Sonam Raghuwanshi News: સોનમના રેઇનકોટ પર મળ્યાં લોહીના ધાબા,રાજા રઘુવંશી મર્ડર કેસના સબૂત હાથ લાગ્યાં
Sonam Raghuwanshi News: રાજા રઘુવંશી હત્યા કેસની તપાસ દરમિયાન, પોલીસને ડિજિટલ રેકોર્ડ, લોહીથી ખરડાયેલા કપડાં અને સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જે દર્શાવે છે કે તે કોન્ટ્રાક્ટ કિલિંગ હતું.

Raja Raghuwanshi Murder Case: ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યા અંગે નવા ખુલાસા થયા છે. 2 જૂનના રોજ મેઘાલયમાં એક ઊંડા ખાઈમાંથી તેમનો સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. હવે તપાસમાં ખુલાસો થયો છે કે રાજાની પત્ની સોનમ રઘુવંશી અને તેનો કથિત પ્રેમી રાજ કુશવાહા આ હત્યા પાછળ મુખ્ય કાવતરાખોર હોઈ શકે છે. આ ઉપરાંત, આ કાવતરામાં કેટલાક અન્ય લોકો પણ સામેલ હોવાનું કહેવાય છે.
પોલીસને ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. જેમ કે ડિજિટલ રેકોર્ડ, લોહીથી ખરડાયેલા કપડાં, સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓની જુબાની, જેના આધારે સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટ કિલિંગ હતું.
પોલીસને ઘણા મહત્વપૂર્ણ ફોરેન્સિક પુરાવા મળ્યા
રાજા રઘુવંશી હત્યા કેસમાં પોલીસને ઘણા મહત્વપૂર્ણ ફોરેન્સિક પુરાવા મળ્યા છે, જે આરોપીઓની સંડોવણી દર્શાવે છે. આરોપી આકાશના લોહીથી ખરડાયેલા શર્ટની તપાસમાં પુષ્ટિ મળી છે કે તેના પરનું લોહી રાજા રઘુવંશીનું છે. સોનમ રઘુવંશીના રેઈનકોટ પર પણ લોહીના ડાઘા મળી આવ્યા છે, જેની ફોરેન્સિક તપાસ હજુ પણ ચાલુ છે.
હત્યામાં વપરાયેલું હથિયાર પણ મળી આવ્યું છે
પોલીસ દ્વારા હત્યામાં વપરાયેલું હથિયાર છરી મળી આવી છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી આનંદે ધરપકડ સમયે પહેરેલા કપડાં પર પણ લોહીના ડાઘા મળી આવ્યા છે. હત્યાના હથિયાર અને રાજા રઘુવંશીના અંગત સામાન પર આરોપીના ફિંગરપ્રિન્ટ પણ મળી આવ્યા છે.આ દરમિયાન, આ કેસની FIR ની નકલ સામે આવી છે, જે સોનમ ગુમ થઈ હતી તે સમયે નોંધાઈ હતી. આ રિપોર્ટ રાજા રઘુવંશીના ભાઈ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે રાજાની સોનાની ચેઈન, સગાઈની વીંટી, લગ્નની વીંટી, સોનાનું બ્રેસલેટ અને રોકડથી ભરેલું પર્સ ગાયબ છે. આ ગુમ થયેલી વસ્તુઓના આધારે, પોલીસને હવે શંકા છે કે હત્યાની સાથે લૂંટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.




















