લુણાવાડાઃ ઉંદરા ગામે યુવકે પત્નીના આડાસંબંધથી કંટાળીને સાસરીમાં જ આત્મવિલોપન કરી લેતાં ચકચાર મચી ગઈ છે. યુવકના પિતાની ફરિયાદને આધારે પોલીસે પત્ની સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આને કારણે બે માસૂમ બાળકો રઝળી પડ્યા છે.
2/8
આથી પોલીસે જીજ્ઞેશને 11 કલાકે પત્ની સાથે બોલાવ્યાં હતાં. જ્યાં મામા સસરા ચિરાગ પણ હાજર હતા. અહીંથી ત્રણેય જીજ્ઞેશના ઘરે ધારીતાના કપડા લેવા ગયા ત્યારે ધારીતા પતિ જીજ્ઞેશના બચતના રૂ.62 હજાર લઇ પિયર જતી રહી હતી. પાછળથી જીજ્ઞેશને આ અંગે જાણ થતા ધારીતા પાસે પૈસા પરત માંગ્યા હતાં.
3/8
આ અંગેની વિગતો એવી છે કે, લુણાવાડા તાલુકાના ઉંદરાના જીજ્ઞેશ પંડ્યાના સાત વર્ષ પહેલા ધારીતાબેન સાથે લગ્ન થયા હતા. આ લગ્નથી તેમને એક દીકરો અને એક દીકરી છે. ધારીતાબેનના દિયરના લગ્ન મધ્યપ્રદેશમાં થયા છે. આ લગ્ન સમયે તેઓએ ગાડી ભાડે કરી હતી. આ ગાડીના ડ્રાઇવર સાથે ધારીતાને આંખ મળી ગઈ હતી. તેમજ આ પછી તેમનો અનૈતિક સંબંધ ચાલું થઈ ગયો હતો.
4/8
જીજ્ઞેશના પિતા દિનેશ પંડ્યાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારો દિકરો લાલસર ગામે સ્કુલમાં ફરજ બજાવે છે અને પરિવાર સાથે વિરપુર ભાડાના મકાનમાં રહે છે. વેકેશન હોવાથી બે બાળકોને કડાચલા ગામે મુકી પરત વિરપુર તેની પત્ની ધારીતા સાથે ગયો હતો.
5/8
દરમિયાન જીજ્ઞેશે પત્ની ધારીતાનો મોબાઇલમાં કોલ રેકોડીંગ ચેક કરતા આડા સબંધની જાણ થઇ હતી. જેથી જીજ્ઞેશ પત્ની ધારીતાને પિયર ઉંદરા ગામે મુકી આવ્યો હતો. આ જ દિવસે રાત્રે જીજ્ઞેશના સાસુ પ્રફુલ્લાબેન, સસરા ચંદ્રકાંત અને મામા સસરા ચિરાગભાઇ કડાચલા ગામે આવી ધારીતાને કાંઇ થશે તો તેની જવાબદાર તમારી રહેશે તેમ જણાવ્યું હતું. જેથી જીજ્ઞેશે આ બનાવની જાણ વિરપુર પોલીસ મથકે અરજી દ્વારા કરી હતી.
6/8
7/8
આ જ દિવસે પત્ની, સસરા ચંદ્રકાંત, સાસુ પ્રફુલ્લાબેન અને સાળી અશ્વીનાબેન આવી જઇ જીજ્ઞેશને ગડદાપાટુનો માર મારતાં ઉશ્કેરાયેલા જીજ્ઞેશે દોડી કિરીટ વાળંદના ઘર પાસે કેરોસીન છાંટી આત્મવિલોપન કરી લીધું હતું. તેને સારવાર માટે લુણાવાડા હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. આ બાબતની જાણ દિનેશભાઈએ કોઠંબા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
8/8
જોકે, પત્નીએ જીજ્ઞેશને ધમકી આપી કે તું મરી જાય તો પણ હું પૈસા નહીં આપું. દરમિયાન 24 મેના રોજ જીજ્ઞેશ અને તેના પિતા ઉંદરા ગામે સામાજિક પ્રસંગમાં ગયા હતા. જ્યાં વડીલો મારફતે રૂપિયાના નિકાલની વાત કરતાં કોઇ નિકાલ આવ્યો ન હતો.