શોધખોળ કરો

Dwarka : યુવકની હત્યા માટે એવું કારણ આવ્યું સામે કે ચોંકી જશો, આરોપીની પત્નિના ચારિત્ર્યનુ કેસ સાથે શું છે કનેક્શન ?

રામશી માલદેભાઈ વાઘેલાની પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા. તેમજ કબૂલાત કરી હતી કે, તેમણે લાકડી તેમજ પથ્થરના ઘા ઝીંકીને વાલાભાઇની હત્યા કરી હતી.

દ્વારકાઃ ગત 5મી ફેબ્રુઆરીએ 30 વર્ષીય યુવકની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. કુરંગા ગામ પાસે વાડી વિસ્તારમાં લાકડી અને પથ્થરના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. જોકે, પોલીસે ગણતરીના દિવસોમાં જ કેસ ઉકેલી નાંખ્યો છે. આ હત્યા રામશી માલદેભાઈ વાઘેલાએ કરી હોવાનું સામે આવ્યું છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, પાંચમી ફેબ્રુઆરીએ લોહીલૂહાણ હાલતમાં 30 વર્ષીય વાલાભાઈ હાથીયાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃતકે આરોપી રામશીભાઇની પત્ની અંગે અણછાજતી માંગણી કરી હતી. આ વાતથી ઉશ્કેરાયને આરોપીએ મૃતકને લાકડી અને પથ્થરથી માર માર્યો હતો. જેને કારણે યુવકનું મોત થયું હતું. દ્વારકા પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે, શંકાસ્પદ લોકોની તપાસ દરમિયાન રામશી માલદેભાઈ વાઘેલાની પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા. તેમજ કબૂલાત કરી હતી કે, તેમણે લાકડી તેમજ પથ્થરના ઘા ઝીંકીને વાલાભાઇની હત્યા કરી હતી. કબૂલાતમાં જણાવ્યું હતું કે, આરોપી અને મરણ જનાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મૃતકે આરોપીની પત્નીને લઈ આવવાની વાત કરી હતી. આ વાતથી ઉશ્કેરાયેલા આરોપીએ યુવકને માર મારીને હત્યા કરી નાંખી હતી. આરોપીએ ગુનામાં વપરાયેલ લાકડી પણ રજૂ કરી હતી.

ટોપ સ્ટોરી

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર
Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
INDvsWI: વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ 
INDvsWI: વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ 
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
પોસ્ટ ઓફિસ ખાતામાં નોમિની માહિતી ખોટી હોય તો શું થશે? પૈસાનો દાવો કરતા પહેલા જાણો 7 મહત્વપૂર્ણ બાબતો
પોસ્ટ ઓફિસ ખાતામાં નોમિની માહિતી ખોટી હોય તો શું થશે? પૈસાનો દાવો કરતા પહેલા જાણો 7 મહત્વપૂર્ણ બાબતો
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ-કોણ સામેલ? કૉંગ્રેસે તમામ પાર્ટીની આપી યાદી 
Embed widget