Valsad : 'મારે આ છોકરી જોઇએ, અમે ના પાડી ને....' યુવક પરિવાર પર હુમલો કરી સગીરાને ભગાડી ગયો ને પછી...
એકતરફી પ્રેમમાં પાગલ પારડી તાલુકાના ગામમાં યુવકે ઘરમાં ધુસી જઈ તેની માતા અને કાકા તેમજ બહેન પર લાકડા જેવા હથિયારથી જીવલેણ હુમલો કરી 17 વર્ષીય સગીરાને લઈ ભાગી ગયો હતો.
વલસાડઃ એકતરફી પ્રેમમાં પાગલ પારડી તાલુકાના ગામમાં યુવકે ઘરમાં ધુસી જઈ તેની માતા અને કાકા તેમજ બહેન પર લાકડા જેવા હથિયારથી જીવલેણ હુમલો કરી 17 વર્ષીય સગીરાને લઈ ભાગી ગયો હતો. સુરત જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે જિલ્લાની પોલીસ દોડતી થઇ હતી. પોલીસે ઘટનાની ગંભીરતા લઈ નાકાબંધી કરી સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે સમગ્ર મામલે સગીરા બચાવી લેવામાં આવી છે, જ્યારે આરોપીઓની શોધખોળ હજી ચાલુ છે.
છોકરીની માતાએ કહ્યું કે, અમારી છોકરીને હેરાન કરતો હતો. મને અને મારા દિયર ને કુલ્હાડી વડે માર મારવામાં આવ્યો. દીકરીનું અપહરણ કરી ગયો હતો. બેહોશ થઇ જતા હોસ્પિટલમાં લઇ આવ્યા. છોકરીના કાકાએ કહ્યું કે, આ યુવક ગામની છોકરીઓ અને વહુઓને છેડતો હતો. અવારનવાર આ મામલે યુવકને ચેતવણી અપાઈ હતી. સગીરાના ઘરમાં આવીને માર મારતા તાતકાલિક અમે પહોંચી ગયા હતા. અમારા પર પણ હુમલો કર્યો હતો. સગીરાનું અપહરણ કરી જંગલ વિસ્તાર માં ભાગી ગયો હતો.
પારડીના પરિયા વેલવાગડ તળાવ ફળિયામાં રહેતો સુનીલ જયેશ છીબુ પટેલ એક ગામની 17 વર્ષીય સગીરાને એકતરફી પ્રેમ કરતો હતો. એ બાબતની જાણ બંનેના પરિવારને થતાં છેલ્લા એક વર્ષથી કુટુંબના સભ્યો દ્વારા વારંવાર સમજાવવા છતાં સુનીલ પોતાની જીદ છોડવા તૈયાર ન હોય અને સગીરાના પરિવારને જાનથી મારી નાખીશ ને પણ હું આને લઈ જઈશ એવી ધમકી આપતો હતો. ગતરોજ યુવકે સગીરાના ઘરે પાછળથી પ્રવેશી તેની માતા અને કાકા તેમજ એક બહેન પર લાકડા જેવા સાધન વડે જીવલેણ હુમલો કરી તમામને માથા, પગ તથા હાથમાં ફટકા મારી સગીરાને લઈ ઘરની નજીક આવેલી એક વાડીમાંથી ભાગી ગયો હતો. હુમલામાં ઘાયલ તમામને 108 દ્વારા સારવાર અર્થે પારડીની મોહન દયાળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
સમગ્ર મામલે ઘટનાની જાણ થતાં તાત્કાલિક પારડી પોલીસને તથા તેમના ડી સ્ટાફ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી .આરોપી યુવક સગીરા ને જંગલ વિસ્તાર માં લઇ ગયો હૉવાને લઈને સગીરાને શોધવા તમામ પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા . પારડી પોલીસ સહિત LCB અને SOGની અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. નાકાબંધી સાથે વાડીમાં સર્ચ કરવા થર્મલ ડ્રોનનો ઉપયોગ કરી શોધખોળ હાથ ધરવામાં આવ્યું હતું .સાથે સાથે ગામ ના યુવાનો ની પણ મદદ લેવામાં આવી હતી સમગ્ર મામલે યુવતી વહેલી સવારે સલામત રીતે મળી આવી હતી જેને લઈને પોલીસે હાશકારો અનુભવ્યો હતો તો બીજી તરફ આરોપી ને પકડવા માટે અલગ અલગ ટિમો બનાવી ને સર્ચ ઓપરેશન ચલાવવા માં આવી રહ્યું છે હાલ સગીરા ની મેડિકલ કરાવી વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
ગઈ કાલે વલસાડના પારિયામાં એકતરફી પ્રેમીએ પરિવાર પર જીવલેણ હુમલો કરી સગીરાનું અપહરણ કર્યું હતું અપહ્યત સગીરાને મુક્ત કરાવવામાં પોલીસને સફળતા મળી છે. પરંતુ આરોપી હજુ પોલીસ પકડથી દુર છે. 10 થી વધુ પોલીસ ના કાફલાએ રાતભર જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગઈ કાલે સુનિલ પટેલ નામના યુવકે સગીરાના ઘરમાં ઘુસી પરિવારજનો પર જીવલેણ હુમલો કર્યો હતો.
તીક્ષ્ણ હથિયારથી હુમલામાં સગીરાની માતા અને કાકાને ગંભીર ઈજા થઈ હતી અને સગીરાનું અપહરણ કર્યું હતું. ફરાર આરોપીને ઝડપવા પોલીસે સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. સગીરાના નિવેદન અને મેડિકલ તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરાઇ છે.