Ahmedabad : યુવતીની રહસ્યમય સંજોગોમાં હત્યા કરાયેલી લાશ મળતા ખળભળાટ, કોણ છે આ યુવતી અને કોણે કરી હત્યા?
ગઈ કાલે ખોખરા પોલીસને મેસેજ મળ્યો હતો કે મોહન એસ્ટેટના ત્રીજા માળના ધાબા પર યુવતીની લાશ છે. તપાસ કરતાં ધાબા ઉપર પ્લાસ્ટીકની પાણીની ટાંકીમાંથી હત્યા કરેલી હાલતમાં ૩૦ વર્ષીય યુવતીની લાશ હતી.
અમદાવાદઃ શહેરના ખોખરા વિસ્તારમાંથી 30 વર્ષીય યુવતી (Girl)ની હત્યા કરાયેલી લાશ(dead body) મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. અનુપમ સિનેમા પાસે એસ્ટેટના ધાબા પરથી પાણીની ટાંકીમાંથી અજાણી યુવતીની હત્યા ( Girl Murder) કરેલી લાશ ગઈ કાલે મળી આવી હતી. જો કે યુવતી એસ્ટેટમાં નોકરી કરતી ન હતી, ચાર દિવસ પહેલાની ઘટના હોવાથી સખત દુર્ગધ મારતી હતી. ખોખરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હત્યાનો ભેદ ઉકેલવાની કાર્યવાહી હાથ ધરી છે.
ગઈ કાલે સવારે ૧૧ વાગે કન્ટ્રોલ દ્વારા ખોખરા પોલીસને મેસેજ મળ્યો હતો કે મોહન એસ્ટેટના ત્રીજા માળના ધાબા પર યુવતીની લાશ છે. આથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને તપાસ કરતાં ધાબા ઉપર પ્લાસ્ટીકની પાણીની ટાંકીમાંથી હત્યા કરેલી હાલતમાં ૩૦ વર્ષીય યુવતીની લાશ હતી. પ્લાસ્ટીકની ટાંકીને કાપીને લાશને બહાર કાઢી હતી અને તપાસ કરતાં શરીરના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારેલા હતા.
પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ યુવતી કોણ છે અને તેની કોણે અને કેમ હત્યા કરી તે જાણી શકાયું નથી. પોલીસે એસ્ટેટમાં તપાસ કરતાં યુવતી ક્યાંય નોકરી કરતી ન હતી. ખોખરા પોલીસે ખૂનનો ગુનો નોંધીને એસ્ટેટ તથા વિસ્તારમાં આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરીને હત્યારાને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.
Surat : યુવતીએ તાપી નદી પરથી કૂદીને કરી લીધો આપઘાત, પરિવારના કલ્પાંતથી વાતાવરણ ગમગીન
સુરત: શહેરના વિનસ હોસ્પિટલની નર્સે બ્રિજ પરથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ચોક બજાર તાપી નદી હોપ પુલ પરથી કૂદકો માર્યો હતો. પુષ્પાબેન બિપિનભાઈ વાઘે તાપી નદીમાં ઝંપલાવ્યું છે. અંગત કારણોસર પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગે તપાસ શરૂ કરી છે. દીકરીના આપઘાતને પગલે પરિવારજનોએ કલ્પાંત કરી મૂક્યો હતો.