Jamnagar : કૂવામાં પડી જતાં યુવતીનું મોત, બીમારીથી કંટાળી યુવકે કર્યો આપઘાત
જામજોધપુર તાલુકામાં અલગ અલગ ઘટનામાં બે લોકોના મોતની ઘટના સામે આવી છે. જામજોધપુરના વાલાસણ ગામે અકસ્માતે કુવામાં પડી જતા યુવતીનું મોત થયું છે.
જામનગરઃ જામજોધપુર તાલુકામાં અલગ અલગ ઘટનામાં બે લોકોના મોતની ઘટના સામે આવી છે. જામજોધપુરના વાલાસણ ગામે અકસ્માતે કુવામાં પડી જતા યુવતીનું મોત થયું છે. અન્ય એક બનાવમાં જામજોધપુરના પાટણ ગામે પેટની બીમારીથી કંટાળી યુવકે ગળોફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.
જ્યારે અમદાવાદના કૃષ્ણનગરમાં ઇલેકટ્રીક કરંટ લાગતા એક કલાકમાં જ યુવકનું કરુણ મોત નીપજ્યું છે. પ્રિયા સિનેમા પાસે સોસાયટીમાં લાઇટ ફિંટીંગ કરતા હતા. ઇલેકટ્રીક ફિટીંગની કામગીરી દરમિયાન અચારક કરંટ લાગ્યો હતો.
Ahmedabad : ગાડીની ડેકીનો લોક તોડી 12.94 લાખની ચોરી, જાણો સંપૂર્ણ વિગત
અમદાવાદઃ શહેરમાં ૨ અજાણ્યા ઈસમો ગાડીની ડેકીનો લોક તોડી અંદર રહેલા ૧૨.૯૪ લાખ લઈ ફરાર થઈ ગયા છે. ગાડીની ડેકીનો લોક તોડી કુલ રૂ.12,94,300 અને થેલીમાં રહેલા કપડાં ચોરાયાં છે. ગાંધીનગરના કલોલ તાલુકાના સ્વામિનારાયણ વાસમાં રહેતા ધર્મેન્દ્ર પટેલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Crime News: ફરીદાબાદમાં એક યુવતીને નશીલી દવા પીવડાવીને બળાત્કારનો મામલો સામે આવ્યો છે. યુવકે પાણીમાં નશીલો પદાર્થ નાંખ્યા બાદ તે યુવતીને પીવડાવ્યુ હતું. યુવતી બેભાન થતાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી પિયુષે યુવતીને ઈન્ટરવ્યુના બહાને હોટલમાં બોલાવી હતી. પીડિતાની ફરિયાદના આધારે NIT મહિલા પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો છે. પોલીસ આરોપીને શોધી રહી છે.
શું છે મામલો
પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું કે તેણે સેક્ટર-15માં રહેતા પિયૂષ પાસે નોકરી માટે અરજી કરી હતી. 16 જૂને પિયુષે સેક્ટર-21સી સ્થિત પાર્ક પ્લાઝા હોટલમાં ઈન્ટરવ્યુ માટે બોલાવી હતી. આરોપી તેને એક રૂમમાં લઈ ગયો. ઇન્ટરવ્યુ માટે રૂમ બુક કરવામાં આવ્યો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. આરોપીએ ઇન્ટરવ્યુ લીધો હતો.
આ દરમિયાન આરોપીએ તેને પીવા માટે પાણી આપ્યું, પાણી પીધા બાદ થોડીવારમાં તે બેહોશ થઈ ગઈ. પીડિતાનો આરોપ છે કે જ્યારે તે બેભાન હતી ત્યારે આરોપીએ તેના પર બળાત્કાર કર્યો. જ્યારે તે ભાનમાં આવી ત્યારે વિરોધ કર્યો તો આરોપીઓએ તેને પણ માર માર્યો. પીડિતાએ માતાને ઘટનાથી વાકેફ કર્યા બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી.