શોધખોળ કરો

CUET UG 2022: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ માટે અરજીની આજે અંતિમ તારીખ, 5 વાગ્યા પહેલા કરો અરજી

CUETમાં કુલ 85 યુનિવર્સિટીઓ ભાગ લઈ રહી છે. તેમાં 44 કેન્દ્રીય યુનિવર્સિટીઓ, 12 રાજ્યની યુનિવર્સિટીઓ, 10 ડીમ્ડ યુનિવર્સિટીઓ અને 19 ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે

CUET 2022: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે CUET 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ રવિવાર, 22 મે, 2022 છે. આ પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. તમામ વિદ્યાર્થીઓ કે જેઓ સેન્ટ્રલ યુનિવર્સિટીના અંડરગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન લેવા માગે છે અને અત્યાર સુધી એપ્લાય કરી શકતા નથી, તેઓએ શક્ય તેટલી વહેલી તકે cuet.samarth.ac.in પર જઈને તેમની અરજી પૂર્ણ કરવી જોઈએ. આ પછી વિદ્યાર્થીઓને અરજી કરવાની બીજી તક મળશે નહીં.

કેટલા રાજ્યની કેટલી યુનિવર્સિટી લઈ રહી છે ભાગ

CUETમાં કુલ 85 યુનિવર્સિટીઓ ભાગ લઈ રહી છે. તેમાં 44 કેન્દ્રીય યુનિવર્સિટીઓ, 12 રાજ્યની યુનિવર્સિટીઓ, 10 ડીમ્ડ યુનિવર્સિટીઓ અને 19 ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. તેમાં દિલ્હી યુનિવર્સિટી, જામિયા મિલિયા યુનિવર્સિટી, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી અને બનારસ હિન્દુ યુનિવર્સિટી વગેરેનો સમાવેશ થાય છે. યુજીસીએ તાજેતરમાં જારી કરેલી નોટિસમાં જણાવ્યું છે કે પૂર્વોત્તર રાજ્યોમાં 8 યુનિવર્સિટીઓ અને ઉત્તરાખંડમાં 1 યુનિવર્સિટીને CUET જરૂરિયાતમાંથી બહાર રાખવામાં આવી છે.

ક્યારે યોજાશે પરીક્ષા

કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અથવા CUET 2022 માટેની પરીક્ષાની તારીખો અત્યારે જાહેર કરવામાં આવી નથી. જો કે, પહેલેથી જ કહેવામાં આવ્યું છે કે પરીક્ષા જુલાઈ મહિનામાં લેવામાં આવશે.

અરજી ફોર્મમાં કઈ તારીખથી કઈ તારીખ સુધી કરી શકાશે સુધારો

CUET 2022 માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂરી થયા પછી ઉમેદવારોને તેમના અરજી ફોર્મમાં સુધારો કરવાની તક પણ આપવામાં આવશે. આ સુવિધા 25 થી 31 મે, 2022 સુધી ચાલુ રહેશે. જે વિદ્યાર્થીઓએ અરજી ફોર્મમાં કોઈ ભૂલ કરી છે, તેઓ અધિકૃત વેબસાઈટ પર જઈને તેને સુધારી શકશે. જણાવી દઈએ કે અગાઉ CUET 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 6 મે, 2022 હતી. જોકે, તેને આગળ ધપાવવામાં આવ્યો હતો.

આ રીતે કરો અરજી

  • સૌપ્રથમ CUETની સત્તાવાર વેબસાઇટ cuet.samarth.ac.in પર જાવ.
  • હોમ પેજ પર દેખાતી CUET 2022 રજીસ્ટ્રેશન માટેની લિંક પર ક્લિક કરો.
  • જે બાદ તમે નવા પેજ પર આવશો.
  • અહીં રજિસ્ટ્રેશન કરો અને અહીં પૂછવામાં આવેલી માહિતી દાખલ કરીને લોગિન કરો.
  • હવે બધી જરૂરી માહિતી દાખલ કરીને લોગિન કરો.
  • હવે અરજી ફી ચૂકવો અને સબમિટ કરો.
  • એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget