શોધખોળ કરો

New ​Jobs: ગ્રેજ્યૂએટ ઉમેદવારો માટે ખાસ ભરતી, મહિને 70 હજાર પગાર, એપ્લાય કરવાની છેલ્લી તારીખ છે 13 ફેબ્રુઆરી, વાંચો...

આ પદો પર ઉમેદવારોની પસંદગી માટે શૉર્ટલિસ્ટિંગ પ્રક્રિયા / લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવશે. 

Engineering Projects Limited Jobs 2023: એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીમાં જવાનો બેસ્ટ મોકો આવ્યો છે. આ ભરતી અભિયાન એન્જિનીયરિંગ પ્રૉજેક્ટ લિમીટેડમાં 30 પદો પર ભરતી માટે ચલાવવામાં આવ્યુ છે. આ ભરતી માટે ઉમેદવાર 13 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકે છે. 

​Engineering Projects Limited Recruitment 2023: - 
એન્જિનીયરિંગ પ્રૉજેક્ટ લિમીટેડે એક ભરતી નૉટિફિકેશન બહાર પાડ્યુ છે. જે અનુસાર, સંસ્થામાં મેનેજરના પદ માટે ભરતી કરવામાં આવશે. જેના માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી માટે ઉમેદવાર અધિકારીક વેબસાઇટ epi.gov.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. આ અભિયાન માટે અરજી કરવાની અંતિમ તારીખ 13 ફેબ્રુઆરી, 2023 છે. 

​ખાલી પદો - 
આ ભરતી અભિયાનના માધ્યમથી 30 પદો પર ભરતી કરવામાં આવશે. 

​યોગ્યતા - 
ઉમેદવારોની પાસે કોઇપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાથી પદાનુસાર સંબંધિત વિષયોમાં ગ્રેજ્યૂએશન/ પૉસ્ટ ગ્રેજ્યૂએશન /બીઇ / બીટેક / એએમઆઇઇ/ સીએ /એમબીએ ડિગ્રી તથા અન્ય નિર્ધારિત પાત્રતાઓ તથા કાર્ય કરવાનો અનુભવ હોવો જોઇએ. 

ઉંમર મર્યાદા - 
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની વધુમાં વધુ ઉંમર 32 / 35 / 42 વર્ષ નક્કી કરવામાં આવી છે. 

પસંદગી પ્રક્રિયા - 
આ પદો પર ઉમેદવારોની પસંદગી માટે શૉર્ટલિસ્ટિંગ પ્રક્રિયા / લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવશે. 

પગાર ધોરણ - 
આ પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને પદાનુસાર 40,000/50,000/ 70,000 રૂપિયા પ્રતિમાસ આપવામાં આવશે. 

LICમાં હજારો પદ માટે બહાર પડાઈ ભરતી, મળશે આકર્ષક પગાર - 

LIC Apprentice Development Officer Recruitment 2023: LICએ એપ્રેન્ટિસ ડેવલપમેન્ટ ઓફિસરની જગ્યા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ માંગાવી છે. જીવન વીમા નિગમની આ ભરતી અભિયાન દ્વારા ADOની નવ હજારથી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાની પાત્રતા અને ઈચ્છા ધરાવતા હોય તેઓ છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે. આ કરવા માટે તેઓએ LICની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે, જેનું સરનામું છે – licindia.in.

આ છે છેલ્લી તારીખ

LICની આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી 2023 છે. એ પણ જાણી લો કે અરજીઓ માત્ર ઓનલાઈન કરી શકાય છે. અન્ય કોઈપણ માધ્યમથી કરેલ અરજી સ્વીકારવામાં આવશે નહી.

કોણ કરી શકે અરજી ?

LIની આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલ હોવો આવશ્યક છે. વય મર્યાદા વિશે વાત કરીએ તો 21 થી 30 વર્ષના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. અનામત વર્ગને વયમાં છૂટછાટ મળશે.

કેટલી હશે ફી અને કેટલો મળશે પગાર?

આ ખાલી જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ 750 રૂપિયા ફી ચૂકવવી પડશે. આ ફી જનરલ કેટેગરીના ઉમેદવારો માટે છે. અનામત વર્ગને ફી મુક્તિ મળશે. તેવી જ રીતે પસંદગી થયા બાદ ઉમેદવારને દર મહિને 51,500 રૂપિયાનો પગાર આપવામાં આવશે.

કેવી રીતે થશે પસંદગી

આ પદો માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, મુખ્ય લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. માત્ર એક તબક્કામાં પાસ થનાર ઉમેદવારોને જ બીજા તબક્કામાં હાજર રહેવાની તક આપવામાં આવશે. જે ઉમેદવારો તમામ તબક્કાઓ પાર પાડશે તેમની પસંદગી અંતિમ ગણવામાં આવશે. કોઈપણ અન્ય વિગતો જાણવા માટે તમે સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી સૂચના જોઈ શકો છો.

