શોધખોળ કરો

શાહરૂખનને ધમકી દેનાર ફૈઝાનની ધરપકડ, 2 કલાકની પૂછપરછમાં આરોપીએ કર્યો આ ખુલાસો

5 નવેમ્બરે એક કોલ દ્વારા બોલિવૂડના બાદશાહ શાહરૂખને ત્રણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા કોલ પર કહેવામાં આવ્યું હતું કે જો શાહરૂખ ખાન 50 લાખ રૂપિયા નહીં આપે તો તેને મારી નાખવામાં આવશે

શાહરૂખ ખાનને ધમકી આપવાના કેસમાં મુંબઈ પોલીસે આરોપી ફૈઝાન ખાનની ધરપકડ કરી છે. હવે તેને રાયપુર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ દ્વારા તેને નોટિસ આપવામાં આવી હતી પરંતુ તે પૂછપરછ માટે આવ્યો ન હતો. આ પછી પોલીસે તેની તેના ઘરેથી ધરપકડ કરી હતી. હવે પોલીસ તેને રિમાન્ડ પર લેવાની માંગ કરશે.

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને હાલમાં જ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જે બાદ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો. બાંદ્રા પોલીસને એક કોલ દ્વારા શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, ત્યારબાદ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત હતી. હવે આ કેસમાં પોલીસે આરોપી ફૈઝાન ખાનની સવારે ધરપકડ કરી છે.

મહારાષ્ટ્ર પોલીસે આરોપીની છત્તીસગઢ, રાયપુરથી ધરપકડ કરી છે. આરોપી ફૈઝાનને આજે મંગળવારે રાયપુર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મહારાષ્ટ્ર પોલીસે ગયા અઠવાડિયે આરોપી ફૈઝાન ખાનના નામે નોટિસ જાહેર  કરી હતી. મુંબઈ પોલીસે પ્રથમવાર ફૈઝાનની બે કલાક પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન ફૈઝાને ખુલાસો કર્યો હતો કે તેના નામના નંબરનો ઉપયોગ શાહરૂખ ખાનને 50 લાખ રૂપિયાની ખંડણી માટે જાનથી મારી નાખવાની ધમકી આપવા માટે કરવામાં આવ્યો હતો. ધમકીભર્યા કોલના 5 દિવસ પહેલા તે મોબાઈલ ખોવાઈ ગયો હતો.

પોલીસ રિમાન્ડમાં લેવાની માંગણી કરશે

ફૈઝાને વધુમાં જણાવ્યું હતું કે, તેણે રાયપુરના ખમરડીહ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ખોવાઈ જવાની જાણ પણ કરી હતી. મુંબઈ પોલીસ દ્વારા ફૈઝાન ખાનને નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ તેને આજે સવારે પૂછપરછ માટે પંડારી પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે ફૈઝાન નોટિસ પર પૂછપરછ માટે ન પહોંચ્યો ત્યારે તેને તેના ઘરેથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, હવે પોલીસ તેને રાયપુર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર લેવાની કોશિશ કરશે.

5મી નવેમ્બરે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

5 નવેમ્બરે એક કોલ દ્વારા બોલિવૂડના બાદશાહ શાહરૂખને ત્રણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા કોલ પર કહેવામાં આવ્યું હતું કે જો શાહરૂખ ખાન 50 લાખ રૂપિયા નહીં આપે તો તેને મારી નાખવામાં આવશે. આ સિવાય જ્યારે ફોન કરનારને તેની ઓળખ વિશે પૂછવામાં આવ્યું તો તેણે તેનું નામ હિન્દુસ્તાની લખવાનું કહ્યું. આ પછી પોલીસે કોલ ટ્રેસ કરીને તપાસ શરૂ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
SRH vs LSG live score: લખનઉએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, હૈદરાબાદ સામે પ્લેઇંગ 11માં મોટો ફેરફાર
SRH vs LSG live score: લખનઉએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, હૈદરાબાદ સામે પ્લેઇંગ 11માં મોટો ફેરફાર
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાંAhemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
SRH vs LSG live score: લખનઉએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, હૈદરાબાદ સામે પ્લેઇંગ 11માં મોટો ફેરફાર
SRH vs LSG live score: લખનઉએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, હૈદરાબાદ સામે પ્લેઇંગ 11માં મોટો ફેરફાર
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
Nikki Sharma: રણવીર અલ્હાબાદિયા પર તૂટ્યો વધુ એક પહાડ! વિવાદ બાદ હવે ગર્લફ્રેન્ડ સાથે થઈ ગયું બ્રેકઅપ?
Nikki Sharma: રણવીર અલ્હાબાદિયા પર તૂટ્યો વધુ એક પહાડ! વિવાદ બાદ હવે ગર્લફ્રેન્ડ સાથે થઈ ગયું બ્રેકઅપ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.