શોધખોળ કરો

ગુજરાત STમાં નીકળી ડ્રાયવર-કંડકટરની બંપર ભરતી, સોમવારથી કરી શકાશે ઓનલાઈન અરજી

કડંકટર માટે વયમર્યાદા 18 થી 34 વર્ષ અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 12 પાસ છે. ડ્રાયવર માટે વયમર્યાદા 25 થી 34 વર્ષ અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધો. 12 પાસ છે.

GSRTC Recruitment: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી) દ્વારા 4062 ડ્રાયવર, 3342 કંડકટની ભરતી ફિક્સ પગારથી કરવામાં આવશે. જેના માટે ઉમેદવારો 7 ઓગસ્ટથી અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 6 સપ્ટેમ્બર છે. અરજી ઓનલાઈન કરવાની રહેશે.

5 વર્ષ માટે ફિક્સ પગાર

ડ્રાયવર-કડંડકરનો પાંચ વર્ષ માટે મહિનાનો ફિક્સ પગાર રૂપિયા 18,500 રહેશે. કડંકટર માટે વયમર્યાદા 18 થી 34 વર્ષ અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 12 પાસ છે. ડ્રાયવર માટે વયમર્યાદા 25 થી 34 વર્ષ અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધો. 12 પાસ છે.

એસટી નિગમ દ્વારા શરુઆતના પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ભરતીમાં નોકરીએ લાગનાર ઉમેદવારોને ચુકવવામાં આવશે. ત્યાર બાદ નિયત કરવામાં આવેલ મળવાપાત્ર પગારની ચૂકવણી કરવામાં આવશે. આ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીના મહેકમ વિભાગે જાહેરાત બહાર પાડી છે. બહાર પાડવામાં આવેલી ભરતી માટે રાજ્ય સરકારની મંજૂરી લેવાની કાર્યવાહી કરવામાં આવી છે, મંજૂરી મળશે તો દર્શાવેલ કુલ જગ્યાઓ પર ડ્રાયવર અને કંડકટરની જગ્યાઓ ભરવામાં આવશે. મંજૂરી નહી મળવાની સ્થિતિમાં દર્શાવેલ જરુરી જગ્યાઓની ભરતી કરવામાં આવશે. જે ભરતી જાહેરાતમાં વિગતે દર્શાવેલ છે.

એક મહિના દરમિયાન અરજી સ્વિકારાશે

મોટા પાયે થનારી ભરતી માટે એસટી નિગમ દ્વારા ઓનલાઈન અરજી ઉમેદાવરો પાસે મંગાવવામા આવી છે. આ માટે ઉમેદાવાર ઓજસ  વેબ સાઈટ પર પોતાની અરજી ઓનલાઈન કરી શકશે. આ માટે ડ્રાયવર અને કંડકટરની ભરતી માટે દર્શાવેલ કેટેગરી વાઈઝ ઉમેદવારી ભરતી પસંદ કરીને ઉમેદવારી કરવાની રહશે. આ માટે ઓનલાઈન અરજીપત્રક ફી 50 રુપિયા નક્કી કરવામા આવી છે. જે જીએસટી સહિત 59 રુપિયા ભરવાના રહેશે.

આ માટે સોમવારથી જ ઓનલાઈન અરજી કરવાની શરુઆત કરવામાં આવનાર છે. આગામી 6 સપ્ટેમ્બરની રાત્રીના 11.59 સુધી અરજીપત્રક અપલોડ કરી શકાશે. આમ આગામી એક મહિના સુધી ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

ડ્રાયવર માટે 4062 જેટલી કુલ જગ્યાઓ ભરતી દરમિયાન દર્શાવાઈ છે. જોકે સરકારની મંજૂરી મળ્યેથી કુલ દર્શાવેલ જગ્યાની ભરતી કરવામાં આવશે. મંજૂરી નહીં મળવાની સ્થિતિમાં 2106 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

કંડકટરની ભરતી માટે 3342 જગ્યાઓની ભરતી કરવા માટેની કુલ જગ્યાઓ દર્શાવવામાં આવી છે. આ માટે સરકારની મંજૂરી મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન મંજૂરી નહીં મળ્યે થી કુલ 1299 જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. મંજૂરી મળવાની સ્થિતિમાં કુલ જગ્યાઓ પર ભરતી કરાશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
Embed widget