CRIME NEWS: રાજકોટમાં ચોકીદારે ઘર કામ કરતી તરુણી પર આચર્યું દુષ્કર્મ, ભાઈને મારી નાખવાની આપી ધમકી
CRIME NEWS: રાજકોટમાં ચોકીદારે ઘર કામ કરતી તરુણી ઉપર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આરોપી ચોકીદાર હિતેશ બ્રહ્મભટ્ટ સામે તરૂણીની માતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
CRIME NEWS: રાજકોટના પામ સિટી એપાર્ટમેન્ટનાં ચોકીદારે ઘર કામ કરતી તરુણી ઉપર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આરોપી ચોકીદાર હિતેશ બ્રહ્મભટ્ટ સામે તરૂણીની માતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઘર કામ કરવા જતી તરુણીને લલચાવી ચોકીદારે એપાર્ટમેન્ટનાં રૂમમાં જ દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે. તરુણી તાબે નહી થાય તો તેના ભાઈને મારી નાખવાની ધમકી આપ્યાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કોડીનારમાં છરીની અણીએ મહિલા પર બળાત્કાર
કોડીનારના સેઢાયા ગામની યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. યુવતીને છરી બતાવી વિઠળપુર ગામે નદી કાંઠા વિસ્તારમાં લઇ જઇ બળાત્કાર ગુજાવામાં આવ્યો હતો. જે બાદ આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોડીનાર પોલીસ સ્ટેશનમાં 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, દુષ્કર્મની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાક મચી જવા પામી છે.
મુંદ્રામાં મંદિરે દર્શન કરી પરત ફરતી મહિલાનું અપહરણ
મુંદ્રાના ગુંદાલા ગામે ભેદી સંજોગોમાં મૃત મળેલી ૬૫ વર્ષિય વૃધ્ધ મહિલાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યા બાદ બાવળના ઝાડમાં ફેંકી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જે અંતરગત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. જે બાદ પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં દુષ્કર્મ અને હત્યાનો ઘટસ્ફોટ થતાં પંથકમાં આક્રોશ અને અરેરાટી મચી ગઈ છે. બુધવારે સવારે રતાડિયાની વૃધ્ધ મહિલા ગુંદાલા ગામે રામાપીર મંદિરે દર્શન કરવા આવી હતી. મંદિરે દર્શન કરીને બપોરે સાડા બારના અરસામાં વૃધ્ધ મહિલા પરત રતાડિયા જવા નીકળી ત્યારે રસ્તામાં અજાણ્યા બાઈકચાલકે વૃધ્ધાને લિફ્ટ આપી અપહરણ કર્યું હતું.
નારાણપર ગામે રહેતાં ૨૫ વર્ષિય સચિન નામના યુવકની મોડી રાત્રે ધરપકડ કરી
મુંદ્રાના ગુંદાલામાં બનેલ દુષ્કર્મ અને હત્યાના બનાવ માટે પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભસિંઘ માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપી વૃધ્ધાને ગુંદાલાની સીમમાં નિર્જન જગ્યાએ લઈ ગયો હતો અને ત્યારબાદ તેણે દુષ્કર્મ અને હત્યા જેવા જઘન્ય કૃત્યને અંજામ આપ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ભુજના નારાણપર ગામે રહેતાં ૨૫ વર્ષિય સચિન નામના યુવકની મોડી રાત્રે ધરપકડ કરી હતી.
વૃધ્ધાને લિફ્ટના બહાને બાઈક ૫૨ બેસાડી લઈ જઈ આ ગુનાને અંજામ આપ્યો
સચિન બુધવારે બાઈક પર ફાચરીયામાં માતાજીના મંદિરે આવ્યો હતો અને પરત ફરતી વેળાએ એકલી વૃધ્ધાને લિફ્ટના બહાને બાઈક ૫૨ બેસાડી લઈ જઈ આ ગુનાને અંજામ આપ્યો હતો. આરોપી પરિણીત છે પરંતુ તેની પત્ની ઘણાં સમયથી રીસામણે બેઠેલી છે. સચિને તેના ગમછાથી નાક-મોઢું દબાવીને વૃધ્ધાની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ઈપીકો કલમ ૩૬૩ (અપહરણ), ૩૭૬-એ (દુષ્કર્મ) અને ૩૦૨ (હત્યા) હેઠળ ગુનો દાખલ કરી ધ૨પકડ કરી છે.