Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા, ઓઢવ આંગડિયા પેઢીની 53 લાખની લૂંટના કેસમાં 4 આરોપીઓની 19 લાખ સાથે ધરપકડ
Ahmedabad Crime News : ઓઢવ વિસ્તારમાં 17 જૂને પીએમ આંગડિયા પેઢીના 53 લાખની લૂંટ થઇ હતી.
Ahmedabad : અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 17 જૂને પીએમ આંગડિયા પેઢીના 53 લાખની લૂંટના પ્રકરણમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પીએમ આંગડિયા પેઢીમાં લૂંટ કરનાર ચાર ઇસમોની કારતુસ અને રૂપિયા રૂ.19,32,850 સાથે ધરપકડ કરી છે. ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના બાડમેર અને ઝાલોર જિલ્લામાંથી ઝડપી પાડયા છે.
17 જૂને ધોળા દિવસે થઇ હતી 53 લાખની લૂંટ
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી પીએમ આંગડિયા પેઢીમાં ગત 17 જૂને ધોળા દિવસે 53 લાખ રૂપિયાની લૂંટ થઇ હતી.
પીએમઆંગડીયા પેઢીમાં ઘુસી લૂંટારુઓએ ચપ્પુ અને બંદૂકના જોરે રૂપિયા 53 લાખની લૂંટ કરી હતી. લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ લૂંટ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચારેય આરોપીઓને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજસ્થાનમાંથી 4 આરોપીઓની ધરપકડ
53 લાખની લૂંટના આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચનેમોટી સફળતા મળી છે.ક્રાઈમ બ્રાંચે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનમાંથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓને ઝડપ્યા બાદ તેમની પાસેથી લૂંટનો લાખો રૂપિયા કબ્જે કર્યા છે.
વડોદરા હાઇવે પર લૂંટ કરનારી ગેંગ સક્રિય
વડોદરા હાઇવે પર લૂંટ કરનારી ગેંગ ફરો સક્રિય થઇ છે. વડોદરા હાઇવે પર લૂંટ કરનારી ગેંગે રનોલીથી પદમલા વચ્ચે બે અલગ અલગ કારને આંતરી બે પરિવારોને લૂંટ્યા છે. તુફાન જીપમાં આવેલ 8 જેટલા અજાણ્યા લૂંટારુઓએ કાર સાથે તુફાન કાર અથડાવી કારણે આંતરી કાર તોડફોડ કરી અને પરિવારને લૂંટ્યો હતો. આ પરિવાર ગાંધીનગર તેમજ ગોઠડા જઇ રહ્યો હતો.
લૂંટારુઓ સોનાના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. ભોગ બનનારા પરિવારો પાસેથી જાણવા મળ્યું છે કે આ લૂંટારુઓ ગુજરાતી ભાષાનો ઉપયોગ કરતા હતા. જો કે આ લૂંટ કરનારી ગેંગ મધ્યપ્રદેશ તેમજ દાહોદ જિલ્લાની હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. બનાવ સ્થળે છાણી પોલીસ તેમજ FSLની ટીમ દોડી આવી હતી. આ લૂંટ પ્રકરણમાં સૌથી વધારે મદદરૂપ થઇ શકે એમ હતા એ સીસીટીવી હાઇવે પર બંધ હાલતમાં મળી આવ્યાં છે.