(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad Crime : પરણીતાને બંધક બનાવી 3 નરાધમોએ ગુજાર્યું સામૂહિક દુષ્કર્મ, બનાવ્યો વીડિયો ને પછી...
પતિની રાહ જોતી પરિણીતાને બંધક બનાવી 3 નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા. પરિણીતાએ પોતાના પતિને આ અંગે જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો.
અમદાવાદઃ પતિની રાહ જોતી પરિણીતાને બંધક બનાવી 3 નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા. પરિણીતાએ પોતાના પતિને આ અંગે જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. જ્યાં બનાવના બે મહિના બાદ પોલીસે ગેંગ રેપની કલમો હેઠળ ગુનો નોંધી નરાધમોની ધરપકડ કરી છે. સરખેજ પોલીસે વસીમ ઉર્ફે રાજા પઠાણ, અનિશખાન પઠાણ અને ઈદ્રીશ ઘાંચીની ધરપકડ કરી છે.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, બે મહિના પહેલા પરણીતા મોડી રાતે પતિની રાહ જોઈ રહી હતી. આ સમયે પરિણીતાને રિક્ષામાં ખેંચી બળજબરીપૂર્વક તેની સાથે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. 34 વર્ષીય મહિલાનો દુષ્કર્મ સમયનો વીડિયો આરોપીએ રેકોર્ડ કરી મહિલાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા. સાથે જ આરોપી ફરિયાદીના પતિને ઓળખતા હોવાથી મારી નાંખવાની ધમકી આપતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
ફરિયાદ પ્રમાણે, બે મહિના પહેલા તે પતિની રાહ જોઈ રાતે અઢી વાગ્યાની આસપાસ અંબર ટાવર સામેના મેદાન પાસે ઉભી હતી. આ સમયે આરોપી વસીમ ઉર્ફે રાજા પઠાણ તેની રિક્ષામાં તેને ઉઠાવી ગયો હતો. અન્ય બે આરોપી અનિશ અને ઈદ્રીસની સાથે મળી તેની સાથે વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ દુષ્કર્મનો વીડિયો પણ ઉતારી લીધો હતો. આરોપીઓએ પતિને મારી નાંખવાની અને વીડિયો વાયરલ કરવાની ધમકી મળતા પરણીતાએ અત્યાર સુધી ફરિયાદ નોંધાવી ન હતી.
હવે પરણીતાએ પતિને સમગ્ર બનાવ વિશે વાતચીત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરી છે. વધુ કાર્યવાહી હાથ ધરી છે.