Crime: ભાવનગરની મહિલા સાથે સુરતમાં દુષ્કર્મ, પતિને ઓળખતો હોવાનો ડોળ કરી અવાવરુ જગ્યાએ લઇ ગયો...
Surat Crime News: સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, સુરતમાં ભાવનગરની એક પરિણીતા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યુ છે

Surat Crime News: રાજ્યમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ ઘટી રહી છે, સરકાર મહિલા સુરક્ષાની વાતો કરી રહી છે, પરંતુ હવે ગૃહ રાજ્ય મંત્રીના વિસ્તારમાં જ ઘટેલી વધુ એક દુષ્કર્મની ઘટનાએ તમામને ચોંકાવી દીધા છે. સુરતમાં એક હેવાને ભાવનગરની મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસ ફરિયાદ ઉતરાણ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ અને બાદમાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
સુરતમાં ભાવનગરની એક પરિણીતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ છે. સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, સુરતમાં ભાવનગરની એક પરિણીતા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યુ છે. મહિલા જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી, તે સમયે હરેશ નામનો એક વ્યક્તિ આવી ચઢ્યો હતો, તેને મહિલાને તેના પતિને ઓળખતો હોવાનો દાવો કર્યો અને બાદમાં સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી મહિલાને નીચે ઉતારી દીધી હતી. મહિલા સાથે બાળક પણ હતુ, ત્યારે તેને અવાવરું જગ્યાએ લઇ ગયો અને પહેલા મારામારી કરીને દાગીના લૂંટી લીધા અને બેવાર મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ સમયે અન્ય એક શખ્સ પણ ત્યાં આવી ચઢ્યો અને તેને પણ મહિલા સાથે બે વાર દુષ્કર્મ આચર્યુ જેના કારણે મહિલા બેભાન થઇ ગઇ હતી. આ સમગ્ર ઘટના મામલે ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા બન્ને નરાધમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.
અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
દરેક પિતા પોતાની દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે રાત દિવસ મહેનત કરતા હોય છે, પરંતુ સોલા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં એક પિતાએ પવિત્ર ગણાતા પિતા-પુત્રીના સંબંધને જ લાંછન લગાવ્યું છે. હવસથી આંધળો બનેલા પિતાએ પોતાની જ 10 વર્ષની દીકરીને એકલતાનો લાભ લઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. બાળકીને શારીરિક તકલીફ થતાં માતાને સમગ્ર હકીકત જણાવતા આ ભયાનક ઘટનાનો ખુલાસો થયો હતો. પોલીસ ફરિયાદ મુજબ, આરોપી પિતા છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને તેની પત્ની પણ મજૂરી કામ કરે છે. આ દંપતી તેમના ત્રણ બાળકો સાથે સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. ગત 5મી માર્ચના રોજ જ્યારે ફરિયાદી મહિલા પોતાની મોટી દીકરીને લઈને કામ માટે બહાર ગઈ હતી, ત્યારે બપોરના બે વાગ્યાની આસપાસ આરોપી પિતા નોકરીએથી ઘરે પરત ફર્યો હતો. તેણે તેના અન્ય બાળકને બહાર રમવા મોકલી દીધો અને ત્યારબાદ રૂમ બંધ કરીને 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, આરોપીએ બાળકીને આ ઘટના વિશે કોઈને જાણ કરશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પરંતુ સત્ય ક્યારેય છુપાયું રહેતું નથી. બાળકીને સતત બેસવામાં તકલીફ થતી હોવાથી આખરે તેણે પોતાની માતાને વાત કરી. માતાને શંકા જતા બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ દુષ્કર્મની પુષ્ટિ કરી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તુરંત જ ફરિયાદ નોંધી અને આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી પિતાને તેની પત્ની સાથે અવારનવાર નાના-મોટા ઝઘડા થતા રહેતા હતા. હાલમાં આરોપી નરાધમ પિતા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે અને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
