શોધખોળ કરો

Crime News: ગર્લફ્રેન્ડની ચાકુ મારી હત્યા, પથ્થર કાપવાના મશીનથી મૃતદેહના ટૂકડા કરી ફ્રિજમાં છૂપાવ્યા

હૈદરાબાદમાં દિલ્હીના જાણીતા શ્રદ્ધા મર્ડર કેસ જેવી જ ઘટના બની છે

હૈદરાબાદમાં દિલ્હીના જાણીતા શ્રદ્ધા મર્ડર કેસ જેવી જ ઘટના બની છે. અહીં એક વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડની ચાકુ મારીને હત્યા કરી નાખી હતી. આ પછી તેણે બે પથ્થર કાપવાના મશીન ખરીદ્યા હતા. તેણે ગર્લફ્રેન્ડના મૃતદેહના ટૂકડા કરી માથું કાપી નાખ્યું અને તેને પોલિથીનમાં ભરીને ફ્રીજમાં રાખ્યું હતુ.  થોડા દિવસો બાદ તેણે લાશને કચરાના ઢગલા પાસે ફેંકી દીધી હતી. આ પછી તેણે ઘર સાફ કર્યું જેથી કોઈ પુરાવા મળે નહીં. એટલું જ નહીં, તે મૃતક મહિલાના ફોન પરથી તેના પરિચિતોને મેસેજ કરતો રહ્યો જેથી લોકોને લાગે કે તે જીવિત છે. પોલીસે વ્યક્તિની ધરપકડ કરી છે.

વાસ્તવમાં 17 મેના રોજ સુધાકર નામના કર્મચારીને થિયાગલગુડા રોડ પર કચરો ડમ્પિંગ સાઇટ પરથી કાળા રંગની પોલિથીનમાં એક મહિલાની ટૂકડા કરેલી લાશ મળી આવી હતી. આ પછી તેણે પોલીસને જાણ કરી હતી. તમામ તપાસ બાદ પોલીસે મૃતક મહિલાની ઓળખ યેરમ અનુરાધા રેડ્ડી તરીકે કરી હતી. અનુરાધા 55 વર્ષની હતી. તેના અને  48 વર્ષીય ચંદ્ર મોહન વચ્ચે 15 વર્ષથી અફેર હતું.  અનુરાધાના પતિએ તેને ઘણા સમય પહેલા છોડી દીધી હતી, તેથી તે ચંદ્ર મોહનના ઘરે રહેતી હતી.

ચંદ્ર મોહને અનુરાધાની હત્યા કેમ કરી?

તપાસમાં ખુલાસો થયો હતો કે અનુરાધા વ્યાજ પર પૈસા આપતી હતી. ચંદ્ર મોહને 2018માં અનુરાધા પાસેથી 7 લાખ રૂપિયા પણ લીધા હતા. અનુરાધા ચંદ્ર મોહનને પૈસા પરત કરવાનું કહેતી હતી પરંતુ ચંદ્ર મોહન પૈસા પરત કરતો ન હતો. આવી સ્થિતિમાં અનુરાધા તેના પર પૈસા પરત કરવા માટે સતત દબાણ કરી રહી હતી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતો હતો. ચંદ્રમોહને અનુરાધાનો પીછો છોડાવવા માટે તેની હત્યા કરવાનું કાવતરુ રચ્યું હતું. 12 મેના રોજ ચંદ્રમોહન અને અનુરાધા વચ્ચે પૈસાને લઈને બીજી વખત ઝઘડો થયો હતો. દરમિયાન ચંદ્રમોહને અનુરાધા પર ચાકુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં તેનું મોત થયું હતું.

હત્યા બાદ મૃતદેહને છૂપાવવાનો પ્લાન બનાવ્યો

અનુરાધાની હત્યા કર્યા પછી ચંદ્રમોહને મૃતદેહનો નિકાલ કરવાની યોજના બનાવી. આ માટે તેણે પહેલા પથ્થર કાપવાના બે મશીન ખરીદ્યા હતા. આ મશીનની મદદથી પહેલા તેણે અનુરાધાનું માથુ અલગ કરી દીધું. આ પછી તેણે લાશના ઘણા ટુકડા કરી નાખ્યા. તેણે માથું કાળા રંગની પોલિથીનમાં રાખ્યું હતું. આ પછી તેણે કપાયેલા હાથ અને પગને પોલીથીનમાં ભરીને ફ્રીજમાં સંતાડી દીધા હતા. જ્યારે બાકીનું ધડ સૂટકેસમાં સંતાડ્યું હતું.

ચંદ્રમોહન 15મી મેના રોજ ઓટોમાં આવ્યો હતો અને કપાયેલું માથું ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફેંકી આવ્યો હતો. આ પછી આરોપીએ ફિનાઈલ, ડેટોલ, પરફ્યુમ, અગરબત્તી, કપૂર અને પરફ્યુમ સ્પ્રેની બોટલો ખરીદી અને અનુરાધાના બાકીના શરીર પર લગાવતો રહ્યો હતો જેથી આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાય નહી. એટલું જ નહીં, આરોપી અનુરાધાના ફોન પરથી તેના સગા સંબંધીઓને મેસેજ કરતો રહ્યો, જેથી લોકોને ખબર ન પડે કે તે મરી ગઈ છે.

દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસ પણ કંઈક આવો જ હતો

આ પહેલા દિલ્હીમાં શ્રદ્ધા હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આરોપ મુજબ શ્રદ્ધાના પ્રેમી આફતાબે દિલ્હીના મહેરૌલીમાં તેની હત્યા કરી હતી. આફતાબે ગયા વર્ષે 18 મેના રોજ શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી મૃતદેહના 35 ટુકડા કરવામાં આવ્યા હતા. આફતાબે મૃતદેહ રાખવા માટે ફ્રીજ ખરીદ્યું હતું. જેમા તેણે મૃતદેહોના ટુકડા રાખ્યા હતા. તે દરરોજ રાત્રે શ્રદ્ધાના મૃતદેહનો ટુકડો મેહરૌલીના જંગલમાં ફેંકવા જતો હતો. આટલું જ નહીં, શ્રદ્ધાની હત્યા બાદ પણ આફતાબ એ જ ફ્લેટમાં રહેતો હતો, એટલું જ નહીં તેની અન્ય ગર્લફ્રેન્ડ્સ પણ તેને ફ્લેટમાં મળવા આવતી હતી. પોલીસે 12 નવેમ્બરે આફતાબની ધરપકડ કરી હતી. આફતાબે પણ પોલીગ્રાફી ટેસ્ટ અને નાર્કોમાં શ્રદ્ધાની હત્યાની વાત સ્વીકારી હતી. તેણે કબૂલાત કરી હતી કે તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી. આટલું જ નહીં, આફતાબે એ પણ કબૂલ્યું હતું કે શ્રદ્ધાના મૃત્યુ બાદ તેના ઘણી યુવતીઓ સાથે સંબંધો હતા. પોલીસે હાલમાં જ શ્રદ્ધા હત્યા કેસમાં આફતાબ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget