શોધખોળ કરો

CBSE Date Sheet 2023: ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર, જાણો CBSEની ક્યારે શરૂ થશે પરીક્ષા

CBSE Exam Dates: CBSE બોર્ડે ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓની તારીખ જાહેર કરી છે. આ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે.

CBSE Exam Dates: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ગુરુવારે પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી છે. માહિતી અનુસાર, ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે. ધોરણ 10નું છેલ્લું પેપર 21મી માર્ચે અને ધોરણ 12નું છેલ્લું પેપર 5મી એપ્રિલના રોજ હશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન વતી, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર વાંચવા માટે 15 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે. ગયા વર્ષે, CBSE એ કોરોનાને ધ્યાનમાં રાખીને બે ટર્મમાં બોર્ડની પરીક્ષાઓ યોજી હતી. CBSE એ 26 એપ્રિલ 2022 થી 24 મે 2022 સુધી ફાઇનલ બોર્ડ પરીક્ષા યોજી હતી. જ્યારે પરીક્ષાનું પરિણામ 22 જુલાઈ 2022ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડની 10મા ધોરણની પરીક્ષામાં કુલ 94.40 ટકા વિદ્યાર્થીઓએ બાજી મારી હતી.

CBSE એ શૈક્ષણિક સત્ર 2022-23 માટે ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખો પહેલેથી જ જાહેર કરી દીધી છે. બોર્ડ 02 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી, 2023 દરમિયાન ધોરણ 10 અને 12 માટે પ્રેક્ટિકલનું આયોજન કરશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ટૂંક સમયમાં ડેટશીટ અને ટાઈમ ટેબલ જાહેર કરી શકે છે. ડેટશીટ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ બોર્ડની અધિકૃત વેબસાઇટ cbse.gov.in અને cbse.nic.in પર જઈને તેમની ડેટશીટ તપાસી અને ડાઉનલોડ કરી શકશે.

CBSE CTETની પરીક્ષાનું શેડ્યુલ થયું જાહેર, જાણો તારીખ સહિતની વિગતો

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે CTET 2022નું વિગતવાર શેડ્યૂલ બહાર પાડ્યું છે. જે ઉમેદવારો આ વર્ષની CBSE CTETની પરીક્ષા આપી રહ્યા છે તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને સમયપત્રક ચકાસી શકે છે. નોટિસમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, CBSE CTET પરીક્ષા આજથી એટલે કે 28 ડિસેમ્બર 2022 થી બુધવાર 07 ફેબ્રુઆરી 2023 સુધી લેવામાં આવશે. આ પરીક્ષા દેશભરના શહેરોમાં અલગ-અલગ કેન્દ્રોમાં લેવામાં આવશે.

પરીક્ષાની તારીખો

નોટિસમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, CTET પરીક્ષા 28 અને 29 ડિસેમ્બર 2022, 9, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 23, 24, 25, 27, 28, 29ના રોજ લેવામાં આવશે. 30 જાન્યુઆરી 2023 અને 1, 2, 3, 4, 5, 6, 7 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાશે. ઉમેદવારો તેમની પરીક્ષાની તારીખ તપાસવા માટે CTET વેબસાઇટ પર લૉગિન કરી શકે છે. અહીંથી તેઓ તેમની પરીક્ષાની તારીખ અને શહેર વિશે માહિતી મેળવશે.

એડમિટ કાર્ડમાં વિગતવાર માહિતી ઉપલબ્ધ

આ સંદર્ભે બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પરીક્ષા કેન્દ્ર, પરીક્ષાની શિફ્ટ અને સમય વગેરેની વિગતવાર માહિતી એડમિટ કાર્ડમાં જોવા મળશે. પરીક્ષાના બે દિવસ પહેલા ઉમેદવારોને એડમિટ કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પરીક્ષા સંબંધિત તમામ વિગતો આ એડમિટ કાર્ડમાં આપવામાં આવશે.

કોઈ ફેરફાર નહીં

બોર્ડે નોટિસમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા શહેર, પરીક્ષા કેન્દ્ર કે પરીક્ષાની તારીખ અંગેનો કોઈ ફેરફાર બોર્ડ દ્વારા કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારે આ અંગે બોર્ડનો સંપર્ક ન કરવો તે વધુ સારું રહેશે.

28 અને 29 ડિસેમ્બરની પરીક્ષા માટેના એડમિટ કાર્ડ પહેલેથી જ જારી કરવામાં આવ્યા છે અને ઉમેદવારો હજુ પણ તેને CBSE CTET વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકે છે. પરીક્ષા સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી માટે ફક્ત સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખમાં થયો ફેરફાર, જાણો ક્યારે યોજાશે

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત ક્રમાંક 12/2021-22- જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ ૦૮ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ યોજાનાર હતી. પરંતુ તે જ દિવસે ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોઇ, ઉપરોક્ત પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે, જે મુજબ હવે જાહેરાત ક્રમાંક 12/2021-22- જુનિયર ક્લાર્ક(વહીવટ/ હિસાબ)વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ 29 જાન્યુઆરી,2023 (રવિવાર) ના રોજ સવારે 11 થી 12 કલાક દરમિયાન યોજવામાં આવશે. ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી- કમ -મંત્રી) વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખ પણ બદલવામાં આવી રહી છે, જે માટેની જાહેરાત હવે પછી મંડળ દ્વારા કરવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget