(Source: ECI/ABP News/ABP Majha)
પંજાબઃ આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સંદિપ નંગલની ચાલુ મેચમાં 8થી 10 ગોળીઓ મારીને હત્યા
શાહકોટના મલ્લીયન કાલન ગામમાં એક કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે જ સંદિપ ઉપર 8 થી 10 ગોળી ચલાવામાં આવી હતી.
પંજાબના જાલંધરમાં ગઈકાલે સોમવારે આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સંદિપ નંગલની ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. શાહકોટના મલ્લીયન કાલન ગામમાં એક કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે જ સંદિપ ઉપર 8 થી 10 ગોળી ચલાવામાં આવી હતી અને તેની હત્યા કરાઈ હતી.
આ સમગ્ર ઘટના અંગે મીડિયા સાથે વાતચીતમાં જાલંધર પોલીસના SSP સતીન્દરસિંહે જણાવ્યું કે, ચાર અજાણ્યા લોકો એક કારમાં આવ્યા હતા અને ચાલુ મેચ દરમ્યાન સંદિપ પર ગોળીઓ વરસાવી હતી. હાલ તપાસ ચાલુ છે અને વધુ માહિતી પોસ્ટમોર્ટમ બાદ મળશે.
Punjab| Kabbadi player Sandeep Nangalwas shot dead by unidentified people in Mallian
Four people arrived in a car & shot him during an ongoing match. FIR has been registered, we're investigating. Further details can be given after post mortem:Satinder Singh, SSP Jalandhar Police pic.twitter.com/czvnnu9L9G— ANI (@ANI) March 14, 2022
અજાણ્યા ચાર શખ્સોએ સંદિપ નંગલ પર 8 થી 10 ગોળીઓ ચલાવી હોવાની શક્યતા છે. ડીવાયએસપીએ આ અંગે જણાવ્યું હતું કે, 10 ગોળીઓના ખાલી શેલ ઘટના સ્થળ પરથી મળ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો લોકોએ બનાવ્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
40 વર્ષીય કબડ્ડી ખેલાડી સંદિપ નંગલ શાહકોટના નંગલ અંબીયા ગામનો વતની હતો. સંદિપનો પરિવાર ઈંગ્લેન્ડમાં રહે છે અને સંદિપ પંજાબના ગામડાઓમાં અવારનવાર કબડ્ડી ટૂર્નામેન્ટનું આયોજન કરાવે છે. આવી જ એક ટૂર્નામેન્ટમાં સંદિપની હત્યા થઈ છે. પોલીસ હાલ હત્યારાઓને પકડવા અને હત્યા શા માટે કરાઈ તેની તપાસ કરી રહી છે.
વાંચો વિગતેઃ