કોર્ટમાં રજૂ કરાયા પછી રમેશ સોલંકી અને અજય સોલંકીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે સગીરને જુવેનાઇલ હોમમાં મોકલવામાં આવ્યો છે.
2/5
આ પછી સગીરા ત્યાંથી નીકળી ગઈ હતી. જોકે, તાજેતરમાં જ આ શખ્સોએ બળાત્કારનો વીડિયો વાયરલ કરી દેતાં આખા ગામમાં ભારે ચકચાર જાગી હતી. વીડિયો સગીરાના પરિવાર સુધી પહોંચતા પરિવારે આ ત્રણેય આરોપીએ સામે ફરિયાદ કરતાં પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી અને તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા.
3/5
નડિયાદઃ માતરના રતનપુરામાં સગીરા પર યુવક દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાની અને યુવકના મિત્રોએ વીડિયો ઉતારી વાયરલ કરી દીધો હોવાની ઘટના સામે આવતાં આખા ગામમાં ખળભળાટ મચી ગયો છે. સગીરાના પરિવારે ફરિયાદ કરતાં ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા હાલ, બેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે. જ્યારે સગીરને જુવેનાઇલ હોમમાં મોકલાયો છે.
4/5
સગીરા ખેતરે મળવા આવતાં રમેશે પોત પ્રકાશ્યું હતું અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બીજી તરફ રમેશના બંને મિત્રોએ આ ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો. બળાત્કાર પછી આ અંગે કોઈને વાત કરશે, તો વીડિયો વાયરલ કરી દેશે તેવી સગીરાને ધમકી આપી હતી. સાથે સાથે જાનથી મારી નાંખવાની પણ આ લોકોએ ધમકી આપી હતી.
5/5
આ અંગેની વિગતો એવી છે કે, માતરના રતનપુરમાં રમેશ ઉર્ફે ભૈલુ ચિમનભાઈ સોલંકીએ ગામની જ સગીરાને ફોન કરી મળવા માટે ખેતરે બોલાવી હતી. સગીરા મળવા આવી ત્યારે રમેશ ઉપરાંત તેનો મિત્ર અજય કિરીટ સોલંકી અને એક સગીર હાજર હતા.