Jamnagar : શિક્ષિકાની હત્યાના કેસમાં ચોંકાવનારી વિગતો આવી સામે, જાણો શું છે હત્યાનું કારણ?
પતિ પત્નીના ચારીત્ર્ય પર શંકા રાખતો હોવાથી બંને વચ્ચે ઝઘડા થતાં હતા. તેમજ આ ઝઘડાથી કંટાળી પત્ની થોડા દિવસ પહેલા પિયર આવી ગઈ હતી. ત્યારે પતિએ પત્નીના આડા સંબંધની શંકા રાખીને ગઈ કાલે છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી.
જામનગરઃ ગઈ કાલે ધોળા દિવસે શિક્ષિકાની ખૂદ પતિએ જ હત્યા કરી નાંખતા ખળભળાટ મચી ગયો હતો. શિક્ષિકા સ્કૂલે જઈ રહી હતી, તે સમયે રસ્તા પર જ પતિએ તેને છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. ખુલ્લેઆમ શિક્ષિકાની હત્યાને પગલે સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, હવે આ હત્યા કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પતિએ પત્નીના આડા સંબંધની શંકા રાખી છરીના ઘા મારી પત્ની હત્યા કરી નાંખી હતી.
એટલું જ નહીં, વેકેશન ખૂલ્યા પછી પહેલા જ દિવસે સ્કૂલે જઈ રહેલી શિક્ષિકા પત્નીને આંતરીને પતિએ છરીના ઘા મારી દીધા હતા. આ સમયે મૃતકને બચાવવા અન્યુ શિક્ષિકા વચ્ચે પડી હતી. જેને પણ આરોપીએ છરી મારી દેતા તેને પણ ઇજા પહોંચી છે.
મહા પ્રભુજી બેઠક પાસે રોડ પર જાહેરમાં નીતાબેન ડાભી નામની શિક્ષિકાની હત્યા કરવામાં આવી છે. ગઈ કાલે સ્કૂલ જતા સમયે તેમના પતી દ્વારા જ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. પતિ પ્રફુલ્લ ડાભીએ જ કરી પત્નીની હત્યા કરી છે. અવાર નવાર પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડાને કારણે હત્યા કરી છે. પોલીસે તપાસ હાથ ધરી છે અને શિક્ષિકાના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે.
શિક્ષિકા નીતાબેન ડાભી અને પ્રફુલના વર્ષ 2006માં લગ્ન થયા હતા. લગ્નથી તેમને એક દીકરી પણ છે. જોકે, લગ્નસંસાર થોડા સમય સારી રીતે ચાલ્યા પછી પતિ-પત્ની વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. પતિ પત્નીના ચારીત્ર્ય પર શંકા રાખતો હોવાથી બંને વચ્ચે ઝઘડા થતાં હતા. તેમજ આ ઝઘડાથી કંટાળી પત્ની થોડા દિવસ પહેલા પિયર આવી ગઈ હતી. ત્યારે પતિએ પત્નીના આડા સંબંધની શંકા રાખીને ગઈ કાલે છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી.
પત્નીની હત્યા પછી હત્યારો પતિ ઘટનાસ્થળે જ ઉભો રહ્યો હતો. પત્નીની હત્યાનો તેના ચહેરા પર સહેજ પણ રંજ દેખાતો નહોતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે હત્યારા પતિની અટકાયત કરી લીધી હતી. તેમજ કોવિડ ટેસ્ટ પછી તેની વિધિવત ધરપકડ કરાશે.
મૃતક શિક્ષિકાના ભાઈએ જણાવ્યું હતું કે, તેમની બહેન અને બનેવી વચ્ચે છેલ્લા 8 વર્ષથી ઝઘડા થઈ રહ્યા હતા. લગ્ન પછી બનેવી કોઈ કામ ધંધો કરતો નહોતો અને બહેન પાસે વારંવાર પૈસા માંગતો હતો. તેમજ લોન લઇને પૈસા વેડફી નાંખતો હતો. જેને કારણે બંને વચ્ચે ખૂબ જ ઝઘડા થતા હતા. આ બધુ સહન ન થતાં 10 દિવસથી બહેન પિયર આવી ગઈ હતી. ત્યારે આજે બનેવીએ મારી બહેનની હત્યા કરી નાંખી છે.