(Source: ECI/ABP News/ABP Majha)
Student Suicide: શાળાના કેમ્પસમાં જ વિદ્યાર્થિનીએ ગળા ફાંસો ખાઇ કરી લીધી આત્મહત્યા
રાજકોટ જિલ્લાના વિંછીયાની આદર્શ સ્કૂલના કેમ્પસમાં વિદ્યાર્થિનીએ આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું. વિદ્યાર્થીની આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી હતી. શાળાના કેમ્પસમાં સુસાઇડ કરી લેતાં ચકચાર મચી ગઇ છે.
Student Suicide: રાજકોટ જિલ્લાના વિંછીયાની આદર્શ સ્કૂલના કેમ્પસમાં વિદ્યાર્થિનીએ આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું.વિદ્યાર્થીની આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી હતી. શાળાના કેમ્પસમાં સુસાઇડ કરી લેતાં ચકચાર મચી ગઇ છે.
રાજકોટ જિલ્લાના વિંછીયાની આદર્શ સ્કૂલના કેમ્પસમાં વિદ્યાર્થિનીએ આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું. વિદ્યાર્થીની આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી હતી. શાળાના કેમ્પસમાં સુસાઇડ કરી લેતાં ચકચાર મચી ગઇ છે. વીંછિયાની આ આદર્શ સ્કૂલ મંત્રી કુંવરજી બાવળીયાની છે. વિદ્યાર્થિનીએ વૃક્ષ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની વિગત મળી છે. વિદ્યાર્થિનીનો મૃતદેહ ઝાડ પરથી લટકતો જોવા મળ્યો હતો. ઉલ્લેનિય છે કે, આ વિદ્યાર્થિની ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીએ ક્યાં કારણે આપઘાત કર્યો તેનું કારણ હજું અકબંધ છે. આ ઘટના ગત રાત્રે બની હતી. વિંછીયા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
B.V. Doshi Death: જાણીતા આર્કિટેક્ટ બીવી દોશીનું નિધન, અનેક જાણીતી ઈમારતોની ડિઝાઇન કરી હતી તૈયાર
BV Doshi Death:જાણીતા આર્કિટેક્ટ બીવી દોશીનું 95 વર્ષની વયે નિધન થયું છે. તેમણે આઈ આઈ એમ બેંગ્લોર, આઈઆઈએમ ઉદેપુર, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી ન્યુ દિલ્હી સહિત અનેક જાણીતી બિલ્ડિંગનની ડિઝાઇન તૈયાર કરી હતી. લાંબા સમયની બીમારીના કારણે તેમનું નિધન થયું છે. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે.બીવી દોશીને પદ્મભૂષણ, પદ્મશ્રી, રોયલ ઇન્સ્ટિટયૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક રોયલ ગોલ્ડ મેડલ, પ્રીઝર્કર આર્કિટેક્ચર પ્રાઇઝ જેવા અનેક એવોર્ડ થી સન્માનિત છે.
ફોર્ચ્યુન ટોપ-50 લીડર્સમાં મળી ચુક્યું છે સ્થાન
ફોર્ચ્યુન ટોપ-50 લીડર્સના લિસ્ટમાં બીવી દોશીને સ્થાન મળ્યું હતું. મહાન ચિત્રકાર એમએફ હુસૈન સાથેની મિત્રતાની યાદ આપતી અમદાવાદમાં આવેલી હુસૈન-દોશી ગુફા તેમણે ડિઝાઇન કરેલી છે. ભારતમાં આર્કિટેક્ચર ક્ષેત્રે અવનવા સ્વરૂપોમાં તેમનો મહત્ત્વનું યોગદાન છે. અમદાવાદના બીવી દોશી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આર્કિટેક્ટ. તેઓ પ્રથમ એવા ભારતીય સ્થપતિ છે કે જેમને આર્કિટેક્ચરનું સૌથી ઊંચું સન્માન પ્રિત્ઝકર પ્રાઇસ મળ્યું છે.
પીએમ મોદીએ શું કર્યુ ટ્વિટ
પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને લખ્યું, ડો. બી.વી. દોશીજ એક તેજસ્વી આર્કિટેક્ટ અને નોંધપાત્ર સંસ્થાના નિર્માતા હતા. આવનારી પેઢીઓ સમગ્ર ભારતમાં તેમના સમૃદ્ધ કાર્યની પ્રશંસા કરીને તેમની મહાનતાની ઝલક મેળવશે. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યુ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને લખ્યું, સ્થાપત્ય જગતના ધ્રુવતારા સમાન વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ, પ્રિટ્ઝકર પ્રાઈઝ વિજેતા, ‘પદ્મભૂષણ’ બાલકૃષ્ણ દોશીજીના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરું છું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનો, અસંખ્ય ચાહકો અને શિષ્યોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.