Crime News: બોટાદમાં સાસરિયાઓએ જમાઈની હત્યા કરી, પત્ની સાથેની તકરારમાં ખેલાયો ખૂની ખેલ
Gujarat Crime News: ગઢડા રોડ પર પત્નીના ઘરે બોલાચાલી થતાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, સારવાર દરમિયાન ૨૮ વર્ષીય કિશોરનું મોત, ચાર આરોપીની ધરપકડ.

Botad son-in-law murder: બોટાદ શહેરના ગઢડા રોડ પર ગત ૪ એપ્રિલના રોજ સાંજના સમયે એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં સાસરિયા પક્ષ દ્વારા પોતાના જમાઈ (In-laws kill husband Botad) કિશોર વિનુભાઈ જતાપરા (ઉંમર આશરે ૨૮ વર્ષ)ની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. પત્ની સાથે થયેલી તકરારના કારણે પત્ની તેના પિતાના ઘરે રિસામણે બેઠી હતી અને જ્યારે કિશોર તેને મનાવવા માટે સાસરે ગયો ત્યારે આ દુઃખદ ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ, બોટાદ શહેરના ગઢડા રોડ નજીક રાગણી શેરીમાં રહેતા કિશોર વિનુભાઈ જતાપરા ઉર્ફે ગડાને તેની પત્ની સાથે કોઈ બાબતે અણબનાવ (Family dispute turns deadly) થયો હતો. જેના કારણે તેની પત્ની પોતાના પિતાના ઘરે જઈને રહેવા લાગી હતી. પત્નીને પાછી લાવવા માટે કિશોર તેના સાસરે ગયો હતો. ત્યાં કિશોર અને તેના સસરા વચ્ચે બોલાચાલી થઈ હતી અને વાત એટલી વધી ગઈ હતી કે સાસરિયા પક્ષે ઉશ્કેરાઈને (Wife’s family kills husband) કિશોર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો.
આ હુમલામાં કિશોર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, સારવાર દરમિયાન કિશોરનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ મૃતકના બહેન આરતીબેનને થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા.
આરતીબેને પોતાના ભાઈની હત્યા માટે તેના સાસરિયા પક્ષના ચાર લોકો પર આરોપ લગાવ્યો હતો. જેમાં કિશોરના સસરા ધર્મેન્દ્રભાઈ હર્ષદભાઈ વાળા, ખુશીબેન, ઉર્વશીબેન તેમજ હાર્દિકભાઈનો સમાવેશ થાય છે. શરૂઆતમાં આરોપીઓની ધરપકડ ન થતાં આરતીબેને પોતાના ભાઈનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જો કે, ગઈકાલે સાંજે આગેવાનોની સમજાવટ બાદ તેમણે મૃતદેહ સ્વીકાર્યો હતો.
બોટાદ (Botad crime news 2025) પોલીસે આરતીબેન દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલમાં ધર્મેન્દ્ર હર્ષદભાઈ વાળા, ખુશીબેન, ઉર્વશીબેન અને હાર્દિકભાઈ પોલીસ સ્ટેશનમાં છે અને બોટાદ ટાઉન પોલીસ આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ અને કાયદાકીય કાર્યવાહી કરી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને પરિવારમાં શોકનો માહોલ છે.





















