શોધખોળ કરો
Advertisement
નાગપુરઃ 22 વર્ષની યુવતીએ હોટલના રૂમમાં પોર્ન ફિલ્મોની સ્ટાઈલમાં પ્રેમીના હાથ-પગ બાંધી માણ્યું શરીર સુખ ને પછી ગઈ વોશરૂમમાં.....
પોલીસે જણાવ્યું હતું કે, બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએટ આ યુવતીને ફાયર એન્જીનિયર તરીકે કામ કરતા 28 વર્ષના યુવક સાથે છેલ્લા પાંચ વર્ષથી શારીરિક સંબંધ હતા.
નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં 22 વર્ષની યુવતીએ હોટલના રૂમમાં પોર્ન ફિલ્મોની સ્ટાઈલમાં પોતાના 28 વર્ષના પ્રેમીના હાથ-પગ દોરીથી બાંધી દીધા હતા અને ગળામાં પણ દોરી બાંધીને ખુરશી પર બેસાડીને શારીરિક સંબંધો બાંધ્યા હતા. શરીર સુખ માણ્યા પછી યુવતી વોશરૂમમાં ગઈ હતી ત્યારે અચાનક ખુરશીનો પાયો તૂટતાં યુવક નીચે પછડાતાં ગળામાં બાંધેલી દોરીથી તેનો શ્વાસ રૂંધાતાં તેનું મોત થયું હતું. યુવતીએ તરત હોટલના સ્ટાફને બોલાવ્યો હતો પણ સારવાર મળે એ પહેલાં તેનું મોત થયું હતું.
પોલીસે જણાવ્યું હતું કે, બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએટ આ યુવતીને ફાયર એન્જીનિયર તરીકે કામ કરતા 28 વર્ષના યુવક સાથે છેલ્લા પાંચ વર્ષથી શારીરિક સંબંધ હતા. બંને ગુરૂવારની રાતે એક સાથે સમય વિતાવવા માટે અહીં હોટલમાં આવ્યાં હતાં. શારીરિક સુખમાં ઉત્તેજના વધારવા માટે યુવતીએ પોર્ન ફિલ્મોની સ્ટાઈલમાં પ્રેમીના હાથ-પગ નાઈલોનની રસીથી ખુરશી સાથે બાંધી દીધા હતા. ગળામાં પણ દોરી લટકાવી દીધી હતી. આ રીતે તેણે પ્રેમી સાથે શરીર સુખ માણ્યું હતું.
પોલીસે આપેલી માહિતી પ્રમાણે, શરીર સુખ માણ્યા બાદ યુવતી વોશરૂમમાં જતી રહી હતી અને ત્યારે જ પાયો તૂટતાં ખુરશી પડી ગઈ હતી. ખુરશી નીચે પટકાતા પ્રેમી પણ નીચે ફસડાઈ પડ્યો અને તેના ગળામાં રહેલી રસીનું દબામ ને હોટલના લોજના માણસોને બોલાવ્યા હતા પણ પ્રેમીને બચાવી નોતો શકાયો.
આ વાતની જાણ થતાં પોલીસ પણ પહોંચી ગઈ હતી અને યુવતીની ધરપકડ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. યુવકના પરિવરજનોનો આક્ષેપ છે કે, યુવકની પત્નિએ 22 દિવસ પહેલા જ પુત્રને જન્મ આપ્યો છે. આ કારણે તેની પ્રેમિકા અપસેટ હતી તેથી તેણે યોજના બનાવીને યુવકની હત્યા કરી નાંખી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
વડોદરા
ક્રિકેટ
Advertisement