આ તારીખે પરીક્ષા લેવામાં આવશે

LIC એપ્રેન્ટિસ ડેવલપમેન્ટ ઓફિસરની પોસ્ટ માટેની પૂર્વ પરીક્ષા 12 માર્ચ, 2023ના રોજ લેવામાં આવશે. આમાં, પસંદ કરેલ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા આપવાની રહેશે જેનું આયોજન 08 એપ્રિલ 2023 ના રોજ કરવામાં આવશે. પરીક્ષાની વધુ તારીખ વિશેની માહિતી પછીથી આપવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Air India: દિલ્હીથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન પરત આવ્યું, સામે આવ્યું આ મોટું કારણ 
Air India: દિલ્હીથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન પરત આવ્યું, સામે આવ્યું આ મોટું કારણ 
Weather Update: દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું  ‘રેડ એલર્ટ’
Weather Update: દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું  ‘રેડ એલર્ટ’
UPI, SBI Card થી લઈને FASTag સુધી, ઓગસ્ટમાં લાગૂ થશે આ નવા નિયમ, જાણો તમારા પર શું થશે અસર
UPI, SBI Card થી લઈને FASTag સુધી, ઓગસ્ટમાં લાગૂ થશે આ નવા નિયમ, જાણો તમારા પર શું થશે અસર
BSNL એ યૂઝર્સને આપ્યો મોટો ઝટકો, સસ્તા પ્લાનની વેલિડિટીમાં કર્યો ઘટાડો
BSNL એ યૂઝર્સને આપ્યો મોટો ઝટકો, સસ્તા પ્લાનની વેલિડિટીમાં કર્યો ઘટાડો
Advertisement

વિડિઓઝ

Aaj No Muddo : આ આતંક ક્યારે અટકશે?
Amreli Congress Protest: પ્રતાપ દૂધાતે કેમ સાવરકુંડલા પાલિકાને આપી તાળાબંધીની ચિમકી? જુઓ અહેવાલ
Malegaon Blast Case: સાધ્વી પ્રજ્ઞા સહિત 7 આરોપી માલેગાવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ જાહેર | Abp Asmita
Ahmedabad Hit And Run: સિંધુભવન રોડ પર ડમ્પરની અડફેટે એકનું મોત | Abp Asmita | 31-7-2025
Sharemarket News: ટ્રમ્પના ટેરિફ બોમ્બની ભારતીય શેરમાર્કેટ પર જોરદાર અસર, સેન્સેક્સમાં મોટો કડાકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air India: દિલ્હીથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન પરત આવ્યું, સામે આવ્યું આ મોટું કારણ 
Air India: દિલ્હીથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન પરત આવ્યું, સામે આવ્યું આ મોટું કારણ 
Weather Update: દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું  ‘રેડ એલર્ટ’
Weather Update: દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું  ‘રેડ એલર્ટ’
UPI, SBI Card થી લઈને FASTag સુધી, ઓગસ્ટમાં લાગૂ થશે આ નવા નિયમ, જાણો તમારા પર શું થશે અસર
UPI, SBI Card થી લઈને FASTag સુધી, ઓગસ્ટમાં લાગૂ થશે આ નવા નિયમ, જાણો તમારા પર શું થશે અસર
BSNL એ યૂઝર્સને આપ્યો મોટો ઝટકો, સસ્તા પ્લાનની વેલિડિટીમાં કર્યો ઘટાડો
BSNL એ યૂઝર્સને આપ્યો મોટો ઝટકો, સસ્તા પ્લાનની વેલિડિટીમાં કર્યો ઘટાડો
Gujarat Rain: આગામી 24 કલાક વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી,  જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: આગામી 24 કલાક વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી,  જાણો લેટેસ્ટ અપડેટ 
Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જજે સંભળાવ્યો ચૂકાદો, સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર
Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જજે સંભળાવ્યો ચૂકાદો, સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર
આ છે દુનિયાની સૌથી મજબૂત તલવાર,ધાર એટલી તીક્ષ્ણ છે કે તે ગોળીના પણ કરી શકે છે બે કટકા
આ છે દુનિયાની સૌથી મજબૂત તલવાર,ધાર એટલી તીક્ષ્ણ છે કે તે ગોળીના પણ કરી શકે છે બે કટકા
આ તારીખે લોન્ચ થશે 175 કિમીની રેન્જ આપતી ઇલેક્ટ્રિક બાઇક,જાણો તેના ફીચર્સ અને કિંમત
આ તારીખે લોન્ચ થશે 175 કિમીની રેન્જ આપતી ઇલેક્ટ્રિક બાઇક,જાણો તેના ફીચર્સ અને કિંમત
Embed widget