(Source: ECI/ABP News/ABP Majha)
10 પાસ પર અહીં સરકારે બહાર પાડી ભરતી, જાણો શું છે પદો ને કઇ રીતે કરશો અરજી.......
આ ભરતી અભિયાન દ્વારા 89 પદો પર ભરતી કરવામાં આવશે. આમાં વર્ક આસિસ્ટન્ટના 72 પદ, ડ્રાઇવરના 11 પદ અને સ્ટેનોગ્રાફર ગ્રેડ III ના 6 પદ સામેલ કરવામાં આવ્યા છે.
BARC Recruitment 2022: ભાભા એટૉમિક રિસર્ચ સેન્ટર (BARC) મુંબઇના કેટલાય પદો પર ભરતી કરવાનો ફેંસલો કર્યો છે. આ માટે BARC એ એક અધિસૂચના પણ જાહેર કરી દીધી છે. આ ભરતી માટે ઉમેદવાર 1 જુલાઇથી અરજી કરી શકશે. અરજી કરવા માટે તેમને બીએઆરસીની અધિકારીક વેબસાઇટ recruit.barc.gov.in પર જવુ પડશે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ નક્કી કરવામાં આવી છે.
આ ભરતી અભિયાન દ્વારા 89 પદો પર ભરતી કરવામાં આવશે. આમાં વર્ક આસિસ્ટન્ટના 72 પદ, ડ્રાઇવરના 11 પદ અને સ્ટેનોગ્રાફર ગ્રેડ III ના 6 પદ સામેલ કરવામાં આવ્યા છે.
શૈક્ષણિક લાયકાત -
આ ભરતી અભિયાન માટે અરજી કરવા માટે ઉમેદવારને માન્યતા પ્રાપ્ત બૉર્ડમાંથી 10મુ પાસ કરેલુ હોવુ જરૂરી છે.
ઉંમર મર્યાદા -
ભાભા એટૉમિક રિસર્ચ સેન્ટરની આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 27 વર્ષ હોવી જોઇએ. જોકે, સરકારી માપદંડો પ્રમાણે અનામત વર્ગોના ઉમેદવારોની મેક્સિમમ ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
આટલો મળશે પગાર -
અધિસૂચના અનુસાર, સ્ટેનોગ્રાફરના પદો પર પસંદગી થનારા ઉમેદવારોને 25500 રૂપિયા પ્રતિ માસના હિસાબે પગાર આપવામાં આવશે, જ્યારે ડ્રાઇવરના પદો માટે પસંદ થનારા ઉમેદવારોને 19900 રૂપિયા અને વર્ક આસિસ્ટન્ટના પદે પર 18000 રૂપિયા પ્રતિ માસનુ વેતન આપવામાં આવશે.
કઇ રીતે કરશો અરજી -
આ ભરતી માટે અરજી કરવા ઇચ્છૂક ઉમેદવારો બીએઆપલીની અધિકારિક સાઇટ recruit.barc.gov.in પર જઇને 1 જુલાઇથી લઇને 31 જુલાઇ 2022 સુધી અરજી કરી શકશે.
આ પણ વાંચો.....
Pakistan: 26/11 મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ સાજિદ મીર જીવિત છે, ISIએ આતંકીને મૃત જાહેર કર્યો હતો
India Corona Cases Today: ભારતમાં કોરોનાએ પકડી સ્પીડ, જાણો શું છે છેલ્લા 24 કલાકની સ્થિતિ
Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 70 તાલુકામાં ખાબક્યો વરસાદ, નવસારીના ચીખલીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ
Gujarat Corona Cases: કોરોનાને લઈ ગુજરાત માટે શું છે ચિંતાજનક સમાચાર ? જાણો વિગત
સવારે ઉઠતા જ ન જોવી જોઈએ આ 5 વસ્તુઓ, દિવસ થશે ખરાબ
Education Loan Information:
Calculate Education Loan EMI