શોધખોળ કરો

જામનગરઃ બે શખ્સો મહિલાને ડેમની પાળ નીચે લઈ ગયા ને પછી શારીરિક સંબંધની કરી માંગ, ને પછી તો.....

મહિલાના ગામના જ બે શખ્સો તેની સાથે શારીરિક સંબંધ બાંધવાના ઇરાદે તેને કણજારીયુ ડેમની પાળ નીચે લઈ ગયા હતા. તેમજ અહીં લાવીને મહિલાને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવા લાગ્યા હતા. જોકે, મહિલાએ આ સંબંધ માટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેમજ બન્ને આરોપીઓને અપશબ્દો બોલી નાતમાં બહાર કરવાની ધમકી આપી હતી. 

જામનગરઃ કાલાવડૉના નાની ભલસાણ ગામની કાળીધાર સીમમાં મહિલાએ અનૈતિક સંબંધ બાંધવાની ના પાડતા બે શખ્સોએ મહિલાની ગળેટૂંપો દઈ હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, મહિલાના ગામના જ બે શખ્સો તેની સાથે શારીરિક સંબંધ બાંધવાના ઇરાદે તેને કણજારીયુ ડેમની પાળ નીચે લઈ ગયા હતા. તેમજ અહીં લાવીને મહિલાને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવા લાગ્યા હતા. જોકે, મહિલાએ આ સંબંધ માટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેમજ બન્ને આરોપીઓને અપશબ્દો બોલી નાતમાં બહાર કરવાની ધમકી આપી હતી. 

એટલું જ નહીં, બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી બૂમાબૂમ કરતાં બંને શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા. તેમજ મહિલાના એકે પગ પકડી રાખ્યા હતા તેમજ બીજા આરોપીએ મહિલાની ચૂંદડીથી ગળે ફાંસો આપીને હત્યા કરી નાંખી હતી,. તેમજ આ પછી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 

ગત 30મી મેના રોજ કણજારીયુ ડેમની પાળ નજીકના વિસ્તારમાંથી મહિલાની લાશ મળી આવતાં પોલીસ દોડી ગઈ હતી. તેમજ તપાસ કરતાં મહિલાનું 15 દિવસ પહેલા મોત થયું હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસ કરતાં આ મહિલાની પોલીસે ઓળખ કરી લીધી હતી. તેમજ પોલીસે જીણવટપૂર્વક તપાસ કરતાં મહિલાની હત્યા થઈ હોવાનું અને અનૈતિક સંબંધની તકરારમાં હત્યા થઈ હોવાનું ખૂલ્યું હતું. પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી.

Rajkot : મહંત આપઘાત કેસ, મહંતનો મહિલા સાથેનો શરીર સંબંધનો વીડિયો ઉતારી ત્રણ શખ્સો કરતા બ્લેકમેઈલ......

રાજકોટઃ રાજકોટ કાગદડી ગામના શ્રી ખોડિયારધામ આશ્રમના મહંતના આપઘાત મામલે આજે  ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીણાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં મહંત જયરામદાસ બાપુના આપઘાત અંગે મોટા ખુલાસા કર્યા હતા. ત્રણ શખ્સો વિરુદ્ધ કુવાડવા પોલીસે ગુનો દાખલ કર્યો છે. મહિલા સાથેનો વિડીયો ઉતારી બ્લેકમેઇલિંગ કરી માર મારતા હોવાનો સૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. રાજકોટ પોલીસે સૂસાઇડ નોટ કબજે કરી છે.

રાજકોટ - ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, ગત 31મી બાપુએ તારીખે ગૌ શાળાની દવા પી લીધી હતી. 1 તારીખે પ્રવીણભાઈ સવારે ઉઠાડવા જતા બાપુ મરણ ગયા હોવાનું જોયું હતું. 30 તારીખે આરોપી સાથે માથાકૂટ થઈ હતી. મહિલા સાથેનો વિડીયો બતાવીને આરોપી બ્લેક મેઇલિંગ કરતા હતા. બાપુને ઉલટી થતા દેવ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. પોલીસને આ અંગે જાણ કરી નહોતી. દોઢ વર્ષથી આરોપીઓ બાપુના સંપર્કમાં હતા. મહિલા સાથેનો આપતીજનક વિડીયો હોવાથી બ્લેકમેઇલિંગ કરતા હતા. સીસીટીવી કેમેરા કબ્જે કરી પોલીસે તપાસ શરૂ કરી છે. સૂસાઈડ નોટની હેન્ડ રાઇટિંગની તપાસ કરવામાં આવશે, એમ ડીસીપી ઝોન 1 મીણાએ જણાવ્યું હતું. 

સૂસાઈડ નોટમાં ત્રણ લોકોના નામ સામે આવ્યા છે. વિક્રમ જાદવ,અલ્પેશ સોલંકી અને હિતેશ જાદવના નામ સૂસાઇડ નોટમાં નામ લખ્યા છે. બાપુનું પી.એમ નથી કરાવ્યું. ડિસીપીએ કહ્યું, બાપુનો વિડીયો મહિલા સાથે હતો જેને લઈને આરીપો બ્લેકમેઈલ કરતા હતા. 20 પાનની સ્યુસાઇડ નોટ બાપુએ લખી છે. પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે. 

નોંધનીય છે કે, રાજકોટના કાગદડી ગામના પાટિયા પાસે આવેલા ખોડિયાર આશ્રમના મહંત સાધુ જયરામદાસ (ઉં.વ.65)નું 1 જૂનના રોજ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર કરી તેમના ભત્રીજા અને અન્ય પાંચેક લોકોએ હિન્દુ પરંપરા મુજબ મહંતની અંતિમવિધિ કરી નાખી હતી. ભત્રીજા અને જમાઇએ હાર્ટ-અટેકમાં ખપાવી મહંતની અંતમિવિધિ કરી નાખી હતી. બંનેએ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરી અવારનવાર પૈસા પડાવતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget