શોધખોળ કરો

Shraddha Case: આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ કઇ છોકરીને ઘરે બોલાવી હતી, કોણ છે તે ? જાણો

કથિત રીતે શ્રદ્ધાની હત્યા અને તેના મૃતદેહના ટૂકડા કર્યા બાદ આરોપી આફતાબે તેના ટૂકડાને ફ્રિઝમાં રાખ્યા હતા. તે પછી એક છોકરીને પોતાના ઘરે બોલાવી હતી.

Mehrauli Murder Case: શ્રદ્ધા વૉલકરની હત્યા (Shraddha Murder) બાદ આરોપી આફતાબે (Accused Aftab) કઇ છોકરીને (Girl) પોતાના ઘરે (Home) બોલાવી હતી, પોલીસે તે છોકરીને ઓળખ (Identity) કરી લીધી છે. આ છોકરીનો દિલ્હી પોલીસે (Delhi Police) સંપર્ક કરી લીધો છે અને પુછપરછ થઇ ચૂકી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, આ છોકરી વ્યવસાયથી એક સાઇકૉલજિસ્ટ (Psychologist) છે, આરોપી આફતાબ ડેટિંગ એપ બમ્બલનો ઉપયોગ કરતો હતો, ડેટિંગ એપથી સંપર્કમાં આવેલી એક છોકરીને તેને પોતાના ઘરે બોલાવી હતી. 

કથિત રીતે શ્રદ્ધાની હત્યા અને તેના મૃતદેહના ટૂકડા કર્યા બાદ આરોપી આફતાબે તેના ટૂકડાને ફ્રિઝમાં રાખ્યા હતા. તે પછી એક છોકરીને પોતાના ઘરે બોલાવી હતી. મળેલી જાણકારી અનુસાર, જે છોકરી આરોપી આફતાબના ઘરે આવી હતી, તે ધંધાથી એક મનોચિકિત્સક છે, આ મામલામાં પોલીસ આફતાબના ઘરે આવનારી છોકરીની શોધખોળ કરી હતી, હવે જ્યારે પોલીસને છોકરીને જાણ થઇ ગઇ છે, અને પુછપરછ કરી ચૂકી છે, તો આ જઘન્ય હત્યાકાંડમાં બીજા કેટલાય વધુ ખુલાસો થઇ શકે છે. 

Shraddha Murder Case: આફતાબને 13 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, DNA ટેસ્ટમાં શ્રદ્ધાના હાડકા અને બ્લડ સેમ્પલ પિતા સાથે થયા મેચ - 
Aftab Poonawala:  શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાને કોર્ટે 13 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. અગાઉ આફતાબને આંબેડકર હોસ્પિટલમાંથી લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં જ કોર્ટની ઉભી કરવામાં આવી હતી. અહીં જ આફતાબને રજૂ કરવામાં આવ્યો હતો. આ વાતની પુષ્ટિ કરતા સ્પેશિયલ સીપી લો એન્ડ ઓર્ડર સાગરપ્રીત હુડ્ડાએ કહ્યું કે દિલ્હી પોલીસે મેજિસ્ટ્રેટને આંબેડકર હોસ્પિટલમાં જ કોર્ટ ઉભી કરવાની વિનંતી કરી હતી.

દિલ્હી પોલીસની ટીમ પ્રી-નાર્કો ટેસ્ટ પ્રક્રિયા માટે આફતાબને આંબેડકર હોસ્પિટલમાં લઈ ગઈ હતી. દરમિયાન, તે શનિવારે, 26 નવેમ્બર 2022 ના રોજ કોર્ટમાં હાજર થયો હતો અને સુનાવણી પછી કોર્ટે આફતાબને 13 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. હવે આફતાબનું નવું ઘર તિહાર જેલ હશે.

પોલીસ કેસ ઉકેલવા પ્રયાસ કરી રહી છે -
શ્રદ્ધા હત્યા કેસનું રહસ્ય હજુ પણ અટવાયેલું છે. ભલે આરોપી આફતાબે પોલીસની સામે પોતાનો ગુનો કબૂલી લીધો હોય પરંતુ આવા અનેક સવાલો છે જે પોલીસ માટે પેચીદા બની રહ્યા છે. દિલ્હી પોલીસને હજુ સુધી એવા પુરાવા મળ્યા નથી જેનાથી તે કોર્ટમાં આફતાબને દોષિત સાબિત કરી શકે..

દિલ્હી પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે શ્રદ્ધાની હત્યા દિલ્હીમાં થઈ હતી પરંતુ સમગ્ર ષડયંત્ર હિમાચલમાં ઘડવામાં આવ્યું હતું. આ મામલાને ઉકેલવા માટે દિલ્હી પોલીસ પાંચ રાજ્યોમાં તપાસ કરી રહી છે. પોલીસ શ્રદ્ધા અને આફતાબના મુંબઈમાં નજીકના મિત્રોની પણ પૂછપરછ કરી રહી છે. અહીં, ગુરુગ્રામમાં પણ, પોલીસે શ્રદ્ધાની હત્યામાં વપરાયેલા હથિયારોની ઘણી વખત શોધ કરી છે.

શ્રદ્ધાના હાડકા તેના પિતાના બ્લડ સેમ્પલના ડીએનએ સાથે મેચ થયા - 
શ્રદ્ધા મર્ડર કેસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ફોરેન્સિક લેબના સૂત્રોના જણાવ્યા મુજબ, શ્રદ્ધાના હાડકા તેના પિતાના બ્લડ સેમ્પલના ડીએનએ સાથે મેચ થયા હતા. આમ ફોરેન્સિક તપાસમાં શ્રદ્ધાની હત્યાની પુષ્ટિ થઈ હતી. આફતાબે જ શ્રદ્ધાની હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. રિકવર કરાયેલા કેટલાક હાડકા અને ટાઇલ્સની વચ્ચેથી મળેલા લોહીના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક ટીમે દિલ્હી પોલીસને મૌખિક માહિતી આપી છે. સંપૂર્ણ રિપોર્ટ આવવામાં થોડા દિવસો લાગશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget