Crime News: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, ફાયરિંગ કરી હત્યારો ફરાર
Crime News: વધુ એક ગુજરાતીની વિદેશમાં હત્યા કરવામાં આવી છે. સુરતના સચિન ખાતે આવેલ લાજપોર ગામના રહેવાસી 69 વર્ષીય જગદીશ પટેલની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે.
Crime News: વધુ એક ગુજરાતીની વિદેશમાં હત્યા કરવામાં આવી છે. સુરતના સચિન ખાતે આવેલ લાજપોર ગામના રહેવાસી 69 વર્ષીય જગદીશ પટેલની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. જગદીશ પટેલ અમેરિકાના સાઉથ કેરોલીન રહેતા હતા અને તેઓ ત્યાં મોટેલના બિઝનેસ સાથે સંકળાયેલ હતાં. ગત રોજ એક શખ્સે જગદીશભાઈની ઓફીસમાં ઘુસીને ફાયરિંગ કર્યું હતું. બે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યારો ભાગી છૂટ્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર હત્યારો મોટેલમાં રહેતો હતો અને ભાડાં મુદ્દે માથાકૂટ થતાં હત્યા કરી હોવાનું તારણ છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે અમેરિકામાં કોઈ ગુજરાતીની હત્યા કરવામાં આવી હોય. આ પહેલા પણ અનેક ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવ્યા છે.
અમદાવાદમાં પુત્રની હત્યા કરનાર યુવકને પરિવારે જાહેરમાં રહેંસી નાખ્યો
અમદાવાદમાં ‘ખુન કા બદલા ખુન’ જે ઘટના સામે આવી છે. શહેરના અમરાઈવાડીમાં એક પરિવારે પુત્રની હત્યાનો બદલો લેવા યુવકની જાહેરમાં હત્યા કરી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક નવલેશનો ગેસના બાટલાને લઇ ગત ડિસેમ્બરમાં નટુભાઈ અને તેના પરીવાર સાથે ઝઘડો થયો હતો. આ બબાલમાં નવલેશના પિતરાઈ ગિરિરાજે કિરણ નામના યુવકની હત્યા કરી નાખી હતી. હવે આ અદાવતમાં કિરણના પરિવારે નવલેશની જાહેરમાં ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી છે. આ હત્યામાં કિરણના માતા-પિતા, ભાઈ અને મિત્ર સંડોવાયેલા હોવાનું ખુલાસો થયો છે. હાલમાં અમરાઈવાડી પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકને કોર્ટે જન્મટીપની સજા ફટકારી
ગોધરા 2002 સાબરમતી ટ્રેન કાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકને ગોધરા સેશન કોર્ટે જન્મટીપની સજા ફટકારી છે. ગોધરા SOG પોલીસે 19 વર્ષ બાદ આરોપી રફીક હુસેન ભટુકને તેના ઘરેથી ગત 15 ફેબ્રુઆરી 2021ના રોજ ઝડપી પાડ્યો હતો. આરોપી રફીક હુસેન ભટુક પોતાની સાચી ઓળખ છુપાવી દિલ્હીમાં મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરતો હતો.
ટ્રેન સળગાવવા પેટ્રોલ ભરી આપવાના ગુનામાં સંડોવાયેલ હતો
ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડના આરોપી રફીક હુસેન ભટુકને ગોધરાની સેશન કોર્ટે જન્મટીપની સજા ફટકારી છે. ગોધરા કાંડનો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક છેલ્લા 19 વર્ષથી નાસતો ફરતો હતો. આરોપી ગત 15 ફેબ્રુઆરી 2021ના રોજ તેના ઘરેથી ઝડપાયો હતો. રફીક હુસેન ભટુક ટ્રેન સળગાવવા પેટ્રોલ ભરી આપવાના ગુનામાં સંડોવાયેલ હતો. રેલ્વેની પોલીસ ફરીયાદમાં રફીક ભટુકને કોર ગૃપનો મુખ્ય આરોપી દર્શવ્યો હતો. રફીક હુસેન ભટુક છેલ્લા 19 વર્ષથી દિલ્લી સહિતના અન્ય શહેરોમાં છુપાઇને રહેતો હતો.