Crime News: અમદાવાદમાં હોમગાર્ડ જવાને મદદના બહાને આચર્યુ દુષ્કર્મ, રાજસ્થાનથી આવી હતી યુવતિ
Ahmedabad News: હોમગાર્ડ જવાને યુવતિની એકલતાનો લાભ લઈ તેણી પર દુષ્કર્મ આચર્યું હતું.
Ahmedabad Crime News: અમદાવાદમાં એક ચોંકાવનારો (ahmedabad news) કિસ્સો સામે આવ્યો છે. શહેરના નરોડા વિસ્તારમાં હોમગાર્ડ (home guard) જવાને મદદના બહાને યુવતિ પર દુષ્કર્મ આચર્યુ હતું. ત્રણ દિવસ પહેલા ગુજરાત ફરવા માટે આવેલ યુવતિએ ચિલોડા વિસ્તારમાં બસમાં બેસવા જવા મદદ માંગી હતી પરંતુ બસ ચૂકી જતા યુવતિ હોટલમાં (hotel) રોકાઈ હતી. અક્ષય રાઠોડ નામના હોમગાર્ડ જવાને હોટલમાં જઈ બળાત્કાર કર્યો હતો. નરોડા પોલીસે (naroda police) બળાત્કારનો ગુનો નોંધી હોમગાર્ડ જવાનની ધરપકડ કરી હતી.
શું છે મામલો
અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગત 11 તારીખે રાજસ્થાનની યુવતિ અમદાવાદમાં ફરવા આવી હતી. દરમિયાન, નાના ચિલોડા ખાતે બસમાં બેસાડવા માટે યુવતિએ હોમગાર્ડ જવાન પાસે મદદ માગી હતી. જો કે, બસ ચૂકી જતાં યુવતિ હોટલમાં રોકાઈ હતી. યુવતિને મદદના નામે હોમગાર્ડ જવાન અક્ષય રાઠોડ પણ હોટેલમાં રોકાયો હતો. દરમિયાન, હોમગાર્ડ અક્ષય રાઠોડે યુવતિની એકલતાનો લાભ લઈ તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે હોમગાર્ડ જવાન વિરુદ્ધ દુષ્કર્મ સહિતનો ગુનો નોંધી તપાસ આદરી હતી. નરોડા પોલીસે હવે હોમગાર્ડ અક્ષય રાઠોડની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના કુબેરનગરમાં રહેતા મુકેશભાઇએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં કુબેરનગરમાં રહેતા બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા.12ના રોજ સાંજના સમયે તેઓ ઘર પાસે આવેલ હેર કટિંગની દુકાને ગયા હતા. ત્યાં ભીડ હોવાથી તેઓ એક્ટિવા લઇને પરત જતા હતા ત્યારે આરોપીએ તેમની પાસે આવ્યો હતો. અને મારા મિત્ર સામે તારી બહેને કેસ કર્યો છે તેમાં તું સમાધાન કેમ કરતો નથી કહીને તકરાર કરી હતી જ્યારે ફરિયાદીએ ઝઘડો કરવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઇને ચાકુના માથામાં છાતીમાં તથા ગુપ્ત ભાગ સહિત ઉપરા છાપરી નવ ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે આરોપીના મિત્રએ પણ આવીને તેનું ઉપરાણુ લઇને ફરિયાદીને માર માર્યો હતો. બુમબુમ થતા આસપાસના લોકો ભેગા થઇ જતા બંને શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો હાલમાં તે સારવાર હેઠળ છે. આબનાવમાં સરદારનગર પોલીસે બંને શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.