ભાવનગરઃ મહંતે પોતે અમર થઈ ગયાનું જાહેર કરીને શિષ્યને ખાતરી કરવા કહ્યું, શિષ્યે દાતરડું મારતાં જ ગુરૂ ઢળી પડ્યા ને....
Crime News: ઘટનાની તપાસમાં મહંતની હત્યા થઈ હોવાનું અને સેવકે જ લાશ અહીં ફેંકી હોવાનું સામે આવ્યું હતું.
ભાવનગરઃ ઢસાના ચોસલા ગામના મહંતની પાંચ દિવસ પહેલા હત્યા થઈ હતી. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.
ગામમાં ધૂણી ધખાવીને બેઠેલા મહંતે તેમના માનીતા સેવકને કહ્યું, મેં વિધિવિધાન કર્યા છે. હું અમર થઈ ગયો છું. તું ખરાઈ કરી જો, મને કંઈ થશે નહીં. જે બાદ મહંતની આજ્ઞા અનુસાર સેવકે તેમના ગળા પર દાતરડાનો ઘા ઝીંક્યો હતો. જેના કારણે મહંત ત્યાં જ ઢળી પડ્યા હતા. જે બાદ સેવકે મહંતનો મૃતદેહ, શેતરંજી, કોટી અને હથિયાર કૂવામાં ફેંકી દીધા હતા.
ઘટનાની તપાસમાં મહંતની હત્યા થઈ હોવાનું અને સેવકે જ લાશ અહીં ફેંકી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે તેમના માનિતા સેવકને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના એક દિવસના રિમાંડ મંજૂર કર્યા હતા. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, ગુરુએ મને મેં વિધિવિધાન કર્યા છે, હું અમર થઈ ગયો છું, તું ખરાઈ કરી જો, મને કંઈ થશે નહીં તેમ કહેતા તેમના આજ્ઞા મુજબ દાંતરડા વડે હુમલો કરતાં ત્યાં જ ઢળી પડ્યા હતા. આરોપીના મુખેથી ઘટનાની વિગત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
વર્ધામાં કાર પુલ પરથી ખાબકી, BJP ધારાસભ્યના પુત્ર સહિત 7 MBBS વિદ્યાર્થીનાં મોત
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં મંગળવારે સવારે એક ખૂબ જ દર્દનાક દુર્ઘટના સામે આવી છે. ગત રાત્રે 7 મેડિકલ સ્ટુડન્ટ્સ (MBBS સ્ટુડન્ટ્સ) બ્રિજ પરથી તેમની કાર નદીમાં પડી જતાં મૃત્યુ પામ્યા હતા. મળતી માહિતી મુજબ મેડિકલના વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રના દાવેલીથી મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં જઈ રહ્યા હતા. મૃત્યુ પામેલા મોટાભાગના વિદ્યાર્થીઓ 20 થી 35 વર્ષની વય જૂથના હોવાનું કહેવાય છે. ઘાયલોને વર્ધા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
વર્ધાના એસપી પ્રશાંત હોલકરે જણાવ્યું હતું કે સોમવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે કાર સેલસુરા નજીક એક પુલ પરથી પડી હતી. કારમાં સવાર વિદ્યાર્થીઓ વર્ધા જઈ રહ્યા હતા. અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ ચાલી રહી છે. ગાડીમાં સવાર સાતેય વિદ્યાર્થી સવાંગી મેઘ મેડિકલ કોલેજમાં ભણતા હતા. તેઓ યવતમાલથી સવાંગી પરત ફરતા હતા. એસપી પ્રશાંત હોલ્કરે જણાવ્યું કે, દુર્ઘટના રાત્રે 11.30 કલાકે બની. મૃતકમાં તિરોડા વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય વિજય રહાંગડાલેનો પુત્ર આવિષ્કાર પણ સામેલ છે. આ ઉપરાંત નીરજ ચૌગાણ, નિતીશ સિંહ, વિવેદ નંદર, પ્રત્યુષ સિંહ, શુભમ જયસ્વાલ, પવન શક્તિના પણ મોત થયા છે.