CUET-UG રિ-એક્ઝામ માટે એડમિટ કાર્ડ જાહેર, આ છે ડાઉનલોડ કરવાની ડાયરેક્ટ લિંક
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ CUET-UG રિ-એક્ઝામ માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા છે
CUET UG Re-Exam Admit Card: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ CUET-UG રિ-એક્ઝામ માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા છે. રિ-એક્ઝામમાં બેસનારા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. સત્તાવાર વેબસાઇટ પર એડમિટ કાર્ડની લિંક એક્ટિવેટ કરી દેવામાં આવી છે.
એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?
સ્ટેપ- 1- CUET-UGની સત્તાવાર વેબસાઇટ https://nta.ac.in/Cuetexam પર જાવ.
સ્ટેપ- 2- હોમ પેજ પર આપેલ “CUET-UG 2024 રિ-એક્ઝામ એડમિટ કાર્ડ” પર ક્લિક કરો.
સ્ટેપ- 3-તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
સ્ટેપ- 4- લોગ ઇન કરો અને સ્ક્રીન પર તમારું એડમિટ કાર્ડ જુઓ.
સ્ટેપ- 5- એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને વધુ સંદર્ભ માટે તેને સુરક્ષિત રીતે રાખો.
સ્ટેપ- 6- પરીક્ષા કેન્દ્ર પર લઈ જવા માટે એડમિટ કાર્ડની સ્વચ્છ પ્રિન્ટઆઉટ મેળવો.
આન્સર કીમાં વિદ્યાર્થીઓના વાંધાઓ અને લોસ ઓફ ટાઇમના કારણે એનટીએએ રિ-એક્ઝામ કરાવવાનો નિર્ણય લીધો છે. NTAને જાણવા મળ્યું કે હજારીબાગમાં ઓએસિસ સ્કૂલમાં ખોટા પ્રશ્નપત્રો મળવાને કારણે ઉમેદવારોનો સમય વેડફાયો હતો. CUET-UG ઉમેદવારોમાંથી જેમના માટે NTA ફરીથી પરીક્ષાનું આયોજન કરે છે. 250 ઉમેદવારો ઓએસિસ પબ્લિક સ્કૂલ, હજારીબાગના છે. આ ઉપરાંત CUET (UG) 2024 પરીક્ષા અંગે મોકલવામાં આવેલા વાંધાઓના આધારે NTA એ નિર્ણય લીધો છે કે પ્રભાવિત ઉમેદવારો માટે 19 જુલાઈના રોજ કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડ રિ-એક્ઝામ લેવામાં આવશે.
પરિણામ ક્યારે આવશે?
NTA દ્વારા CUETની ફરીથી પરીક્ષા 19 જુલાઈએ લેવામાં આવશે. આ પછી કોપી ચેકિંગ અને ફાઈનલ આન્સર કીની રિલીઝ આગામી 2-3 દિવસમાં થઈ શકે છે કારણ કે પરિણામ જાહેર કરવામાં પહેલાથી જ ઘણો વિલંબ થયો છે. મોટાભાગની કોલેજોમાં 1 ઓગસ્ટથી નવું સત્ર શરૂ થશે અને પ્રવેશ પ્રક્રિયામાં એક સપ્તાહ જેટલો સમય લાગી શકે છે. તેથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રિ-એક્ઝામ પછી NTA પરિણામ જાહેર કરવામાં વધુ સમય લેશે નહીં. એક અંદાજ મુજબ પરિણામની તારીખ 22મી જુલાઈ હોઈ શકે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI