(Source: ECI/ABP News/ABP Majha)
Cirme News: જમવાનું બનાવવાને લઇને ઝઘડો થતા યુવકે પરિણીત પ્રેમિકાની કરી હત્યા, પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો
રાજકોટના ગોંડલમાં યુવતીના મોત મામલે મોટો ખુલાસો થયો હતો
રાજકોટના ગોંડલમાં યુવતીના મોત મામલે મોટો ખુલાસો થયો હતો.પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે ગોંડલમાં બોથડ પદાર્થ મારી પરિણીત પ્રેમિકાની હત્યા કરી હતી.મળતી જાણકારી અનુસાર, ગોંડલના હર પોલે સોસાયટીના યુવાને છેલ્લા આઠ માસથી સાથે રહેતી પરિણીત પ્રેમિકાને માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરી નાખી હતી.બંને વચ્ચે રસોઈ બનાવવા બાબતે માથાકૂટ થઈ હતી. પરિણીતી પ્રેમિકા પતિ અને બાળકોને છોડીને યુવક સાથે આઠ મહિનાથી રહેતી હતી. પતિને પેરાલિસિસનો હુમલો આવતા યુવતી પતિ અને બાળકોને છોડીને આવી હતી.
અગાઉ યુવકે પ્રેમિકા પગથિયા પરથી લપસી પડી હોવાનું કારણ જણાવ્યું હતું. પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો છે. બંન્ને વચ્ચે જમવાનું બનાવવાને લઇને ઝઘડો થયો હતો. જેથી યુવકે છેલ્લા આઠ માસથી સાથે રહેતી પરિણીત પ્રેમિકાના માથાના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા કરી હતી.
CRIME NEWS: અરવલ્લીમાં ડાકણના વહેમમાં મહિલાને તાલિબાની સજા કરવામાં આવી, ઘટના સીસીટીવીમાં કેદ છતાં પોલીસે ફરિયાદ ન લીધી
અરવલ્લી: ભિલોડાના ગઢીયા ગામે ડાકણના વહેમમાં મહિલાને તાલિબાની સજા આપવામાં આવી છે. મહિલાના પતિનું થોડા સમય પહેલા મોત થતા પરિવારજનોએ મહિલાને ડાકણનો વહેમ રાખી માર મારી હોવાનો મહિલાના પરિવારજનનો આરોપ છે. મહિલાને તેના જેઠ જેઠાણી દ્વારા માર મારતા હોવાના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. આ ઉપરાંત શામળાજી પોલીસ મથકે ભોગ બનનાર મહિલાની ફરિયાદ ન લેતા હોવાનો પણ પરિજનોએ આક્ષેપ કર્યો છે. ભોગ બનનાર મહિલા સહિત પરિજનો મોડાસા એસપીને રજુઆત કરવા પહોંચ્યા છે. મહિલાને ધારીયાના મુદ્દલ વડે બે રહેમીથી માર માર્યા હોવાની તસવીરો પુરાવા સાથે એસપીને રજુઆત કરવા પહોંચ્યા છે.
હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ છે. આગામી સમયને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી બે ત્રણ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે, ત્રણ દિવસ બાદ 2-3 ડિગ્રી તાપમાન વધી શકે છે. આવતીકાલથી સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટાને કારણે ઠંડીમાં વધારો થશે, પવનના કારણે સૌરાષ્ટ્રમાં દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થશે. આવતીકાલે પણ ઠંડીમાં ઠુંઠવાશે. આજે અમદાવાદમાં 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 7.8 ડિગ્રી તાપમાન, નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું.
રાજ્યમાં ક્યારથી ઘટશે ઠંડી
ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ ગયો છે અને 9 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 9 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. 5.4 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર રહ્યું. 3 દિવસમાં જ નલિયામાં લઘુતમ તાપમાનમાં 6.2 ડિગ્રીનો ઘટાડો થયો છે. હવામાન વિભાગ મુજબ 24 કલાકમાં લઘુતમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટશે. જેના કારણે ઠંડીમાં હજુ વધારો થશે.અમદાવાદ, ભાવનગર, નલિયામાં 2 દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે..ગાંધીનગર, નર્મદા, છોટાઉદેપુર, ભુજમાં પણ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. 3 દિવસમાં ગાંધીનગરમાં 7થી 8 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાય તેવી સંભાવના છે..અમદાવાદમાં આગામી 3 દિવસ 7થી 9 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 25 જાન્યુઆરી સુધી 10 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે અને ત્યારબાદ ઠંડીમાં સાધારણ ઘટાડો થઇ શકે છે