શોધખોળ કરો

Jobs: સાયન્સ પાસ વિદ્યાર્થીઓ માટે મોટી તક, અહીં સીધી ઇન્ટરવ્યૂથી મળી રહી છે સરકારી નોકરી, જાણો

ઓઇલ ઇન્ડિયા લિમીટેડે એક ભરતી નૉટિફિકેશન જાહેર કર્યુ છે, તે અનુસાર, સંસ્થામાં 10 પદો પર ભરતી કરવામાં આવશે, ભરતી માટે ઉમેદવાર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂમાં સામેલ થઇ શકે છે,

Oil India Limited Jobs 2023: ઓઇલ ઇન્ડિયા લિમીટેડને ફાર્માસિસ્ટ તથા ટેકનિશિયનના પદ માટે ભરતી બહાર પાડી છે. આ પદો પર યોગ્ય ઉમેદવારોની સીધી પસંદગી ઇન્ટરવ્યૂના આધાર પર થશે. ઓઇલ ઇન્ડિયા લિમીટેડે એક ભરતી નૉટિફિકેશન જાહેર કર્યુ છે, તે અનુસાર, સંસ્થામાં 10 પદો પર ભરતી કરવામાં આવશે, ભરતી માટે ઉમેદવાર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂમાં સામેલ થઇ શકે છે, જેનું આયોજન 15 અને 17 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. 

ખાલી જગ્યાઓ - 
અધિસૂચના અનુસાર, આ ભરતી અભિયાન દ્વારા ઓઇલ ઇન્ડિયા લિમીટેડમાં 10 ફાર્માસિસ્ટ અને ટેકનિશિયનના પદો ભરવામાં આવશે. 

યોગ્યતા - 
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોને ઇન્ટરમીડિએટની સાથે સંબંધિત વિશેષતામાં ડિપ્લોમાં કે તેની સમકક્ષ કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે. આ ઉપરાંત અરજી કરનારની પાસે બે વર્ષનો કાર્યનુભવ હોવો જોઇએ.

ઉંમર મર્યાદા - 
ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર મર્યાદા 22 થી 43 વર્ષની વચ્ચે હોવી જોઇએ. જ્યારે અનામત વર્ગો માટે ઉંમર મર્યાદામાં છૂટછાટ રહેશે. 

પગાર ધોરણ - 
પસંદગી પામેલા ઉમેદવારોને 16,640 રૂપિયાથી લઇને 19,500 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. 

​ક્યાં થશે ઇન્ટરવ્યૂ - 
આ ભરતી અભિયાનમાં સામેલ થવા માટે ઉમેદવારોને ઓઆઇએલ હૉસ્પીટલ, ઓઇલ ઇન્ડિયા લિમીટેડ, દુલિયાનજાન, આસામ પહોંચવુ પડશે. ઇન્ટરવ્યૂ 15 અને 17 ફેબ્રુઆરીએ આયોજિત થશે. 

Bank Jobs: IDBI બેન્કમાં SO પદ પર જાહેર કરી ભરતી, આ તારીખથી શરૂ થશે રજીસ્ટ્રેશન, આ છે લાસ્ટ ડેટ

IDBI Bank SO Recruitment 2023: IDBI બેંક બેંકમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે રોજગાર મેળવવાની એક મોટી તક લાવી છે. અહીં સ્પેશ્યલિસ્ટ કેડર ઓફિસરની જગ્યા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાની ક્ષમતા અને ઈચ્છા ધરાવતા હોય તેઓ અરજી લિંક સક્રિય થયા પછી ફોર્મ ભરી શકે છે. IDBI બેંક લિમિટેડની આ જગ્યાઓ માટે રજીસ્ટ્રેશન હજુ શરૂ થયુ નથી. રજીસ્ટ્રેશન 21 ફેબ્રુઆરી 2023 થી શરૂ થશે અને આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ 2023 છે.

ખાલી જગ્યાની વિગતો

આ ભરતી અભિયાન દ્વારા, સ્પેશ્યલિસ્ટ કેડર ઓફિસરની કુલ 114 જગ્યાઓ ભરવામાં આવશે. તેમની વિગતો નીચે મુજબ છે.

કુલ પોસ્ટ્સ – 114

આસિસ્ટન્ટ જનરલ મેનેજર – 29 જગ્યાઓ

ડેપ્યુટી જનરલ મેનેજર – 10 જગ્યાઓ

કોણ અરજી કરી શકે

આ પોસ્ટ્સ માટે અરજી કરવાની પાત્રતા પોસ્ટ અનુસાર અલગ છે. દરેક પોસ્ટ વિશે વધુ વિગતવાર માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી સૂચનાને તપાસવું વધુ સારું રહેશે.

કેવી રીતે થશે પસંદગી

આ પોસ્ટ્સ પર પસંદગી પ્રથમ સ્ક્રીનીંગના આધારે કરવામાં આવશે. ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરી છે, તે લાયકાત, ઉંમરના માપદંડ, લાયકાત, કામનો અનુભવ વગેરે  જોવામાં આવશે. આ વિગતો ઉમેદવાર દ્વારા પૂરા પાડવામાં આવેલ દસ્તાવેજો અને પુરાવાઓના આધારે તપાસવામાં આવશે. જો વેરિફિકેશનમાં બધું યોગ્ય રહેશે તો જ પ્રક્રિયા આગળ વધશે.

અરજીની ફી કેટલી છે

આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે EWS અને OBC કેટેગરીના ઉમેદવારોએ 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે. SC, ST કેટેગરીએ ફી તરીકે 200 રૂપિયા ચૂકવવા પડશે. આ ચુકવણી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ વગેરે દ્વારા કરવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | દિલ્લીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણીGujarat Rain | છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશિનામાં પોણા 2 ઇંચ વરસાદDelhi Airport Roof Collapse | દિલ્લી એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટતા 6 લોકો ઘાયલT20 World Cup semi-final: T20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
shala praveshotsav 2024: મુખ્યમંત્રીએ છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જીતના 5 હીરો, ઈંગ્લેન્ડને ભારે પડી આ ભૂલ
ઇન્ડિયા પોસ્ટમાં નોકરી મેળવવાની શ્રેષ્ઠ તક, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી
ઇન્ડિયા પોસ્ટમાં નોકરી મેળવવાની શ્રેષ્ઠ તક, ધોરણ 10 પાસ કરી શકે છે અરજી
Embed widget