Crime News: વોટ્સએપથી ચાલતું હતું હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ, પોલીસને જોતાં જ...
પોલીસે આ કેસમાં એક યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે, આ લોકો વોટ્સએપ દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરતા હતા અને વોટ્સએપ દ્વારા નવી યુવતીઓની તસવીરો મોકલતા હતા.
Delhi Crime News: દિલ્હીના IGI એરપોર્ટ પોલીસે એરોસિટીમાં ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં એક યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે, આ લોકો વોટ્સએપ દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરતા હતા અને વોટ્સએપ દ્વારા નવી યુવતીઓની તસવીરો મોકલતા હતા. જે યુવતી ગમતી હતી તેનું બુકિંગ કરીને એરોસિટી સ્થિત હોટલમાં પહોંચાડવામાં આવતી હતી. આ રેકેટસાથે સંકળાયેલા બે દલાલની ઓળખ રિયાઝ સિદ્દીકી (26) અને નવીન (30) તરીકે થઈ છે. તેમાંથી એક યુપીના બહરાઇચનો છે જ્યારે બીજો બિહારના બેગુસરાયનો છે. IGI એરપોર્ટ પોલીસ સ્ટેશને તેમની સામે વેશ્યાવૃત્તિના આરોપ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે શું કહ્યું
એરપોર્ટ ડીસીપી સંજય ત્યાગીએ જણાવ્યું કે 21 માર્ચે એક બાતમીદાર IGI એરપોર્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને તેણે એરોસિટી વિસ્તારની હોટલમાં વેશ્યાવૃત્તિ ચાલી રહી હોવાની માહિતી આપી. આ પછી પોલીસે આ દેહવ્યાપારમાં સામેલ દલાલનો સંપર્ક કર્યો અને સોદો પતાવ્યો. ડીલ ફાઈનલ કરતા પહેલા નવીને કેટલીક યુવતીઓના ફોટા પણ વોટ્સએપ પર મોકલ્યા હતા. નકલી ગ્રાહકને એક છોકરી પસંદ પડી અને ડીલ થઈ ગઈ.
જે બાદ આરોપી નવીને એક યુવતીને હોટલમાં ઉતારી હતી. તેણે હોટલમાં એડવાન્સ પણ લીધું હતું. આ પછી જેવી યુવતી હોટલના રૂમમાં પહોંચી અને નકલી ગ્રાહક પાસેથી પૈસા લીધા તો નકલી ગ્રાહકે પોલીસને સંકેત આપ્યો. પોલીસની ટીમ હોટલના રૂમમાં પ્રવેશી અને યુવતીને કસ્ટડીમાં લીધી. આ પછી નવીનને પણ હોટલની બહારથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેમની સામે આઈજીઆઈ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને ધરપકડ કરવામાં આવી હતી.
કેવી રીતે ચાલતું નેટવર્ક
પોલીસના કહેવા મુજબ આ ટોળકી સંબંધોના આધારે સંપર્કમાં રહેલા લોકોને તેમના કહેવા પર મોંઘી કોલગર્લ ઉપલબ્ધ કરાવતો હતો. આ ટોળકીની મોટી કમાણી ઈંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે આવેલી હોટલ એરોસિટીમાંથી આવતી હતી. દલાલ કોલગર્લની તસવીર મોકલીને કિંમત નક્કી કરતો. સોદો નકકી થયા બાદ એડવાન્સ રકમ મળ્યા પછી દલાલ છોકરીને ખુદ હોટલમાં લઈને આવતો. બાકીની રકમ કોલગર્લ ગ્રાહક પાસેથી હોટલના રૂમમાં લેતી હતી. જે બાદ ગ્રાહક રૂપલલનાને હાથ લગાવી શકતો.
સેક્સ રેકેટમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ
આરોપી નવીનની પૂછપરછ કર્યા બાદ બીજા આરોપી રિયાઝની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેઓ દેહવ્યાપારનો ધંધો કરતા હતા. આ માટે તેણે ગુરુગ્રામના સેક્ટર 45માં એક હોટેલ લીઝ પર લીધી હતી. પોલીસ હવે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને શોધી રહી છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે લોકો અંગત સંપર્કો દ્વારા આ દલાલનો સંપર્ક કરતા હતા. આ દરમિયાન યુવતીની તસવીર વોટ્સએપ નંબર પર મોકલવામાં આવી હતી. પહોંચતા જ તેમની પાસેથી કેટલાક ટોકન મની લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવતીને હોટેલમાં લઈ જવામાં આવી હતી. પોલીસે આરોપી પાસેથી 30 હજાર રૂપિયા અને ત્રણ મોબાઈલ ફોન કબજે કર્યા છે.