Crime News: મહિલા સબ ઈન્સ્પેક્ટરને શિક્ષક સાથે થયો પ્રેમ, પતિને ખબર પડતાં આપ્યા છૂટાછેડા ને પછી.....
UP Crime News: લખનઉના ગોસાઈગંજ પોલીસ સ્ટેશનના મલૌલી ગામમાં રહેતા એડવોકેટ મુન્નાલાલ યાદવની પુત્રી રશ્મિ યાદવ મોહનગંજ પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી હતી.
UP Crime News: અમેઠીના ગૌરીગંજમાં મહિલા સબ ઈન્સ્પેક્ટરના મોતના ચોથા દિવસે પોલીસે તેના પ્રેમીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પર સબ ઈન્સ્પેક્ટરને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો છે.
શું છે મામલો
લખનઉના ગોસાઈગંજ પોલીસ સ્ટેશનના મલૌલી ગામમાં રહેતા એડવોકેટ મુન્નાલાલ યાદવની પુત્રી રશ્મિ યાદવ મોહનગંજ પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી હતી. 22 એપ્રિલે તેનો મૃતદેહ ઘરમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. 24 એપ્રિલે જ્યારે સપાના અખિલેશ યાદવે રશ્મિના પરિવારજનોની મુલાકાત લઈ સરકાર પર આરોપ લગાવવાનું શરૂ કર્યું ત્યારે મામલો વધુ ચગ્યો.
મૃતક પોલીસમાં જોડતા પહેલા ટિચર તરીકે નોકરી કરતી હતી
સોમવારે રશ્મિના પિતાએ પોલીસ ફરિયાદ કરી. જેમાં તેમણે જણાવ્યું કે, પોલીસમાં જોડાતા પહેલા તેમની પુત્રી બહરાઈચ જિલ્લામાં એક પ્રાઇમરી સ્કૂલમાં ટિચર હતી. તે સમયે તેનો પરિચય અલીગઢના રહેવાસી અને શિક્ષક તરીકે ફરજ બજાવતાં સુરેન્દ્ર સિંહ સાથે થયો હતો. સુરેન્દ્ર સિંહ સાથેના સંબંધોના કારણે જમાઈએ તેને છૂટાછેડા આપ્યા હતા.
મોબાઇલ કોલ રેકોર્ડિંગ સાંભળીને પરિવારજનો, પોલીસ હેરાન
સુરેન્દ્ર તેની દિકરીને ફોન પર વાતચીત કરતી વખતે અનેક પ્રકારના આરોપ લગાવતો હતો. એટલું જ નહીં અપમાનજક શબ્દોનો પ્રયોગ કરીને પરેશાન પણ કરતો હતો. જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી. અગ્નિ સંસ્કાર બાદ પુત્રીના મોબાઇલમાં સુરેન્દ્ર સાથે વાતચીતનું રેકોર્ડિંગ સાંભળીને બધાને વિશ્વાસ થઈ ગયો કે રશ્મિને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આવી હતી. જે બાદ તેના પ્રેમીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ
Fact Check: ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન હેઠળ સરકાર નોકરી, લેપટોપ, મોબાઇલ આપી રહી છે ?