Accident: આબુરોડથી પરત ફરતા અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત, કારનું ટાયર ફાટતાં સર્જાઈ દુર્ઘટના
Accident: આબુરોડથી પરત અમદાવાદ ફરતા પરિવારને અકસ્માત નડતાં એકનું મૃત્યું થયું છે જ્યારે અન્યને ગંભીર ઇજા પહોંચી છે.
![Accident: આબુરોડથી પરત ફરતા અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત, કારનું ટાયર ફાટતાં સર્જાઈ દુર્ઘટના Ahmedabad family met with an accident while returning from Abu Road, tragedy occurred due to bursting of car tyre. Accident: આબુરોડથી પરત ફરતા અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત, કારનું ટાયર ફાટતાં સર્જાઈ દુર્ઘટના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/29/ae73dfb1c3bd5948d9d3742af8370fd6170649474213781_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Road Accident: આબુરોડથી પરત અમદાવાદ આવતી કારનું ટાયર ફાટતાં કાર પલટી ગઇ હતી,. કારમાં 2 મહિલા અને 2 પુરૂષો સહિત એક બાળક સવાર હતું. દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્યને ઇજા પહોચી છે. એક મહિલાની સ્થિતિ વધુ ગંભીર હોવાના અહેવાલ છે. આ પરિવાર રિપબ્લિક ડેનો લોન્ગ વિકએન્ડ એન્જોય કરવા માટે અમદાવાદથી આબુરોડ ગયો હતો.જો કે રસ્તામાં અચાનક કારનું ટાયર ફાટતાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવતાં કાર પલટી ગઇ હતી. આ દુર્ઘટના બનાસકાંઠાના ઈકબાલગઢ પાસે બની હતી.
તો 27 જાન્યુઆરીએવડોદરાના કારેલીબાગ ખાતે ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ડમ્પર ચાલકે ફોર વહીલરને અડફેટે લીધી હતી અને કારને 100 મીટર સુધી ઢસડી હતી. સદનસીબે કાર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકાએ લોકોમાં રોષ છે. સ્થાનિકોએ ડમ્પર ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો હતો. કુંભારવાડા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર કોબા હાઇવે ઉપર હિટ એન્ડ રનની વધુ એક ઘટનામાં રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધનું અજાણી કારની અડફેટે મોત નીપજ્યું છે. જે સંદર્ભે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ગાંધીનગરમાં વધતા અકસ્માતો વચ્ચે હવે હિટ એન્ડ રનના બનાવ વધ્યા છે ત્યારે ગઈકાલે સાંજે કોબા પાસે હિટ એન્ડ રનની વધુ એક ઘટનામાં વૃદ્ધનું મોત થઈ ગયું છે જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કોબા પાટીયા પાસે રહેતો ખોડાજી નાગજીજી ઠાકોર છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. જ્યારે તેના પિતા નાગજીજી ગેમરજી ઠાકોર પશુપાલનનો વ્યવસાય કરતા હતા. ગઈકાલે સાંજે ખોડાજી ઘરે હાજર હતો. એ દરમિયાન તેના પિતા ઘરનો સામાન લેવા માટે કોબા ગામમાં જવા માટે નિકળ્યા હતા. જેની થોડીક વારમાં જ રોડ ઉપર બુમાબુમ થતા ખોડાજી ત્યાં પહોંચી ગયો હતો. તેને જાણવા મળ્યું હતું કે તેના પિતા ગાંધીનગરથી કોબા સર્કલ તરફનો રોડ ક્રોસ કરતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે હંકારી નાગજીજીને ટક્કર મારી નાસી ગયો હતો. જેનાં કારણે ગંભીર ઈજાઓ થવાથી તેઓ લોહી લુહાણ હાલતમાં રોડ પર પડયા હતા.આ અકસ્માતના પગલે રાહદારી વાહન ચાલકો એકઠા થઈ ગયા હતા. અકસ્માત કરનાર અજાણ્યો વાહન ચાલક કોબા તરફ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં ઈજાગ્રસ્ત નાગજીજીને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)