CUET PG 2024 : CUET PG માટે રજીસ્ટ્રેશન તારીખ લંબાવાઇ, હવે આ તારીખ સુધી કરી શકશો અરજી
CUET PG 2024 :તેની અરજી ફી જમા કરવાની છેલ્લી તારીખ 1, ફેબ્રુઆરી છે. જ્યારે ફોર્મમાં સુધારો 4 ફેબ્રુઆરી સુધી કરી શકાશે.
CUET PG 2024 :
CUET PG 2024 : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ CUET PG 2024 માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ લંબાવી છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 24 જાન્યુઆરી હતી. પરંતુ ઉમેદવારોના હિતોને ધ્યાનમાં રાખીને NTA એ અરજીની છેલ્લી તારીખ લંબાવવાનો નિર્ણય કર્યો છે. NTA દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, CUET PG માટે હવે 31 જાન્યુઆરીએ રાત્રે 11:50 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. આ માટે રજીસ્ટ્રેશન CUET PG ની વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. તેની અરજી ફી જમા કરવાની છેલ્લી તારીખ 1, ફેબ્રુઆરી છે. જ્યારે ફોર્મમાં સુધારો 4 ફેબ્રુઆરી સુધી કરી શકાશે.
CUET PG ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ તેમના કાયમી સરનામા અથવા વર્તમાન સરનામાના આધારે પરીક્ષા કેન્દ્ર માટે બે શહેરો પસંદ કરવાના રહેશે. ઉપરાંત, તમે કુલ ચાર ટેસ્ટ પેપર કોડ પસંદ કરી શકશો. ઉમેદવારો એક વિષય તરીકે સામાન્ય પેપર પસંદ કરી શકે છે કારણ કે ગયા વર્ષની જેમ દરેક પેપર સાથે કોઈ સામાન્ય પરીક્ષા નહીં હોય.
230 યુનિવર્સિટીઓમાં એડમિશન મળશે
CUET PG 2024 ના સ્કોરના માધ્યમથી સેન્ટ્રલ સ્ટેટ, ખાનગી અને ડીમ્ડ સહિત કુલ 230 યુનિવર્સિટીઓમાં પીજી અભ્યાસક્રમોમાં પ્રવેશ મળશે. આમાં દિલ્હી યુનિવર્સિટી, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, અલ્હાબાદ યુનિવર્સિટી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી અને જામિયા મિલ્લિયા ઇસ્લામિયા જેવી યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે.
CUET PG પરીક્ષા ક્યારે લેવાશે?
CUET PG 2024 નું આયોજન PG કોર્સમાં પ્રવેશ માટે 11 થી 18 માર્ચ 2024 દરમિયાન દેશભરમાં થવાનું છે. જો આમાં કોઈ ફેરફાર થશે તો તેની માહિતી CUET દ્વારા આપવામાં આવશે. પરીક્ષા ત્રણ શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટ સવારે 9 થી 10.45 સુધી, બીજી શિફ્ટ બપોરે 12:45 થી 2:30 અને સાંજની શિફ્ટ સાંજે 4:30 થી 6:15 સુધી હાથ ધરવામાં આવશે.
ICAI એ ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાઓ માટે આ શેડ્યૂલ બહાર પાડ્યું છે. ઉમેદવારો ટાઈમ ટેબલ જોવા માટે icai.org ની મુલાકાત લઈ શકે છે. નોટિસમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, ફાઉન્ડેશન કોર્સની પરીક્ષાઓ 20, 22, 24 અને 26 જૂન 2024ના રોજ લેવામાં આવશે. પેપર એક અને બે બપોરે 2 થી 5 દરમિયાન લેવામાં આવશે. પેપર ત્રણ અને ચાર બપોરે 2 થી 4 દરમિયાન લેવામાં આવશે.
Education Loan Information:
Calculate Education Loan EMI