Crime News: સામૂહિક આપઘાત મામલે પોલીસે TRB સહિત બે વ્યાજખોરો ને ઝડપ્યા, જાણો કેટલું વસૂલતા હતા વ્યાજ
ટ્રાફિક વોર્ડન ધર્મેશ સોલંકી અને પ્રહલાદ સિંહ જાડેજાની પોલીસે કરી ધરપકડ છે અને હજુ પણ બે વ્યાજખોરો પોલીસ પકડથી દૂર છે. 22 દિવસ પેહલા સોની દંપતી અને પુત્રએ વ્યાજખોરોના ત્રાસથી સામૂહિક આપઘાત કર્યો હતો.
Rajkot News : રાજકોટના સોની દંપત્તિના સામૂહિત આપઘાત મામલો મોટો ખુલાસો થયો છે. પોલીસે આ ઘટનામાં ટીઆરબી સહિત બે વ્યાજખોરોને ઝડપી પાડ્યા છે. આ લોકો 10 ટકાથી વધુ વ્યાજ વસૂલ કરતાં હતા. ટ્રાફિક વોર્ડન ધર્મેશ સોલંકી અને પ્રહલાદ સિંહ જાડેજાની પોલીસે કરી ધરપકડ છે અને હજુ પણ બે વ્યાજખોરો પોલીસ પકડથી દૂર છે. 22 દિવસ પેહલા સોની દંપતી અને પુત્રએ વ્યાજખોરોના ત્રાસથી સામૂહિક આપઘાત કર્યો હતો.
યુનિવર્સિટી પોલીસે મોતને ભેટેલા સોની પરિવારના મોબાઈલ ફોનના કોલ ડિટેઈલની તપાસ કરતાં તેમાં કરણ ધર્મેશભાઈ સોલંકી (ઉ.વ.22) નામનો ધોબી યુવાન કે જે ગાયત્રીનગર શેરી નં.2માં જલારામ ચોક પાસે ‘જય ભવાની’ નામના મકાનમાં રહે છે તે અને પ્રહલાદસિંહ કિશોરસિંહ જાડેજા (ઉ.વ.31) નામનો ગરાસીયા યુવાન કે જે રાધેકૃષ્ણ સોસાયટી શેરી નં.1, બ્રહ્માણી હોલવાળી શેરીમાં રહે છે તેમના વારંવાર કોલ થયેલા હોવાનું અને પરિવારને વ્યાજ માટે વારંવાર ધમકાવ્યો હોવાનું ખુલતાં બન્નેની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ કરણ અને પ્રહલાદસિંહે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે કરણે એક વર્ષ પહેલાં મૃતક કીર્તિભાઈ ધોળકીયાને 10% વ્યાજ લેખે 46 હજાર રૂપિયા આપ્યા હતા.
પ્રહલાદસિંહ જાડેજાએ એક વર્ષ પહેલાં જ 10% વ્યાજ લેખે 70 હજાર રૂપિયાનું ધિરાણ કર્યું હતું. આ પછી બન્ને નિયમિત રીતે કીર્તિભાઈ પાસેથી વ્યાજ વસૂલતા હતા. જો કે છેલ્લા થોડા સમયથી કીર્તિભાઈની સ્થિતિ નબળી હોવાથી તેઓ વ્યાજ ચૂકવી શકવાની સ્થિતિમાં નહોતા એટલા માટે બન્નેએ વ્યાજ માટે કીર્તિભાઈને ધમકાવાનું શરૂ કર્યું હતું અને વારંવાર માથાકૂટ કરી હોવાનું કબૂલ્યું હતું.
કેનેડામાં શીખો પર નથી અટકી રહ્યાં હુમલા, ઘરમાં ઘૂસીને છરીના ઘા મારીને મહિલાની કરાઈ હત્યા
કેનેડામાં ભારતીયો પર હુમલાના અવારનવાર અહેવાલો આવે છે, જેમાં શીખ સમુદાયના વધુ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરનો મામલો કેનેડાના સરેનો છે, જ્યાં એક 40 વર્ષીય શીખ મહિલાને તેના ઘરમાં ઘૂસીને છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે જણાવ્યું હતું કે તેમને બુધવારે (7 ડિસેમ્બર) રાત્રે 9.30 વાગ્યે છરી વડે હુમલાની માહિતી મળી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે. મામલાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મહિલાની હાલત ગંભીર હતી, જ્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ કેસમાં અગાઉ મહિલા હરપ્રીત કૌરના 40 વર્ષીય પતિની હત્યાની શંકાના આધારે સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી. જો કે બાદમાં પૂછપરછ બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો. પોલીસે અપીલ કરી છે કે જો કોઈની પાસે આ મામલાને લગતી કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પોલીસને જણાવે.