(Source: ECI/ABP News/ABP Majha)
છોટા ઉદેપુર : GSFCના ખાતરના ડેપો મેનજરે 44 લાખનું ખાતર સગેવગે કરી છેતરપિંડી આચરી
Chhota udepur News : છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી ગામે GSFCના ખાતરના ડેપો મેનજરે 44 લાખનું ખાતર સગેવગે કરી છેતરપિંડી આચરી.
Chhota udepur : છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી ગામે GSFCના ખાતરના ડેપો મેનજરે 44 લાખનું ખાતર સગેવગે કરી છેતરપિંડી આચરી હોવાનું સામે આવતા આ ડેપો મેનેજર વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી ગામે GSFC ના ડેપો મેનેજરે ખાતર બારોબાર વેચી દઈ કૌભાંડ આચર્યું છે. નિયમ મુજબ કર્મચારીઓ દ્વારા ખાતરને ખેડૂતોને વેચાણ કરવાનું હોય છે જેની નોંધણી ઑનલાઇન અને ઓફલાઇન કરવાની હોય છે, અને જે આવક થાય તે રકમ GSFC એગ્રો લિમિટેડ કંપનીમાં જમા કરવાની હોય છે. પણ આવું ના કરતાં ખાતર ડેપોના ઇન્ચાર્જ મેનજર શૈલેશ વસાવાએ ખાતરનો મોટો જથ્થો સગેવગે કરી રકમ ચાઉં કરી ગયો હોવાનું સામે આવ્યું છે.
જયારે વડોદરા હેડ ઓફિસના બે અધિકારી પુનમભાઈ બોરા અને વિપુલ પટેલે તારીખ 14-3-22 ના રોજ આકસ્મિક મુલાકાત કરી ઓડિટ હાથ ધર્યું ત્યારે 44 લાખ 25 હજારના ખાતરના જથ્થામાં વિસંગતતા જણાઈ હતી. કંપનીના કર્મચારીઓએ જથ્થાને સીલ કર્યો અને કંપનીમાં જાણ કરી હતી.
કંપનીએ શૈલેષ વસાવાને ખુલાસો આપવા જણાવ્યુ પણ ઇન્ચાર્જ ડેપો મેનેજર ખુલાસો આપી શક્યો નહી. આખરે વડોદરા GSFC એગ્રો લીમીટેડની હેડ ઓફીસના આસિસ્ટન્ટ મેનેજર દિવ્યરાજ રાઠોડે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી. જિલ્લા SOG એ ગણતરીના કલાકોમાં જ શૈલેષ વાસવાને ઝડપી પાડ્યો છે. હાલ તો આકસ્મિક તપાસમાં આટલું મોટું કૌભાંડ બહાર આવતાં નિયમિત મુલાકાત કરતાં સુપરવાઇઝરો સામે પણ કૌભાંડમાં સામેલ હોવાની શંકા વર્તાઈ રહી છે, જે દિશામાં પોલીસની તપાસમાં વધુ આરોપીઓ ઝડપાય તેવું લાગી રહ્યું છે.
તાપી-પાર લિંક યોજના રદ્દ
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન પટેલે જાહેરાત કરી છે કે ગુજરાત સરકારે તાપી-પાર લિંક યોજના રદ્દ કરી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી છે.ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ તાપી-પાર લિંક યોજનાનો સતત વિરોધ કરી રહ્યાં હતા. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે, ત્યારે આદિવાસીઓના રોષનો ભોગ ન બનવું પડે માટે સરકારે આ નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.