ROKO સામે પંગો નહીં લેવાનો, નહીં તો... રોહિત અને વિરાટના ODI ફ્યૂચરને લઈ રવિ શાસ્ત્રીએ કરી દીધો મોટો ધડાકો
Ravi Shastri on Virat Kohli ODI Future: શું વિરાટ કોહલી અને રોહિત શર્મા 2027 ODI વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમમાં રહેશે? રવિ શાસ્ત્રીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે.

Ravi Shastri on Virat Kohli ODI Future: શું વિરાટ કોહલી અને રોહિત શર્મા 2027 ના ODI વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમમાં રહેવા જોઈએ? આ વિષય પર ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કોહલી અને રોહિતના ટીમમાં સ્થાન પર સવાલ ઉઠાવનારાઓની સીધી ટીકા કરી છે. શાસ્ત્રી કહે છે કે વિરાટ અને રોહિત જેવા ખેલાડીઓ સાથે પંગો લેવો યોગ્ય નથી. પ્રભાત ખબર અનુસાર, રવિ શાસ્ત્રીએ કહ્યું, "વિરાટ કોહલી અને રોહિત શર્મા ODI ક્રિકેટમાં દિગ્ગજ ખેલાડીઓ છે. તમારે આ કદના ખેલાડીઓ સાથે પંગો લેવો યોગ્ય નથી."
પ્રશ્નો કોણ ઉભા કરી રહ્યું છે?
જ્યારે રવિ શાસ્ત્રીને પૂછવામાં આવ્યું કે વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્ય વિશે કોણ પ્રશ્નો ઉભા કરી રહ્યું છે, ત્યારે તેમણે કોઈનું નામ લીધા વિના કહ્યું, "કેટલાક લોકો આ કરી રહ્યા છે. હું ફક્ત આ કહેવા માંગુ છું. જો આ બંને રહીને બધું બરાબર કરશે, તો જે પણ તેમની સાથે પંગો લઈ રહ્યા છે તે ખૂબ જ જલ્દી અદૃશ્ય થઈ જશે."
તેમણે આગળ કહ્યું, "આવા ખેલાડીઓ સાથે પંગો ન લો યાર. કરવાવાળા કરી રહ્યા છે. જો તેમનું માથું ફરી ગયું અને યોગ્ય બટન દબાવી દીધુ, તો તે બધા આજુ બાજુ સરકી જશે" આ દરમિયાન, અહેવાલો બહાર આવ્યા છે કે મેનેજમેન્ટ ઇચ્છે છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય ઘરેલુ ક્રિકેટમાં પણ રમે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ અને રોહિત વિજય હજારે ટ્રોફીમાં રમવા માટે સંમત થયા છે.
વિરાટ અને રોહિત ઉત્તમ ફોર્મમાં
વિરાટ કોહલી અને રોહિત શર્મા ઉત્તમ ફોર્મમાં છે. એક તરફ, વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીની બંને મેચમાં સદી ફટકારી છે. તેણે પહેલી મેચમાં 135 રન અને બીજી મેચમાં 102 રન બનાવ્યા છે. બીજી તરફ, રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ODIમાં અડધી સદી અને તે પહેલા ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં સદી ફટકારી છે. નોંધનિય છે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ અને ટી20મા પહેલાથી જ નિવૃત્તિ લઈ લીધી છે. તેઓ અત્યારે માત્ર વનડે ક્રિકેટ જ રમી રહ્યા છે.




















