CBSE Exam Admit Card 2024: 10 અને 12 ધોરણની પરીક્ષાના એડમિટ કાર્ડ જાહેર, અહીંથી કરો ડાઉનલોડ
CBSE Exam Admit Card 2024: CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024થી લેવામાં આવશે.
CBSE Exam Admit Card 2024: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશનના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની રાહનો અંત આવ્યો છે. બોર્ડે બંને ધોરણના એડમિટ કાર્ડ જાહેર કર્યા છે. જે ઉમેદવારો આ વર્ષે ધોરણ 10 અને 12 ની CBSE બોર્ડની પરીક્ષા આપવા જઇ રહ્યા છે તેઓ તેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ડાઉનલોડ કરી શકે છે. આ કરવા માટે અમે અહીં ડાયરેક્ટ લિંક પણ શેર કરી રહ્યા છીએ.
આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરો
CBSE બોર્ડના 10મા અને 12મા એડમિટ કાર્ડને ડાઉનલોડ કરવા માટે તમે આ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો - cbse.gov.in. સ્કૂલ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમે પરીક્ષા સંગમ પોર્ટલ પર લૉગિન કરી શકો છો. અહીંથી લોગ ઇન કર્યા બાદ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.
આ તારીખથી પરીક્ષા લેવામાં આવશે
CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024થી લેવામાં આવશે. જ્યારે 10મા ધોરણની પરીક્ષાઓ 13 માર્ચ, 2024 સુધી ચાલશે, જ્યારે 12મા ધોરણની પરીક્ષા 2 એપ્રિલ, 2024ના રોજ સમાપ્ત થશે. જો પરીક્ષાના સમયની વાત કરીએ તો બંને ધોરણની પરીક્ષાઓ સવારે 10.30 થી 1.30 વાગ્યાની વચ્ચે લેવામાં આવશે.
આ વિષય પ્રમાણે પણ બદલાઈ શકે છે. ઉદાહરણ તરીકે કેટલાક વિષયોની પરીક્ષા માત્ર બે કલાકની હશે અને તે 10.30 થી શરૂ થશે અને 12.30 વાગ્યે સમાપ્ત થશે. ઉમેદવારોને પ્રશ્નપત્ર વાંચવા માટે વધારાની 15 મિનિટ આપવામાં આવશે.
આ સરળ સ્ટેપથી ડાઉનલોડ કરો
-એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે cbse.gov.in પર જાવ,
-અહીં હોમપેજ પર તમને ડાઉનલોડ નામની લિંક દેખાશે, તેના પર ક્લિક કરો.
-આમ કરવાથી એક નવું પેજ ખુલશે. આ પેજ પર CBSE Board Class 10 or 12 Admit Card 2024 લખેલી લિંક પર ક્લિક કરો. જે ક્લાસ માટે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું છે તેની લિંક પર ક્લિક કરો.
-આ કર્યા પછી જે પેજ ખુલે છે તેના પર તમારી શાળાના લોગીન ક્રેન્ડેશિયલ્સ જેમ કે યુઝર આઇડી અને પાસવર્ડ એન્ટર કરો
- વિગતો દાખલ કરો અને સબમિટ કરો. આટલું કરતાં જ તમારું એડમિટ કાર્ડ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે.
-તેને અહીં તપાસો. તેને ડાઉનલોડ કરો અને જો તમે ઇચ્છો તો તમે પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો.
અહી ક્લિક કરી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો
Education Loan Information:
Calculate Education Loan EMI