Crime: મોબાઇલ બાબતે બોલાચાલી થતાં મંદ બુદ્ધિ યુવકે ભિક્ષકેને મારી દીધા ચપ્પૂના ઘા, ઘટના સ્થળે મોત
દાહોદ શહેરમાં ગઇકાલે એક હત્યાની ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઇ હતી, શહેરના ગઇ રાત્રિ દરમિયાન ઓવરબ્રિજ પાસે મંદ બુદ્ધિ યુવક અને એક ભિક્ષુક વચ્ચે નજીવી બોલાબોલી થઇ હતી,
Crime: દાહોદ જિલ્લામાં હત્યાના ઘટનાથી સનસની મચી ગઇ છે, શહેરમાં એક મંદ બુદ્ધિના યુવાને એક ભિક્ષુકને ચપ્પૂના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો, આ ઘટના બાદ પોલીસે મંદ બુદ્ધિના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધીને શોધખોળ અને તપાસ હાથ ધરી છે. મળતી માહિતીપ્રમાણે, દાહોદ શહેરમાં ગઇકાલે એક હત્યાની ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઇ હતી, શહેરના ગઇ રાત્રિ દરમિયાન ઓવરબ્રિજ પાસે મંદ બુદ્ધિ યુવક અને એક ભિક્ષુક વચ્ચે નજીવી બોલાબોલી થઇ હતી, બન્ને વચ્ચે મોબાઇલ ફોનને લઇને બોલાચાલી થઇ અને તેને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. બાદમાં મંદ બુદ્ધિના યુવકે ભિક્ષુકની ચપ્પૂના ઘા મારીને હત્યા કરી દીધી હતી. મંદ બુદ્ધિ યુવકે ભિક્ષુકને શરીરના ભાગે ઉપરાછાપરી ચપ્પૂના ઘા મારી દીધા હતા, જેથી ત્યાં જ ભિક્ષુકનું મોત નિપજ્યુ હતુ. મૃતક ભિક્ષુકનું નામ શાહ અજર બાબા જમાલઉદ્દીન છે, ભિક્ષુકના મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બાદમાં મંદ બુદ્ધિ યુવક વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.
સગા ભાઈએ બહેનની છરીના ઘા ઝીંકી કરી હત્યા
કચ્છમાં એક હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં સબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેને લઈને આખા પંથકમાં ચકચારમચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ભુજ તાલુકાના ભારાસર ગામમાં ભાઈએ બહેનની હત્યા નિપજાવી છે. બહેનની હત્યા કરી આરોપી ભાઈ ફરાર થઈ ગયો હતો.
જેલમાંથી છૂટ્યા બાદ કરી હત્યા
તો બીજી તરફ હત્યા કરનાર આરોપી જેલની સજા ભોગવી રહ્યો હતો. હાલમાં આરોપી જેલમાંથી પેરોલ પર છૂટયા બાદ બહેનની હત્યા કરી નાખી. અગાઉ હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા પડી હતી. આરોપીએ છરીના ઘા ઝીંકી બહેનની હત્યા કરી નાખી હતી. હત્યાની ઘટનાને લઈને માનકુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ યુવકે પોતાની બહેનની હત્યા ક્યા કારણે કરી તેની માહિતી સામે આવી નથી.
ભોજપુરી ફિલ્મમાં કામ આપવાના બહાને યુવતિને હોટલમાં બોલાવી યુવક લઈ ગયો રૂમમાં ને પછી.....
ભોજપુરી કલાકાર હોવાનો દાવો કરતી 24 વર્ષની યુવતીએ ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ પર ઈન્ટરવ્યુના બહાને ફોન કરીને બળાત્કારનો કેસ નોંધાવ્યો છે. દિલ્હીની ઉદ્યોગ વિહાર પોલીસ સ્ટેશને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પીડિતાને ઈન્ટરવ્યુના બહાને એક હોટલમાં બોલાવવામાં આવી હતી. જ્યારે તે હોટલ પર પહોંચી તો આરોપી મહેશે પહેલેથી જ એક રૂમ બુક કરાવ્યો હતો. તે તેણીને ત્યાં લઈ ગયો અને તેણી પર દુષ્કર્મ આચર્યું.
આરોપીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ આપવાની લાલચ આપી બોલાવી
પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીની મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે ભોજપુરી કલાકાર છે અને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરે છે. તેની પ્રોફાઈલ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર છે. આરોપ છે કે થોડા દિવસો પહેલા તે ઇન્સ્ટાગ્રામ દ્વારા મહેશ પાંડે નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. જેણે તેને ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની ઓફર કરી હતી.