શોધખોળ કરો

AIIMS Recruitment 2024: એઇમ્સમાં બહાર પડી 100થી વધુ પદો પર ભરતી, આટલો મળશે પગાર

અરજી કરવા ઇચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવારો અધિકૃત સાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે

AIIMS Jobs 2024: ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ભટિંડા દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ સંસ્થામાં સીનિયર રેસિડેન્ટ (નોન એકેડમિક)ની જગ્યાઓ ભરવામાં આવશે. અરજીની પ્રક્રિયા ચાલી રહી છે. અરજી કરવા ઇચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવારો અધિકૃત સાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ અભિયાન માટે અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવી છે. આવો જાણીએ આ ભરતી અભિયાન સંબંધિત મહત્વની બાબતો.

આ ભરતી અભિયાન દ્વારા કુલ 118 જગ્યાઓ ભરવામાં આવશે. આ અભિયાન સીનિયર રેસિડેન્ટ (નોન એકેડમિક)ની જગ્યાઓ પર ભરતી માટે ચલાવવામાં આવી રહ્યું છે. અભિયાન અંતર્ગત વિવિધ જગ્યાઓ ભરવામાં આવશે.

વય મર્યાદા

આ ભરતી અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારોની મહત્તમ ઉંમર 45 વર્ષ નક્કી કરવામાં આવી છે. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો અરજી કરનારને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. એસસી-એસટી કેટેગરીના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ મળશે. જ્યારે OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની છૂટ આપવામાં આવશે. દિવ્યાંગોને ઉંમરમાં દસ વર્ષની છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે.

તમને કેટલો પગાર મળશે?

આ પદો માટે ઉમેદવારોની પસંદગી શરૂઆતમાં એક વર્ષના સમયગાળા માટે કરવામાં આવશે. જે બાદમાં વધુમાં વધુ 3 વર્ષ સુધી લંબાવવામાં આવશે. જે ઉમેદવારોને પસંદ કરવામાં આવશે તેમને દર મહિને 67 હજાર 700 રૂપિયા સિવાય NPA  અને અન્ય ભથ્થાં આપવામાં આવશે.

આટલી અરજી ફી ચૂકવવી પડશે

આ ભરતી ડ્રાઇવ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. અરજી કરનાર ઉમેદવારોએ 1180 રૂપિયા ફી ભરવાની રહેશે. જ્યારે અનામત કેટેગરીની ફી 590 રૂપિયા છે.

આ દિવસ સુધીમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે

ભરતી ડ્રાઇવ માટે અરજી કરનારા ઉમેદવારોએ સત્તાવાર સાઇટની મુલાકાત લેવી પડશે અને Google લિંક દ્વારા ઑનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. આ પછી ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરતી સેલ, એડમિનિસ્ટ્રેટિવ બ્લોક, મંડી ડબવાલી રોડ, AIIMS, ભટિંડા-151001, પંજાબને 28 ઓગસ્ટ સુધીમાં સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવાનું રહેશે.

અરજી પ્રક્રિયાની શરૂઆતની તારીખ: 08 ઓગસ્ટ 2024

અરજી કરવાની છેલ્લી તારીખ: 28 ઓગસ્ટ 2024                                         

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar News | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને આપી વધુ એક ભેટEXCLUSIVE | MLAના નવા આવાસ જોઈ ચોંકી ઉઠશો!Police Bharti | પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે ખુશીના સમાચાર, હસમુખ પટેલે કરી મોટી જાહેરાતGujarat Rain | ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદનો પ્રારંભ, સુરતના ઉમરપાડામાં ખાબક્યો 6.5 ઇંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Gujarat Rain: આજે અને કાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો
PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
શું તમે પણ કાર ચલાવતા પીવો છો સિગરેટ, જાણો કેટલી થઇ શકે છે સજા?
શું તમે પણ કાર ચલાવતા પીવો છો સિગરેટ, જાણો કેટલી થઇ શકે છે સજા?
iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ
iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ
Embed widget