શોધખોળ કરો

CRIME NEWS: અમરેલીમાં 16 વર્ષની તરૂણીની લાશ મળી આવી, પથ્થરના ઘા મારી હત્યા કરાઈ હોવાની આશંકા

અમરેલી: રાજુલાના નવી માંડરડી ગામની ધાતરવડી નદી કાંઠેથી લાશ મળતા ચકચાર મચી છે. 16 વર્ષની તરૂણીની લાશ મળી આવી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

અમરેલી: રાજુલાના નવી માંડરડી ગામની ધાતરવડી નદી કાંઠેથી લાશ મળતા ચકચાર મચી છે. 16 વર્ષની તરૂણીની લાશ મળી આવી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર તરુણીના શરીર પર પથ્થરના ઘા મારેલા નિશાન અને બ્લેડ મળી આવતા હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે હત્યાની આશંકાએ તપાસ શરૂ કરી છે. રાજુલા પોલીસ, LCB, SOG સહિતના પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા પ્રથમ પરિવારના નિવેદન લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કિશોરીના મોતને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. 

ખેડાના કઠલાલ રોડ પર ભયંકર અકસ્માત

ખેડાના મહુધા  કઠલાલ રોડ પર કોઇ અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. જેમાં બંને આશાસ્દ યુવકના ઘટનાસ્થળે જ મોત થયા છે.બંને યુવક બાઇક પર સવાર હતા. ખેડાના કઠલાલ રોડ પર મહુધાના વડથલ નહેર પાસે અકસ્માત સર્જાયો હતો. અહીં કોઇ અજાણ્યા વાહને બાઇકને એવી ટક્કર મારી હતી કે બાઇકમાં સવાર બંને યુવક બંનેને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે આસપાસના લોકો દોડી આવ્યા હતા. પરંતુ અજણ્યા વાહનની ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇક સવાર યુવકને ગંભીર ઇજા પહોંચતાં બંને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

સુરતમાં પિતાએ જ સગા પુત્રનું કર્યું આ કારણે અપહરણ

સુરતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં અન્ય કોઇએ નહિ પરંતુ તેના પિતા એજ તેના પુત્રનું અપહરણ કર્યું છે.  બાદ બાળકની માતાએ કડોદરા પોલીસ સ્ટેશનાં ફરિયાદ નોંધાવી છે. સુરતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં અન્ય કોઇએ નહિ પરંતુ તેના પિતા એજ તેના પુત્રનું અપહરણ કર્યું છે.  બાદ બાળકની માતાએ કડોદરા પોલીસ સ્ટેશનાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો પતિના ત્રાસથી પરણિતા પિયર તેના બાળક સાથે આવીને રહેતી હતી. આ દરમિયાન પિતાએ તેના પુત્રનું મદરેસામાંખથી અપહરણ કર્યું છે. આ અપહરણની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. બાળકના અપહરણ બાદ બાળકની માતાએ તેના પતિ વિરૂદ્ધ જ ફરિયાદ નોંધાવી છે. કામરેજ પોલીસમાં  ગુનો નોંધીને  વધુ તપાસ હ થધરી છે.

અકસ્માત બાદ Jeremy Rennerએ હોસ્પિટલના બેડ પરથી શેર કરી સેલ્ફી

 'માર્વેલ' સ્ટાર જેરેમી રેનર તાજેતરમાં તેના ઘરની નજીક બરફ સાફ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી તેના મિત્રો અને ચાહકો તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે હવે જેરેમીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની અકસ્માત પછીની પ્રથમ તસવીર શેર કરી છે. તેણે તેના માટે પ્રાર્થના કરવા બદલ તેના ચાહકો અને મિત્રોનો પણ આભાર માન્યો છે.

ફોટોમાં જેરેમીએ હોસ્પિટલના બેડ પરથી સેલ્ફી લેતો જોવા મળે છે. તેના ચહેરા પર ઈજાના નિશાન પણ તસવીરમાં સ્પષ્ટ દેખાય છે. ફોટો શેર કરવાની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, 'તમારા બધા દયાળુ શબ્દો માટે આભાર. હું અત્યારે ટાઇપ કરવામાં ઘણી ગડબડ કરી રહ્યો છું પણ હું તમારા બધાને મારો પ્રેમ મોકલી રહ્યો છું. જેરેમીએ તેની તસવીર શેર કરતાની સાથે જ તેના ફેન્સ તરફથી કોમેન્ટ્સનું પૂર આવ્યું હોય તેવું કોમેન્ટ્સ પરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તેના એવેન્જર્સ એન્ડગેમના સહ કલાકારો જેમાં ક્રિસ પ્રેટ, ક્રિસ હેમ્સવર્થ અને ક્રિસ ઇવાન્સે પણ કોમેન્ટ વિભાગમાં તેમનો પ્રેમ મોકલ્યો હતો. પ્રેટે લખ્યું, "તમારા માટે પ્રાર્થના ચાલુ રહે છે" ઇવાન્સે ટિપ્પણી કરી, "લવ યુ દોસ્ત." હેમ્સવર્થે કહ્યું, “ઝડપી સાજા થાઓ સાથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
Embed widget