. બનાસકાંઠાના કેસમાં મૃતક મફા પટેલે વર્ષ 2016માં ભગીરથ બારોટના પિતાની હત્યા કરી દીધી હતી અને આ બંને પરિવાર વચ્ચે જૂની અદાવતને લઈને ઝઘડો ચાલતો હતો. ત્યારે ભગીરથે પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે સુરતના અનિલ કાઠીને સોપારી આપી હતી અને મફા પટેલ પેરોલ ઉપર જેલમાંથી બહાર આવતા અનિલ કાઠીએ પોતાના માણસોને સાથે રાખીને તેમજ ભગીરથ બારોટ, પીન્ટુ બારોટ દશરથ બારોટે ભેગા મળી મફા પટેલની હત્યા કરી નાખી હતી.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anand Crime : આણંદમાં બાળકને ઝેરી દવા આપી હત્યાનો પ્રયાસ, કારણ જાણી ચોંકી જશોVisavadar By Poll 2025 :  વિસાવદર પેટાચૂંટણીમાં AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાRajkumar Jaat Case: રાજકુમારને પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ, ફોરેન્સિક રિપોર્ટમાં મોટો ખુલાસોSurat Crime: ઉધનામાં વ્યાજખોર સંદિપ પાટીલની કરાઈ ધરપકડ, રૂપિયાની માંગ કરી આપતો હતો ત્રાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ..., આપે વિસાવદર પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાના નામની કરી જાહેરાત
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આકરા તાપમાં શેકાવવા તૈયાર રહો, ગરમીનો પારો 2-3 ડિગ્રી વધશે, જાણો લેટેસ્ટ અપડેટ
Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
ઊંઝા APMC: એશિયાનું સૌથી મોટું ગંજ બજાર એક સપ્તાહ બંધ રહેશે
Justice Yashwant Varma:  ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ
Justice Yashwant Varma: ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
Embed widget