GMERS સંચાલિત ફીને લઇ મહત્વપૂર્ણ નિર્ણય, સરકારી તબીબી કોલેજની ફીમાં ઘટડો, જાણો કેટલી છે નવી ફી
ગુજરાતમાં GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી અન્ય ખાનગી મેડીકલ કોલેજની સરખામણીએ ઘણી ઓછી અને સમાજના તમામ વર્ગને પરવડે તેવી હતી. તાજેતરમાં GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફીમાં ભારે વધારો કરવામાં આવ્યો હતો
![GMERS સંચાલિત ફીને લઇ મહત્વપૂર્ણ નિર્ણય, સરકારી તબીબી કોલેજની ફીમાં ઘટડો, જાણો કેટલી છે નવી ફી Educational News Important Decision on GMERS Administered Fees Govt Medical College Fees Reduction Know How Much is the New Fee GMERS સંચાલિત ફીને લઇ મહત્વપૂર્ણ નિર્ણય, સરકારી તબીબી કોલેજની ફીમાં ઘટડો, જાણો કેટલી છે નવી ફી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/16/0740dc425129851b0f348a192d46c6ae1721114599774140_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Educational News: મેડિકલ શિક્ષણમાં સરકારે ફી વધારો કર્યો તેનો આકરો વિરોધ થઈ રહ્યો હતો. જે બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે GMERS સંચાલિત તબીબી કોલેજની ફીમાં ઘટડો કર્યો છે. સરકારે વિરોધના કારણે ઘટાડો કર્યો છે. સરકારી ક્વોટા 3.75 લાખ ફી રહેશે, જ્યારે મેનેજમેન્ટ ક્વોટામાં 12 લાખની ફી રહેશે.
ગુજરાતમાં GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી અન્ય ખાનગી મેડીકલ કોલેજની સરખામણીએ ઘણી ઓછી અને સમાજના તમામ વર્ગને પરવડે તેવી હતી. પરંતુ તાજેતરમાં GMERS સંચાલિત તમામ મેડિકલ કોલેજની ફીમાં ભારે વધારો કરવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા રાજ્ય સરકારે 13 GMERS કોલેજમાં ફી વધારો કર્યો હતો. આ ફી વધારો સામાન્ય નહીં પણ 87 ટકા સુધીનો તોતિંગ ફી વધારો કરાયો હતો..જેનો વિરોધ મેડિકલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, નેતાઓ કરી રહ્યા હતા. સરકારી ક્વોટામાં ફી 3.40 લાખથી વધારીને 5.5 લાખ કરાઈ હતી, તો મેનેજમેન્ટ ક્વોટામાં ફી 9.07 લાખથી વધારીને 17 લાખ કરાઈ હતી, જ્યારે NRI ક્વોટામાં 9.07 લાખથી વધારીને 17 લાખ ફી કરવામાં આવી હતી.
✅મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ આજે મળેલ કેબીનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં GMERS કોલેજની ફી માં ઘટાડો કરાયો છે.
— Rushikesh Patel (@irushikeshpatel) July 16, 2024
✅તદ્ અનુસાર ગવર્નમેન્ટ ક્વોટોમાં ₹. 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં ₹. 12 લાખ ફી રહેશે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી ફી વધારો લાગુ થશે
સરકારી ક્વોટામાં સ્ટેટની 1500 તો ઓલ ઈન્ડિયાની 75 બેઠક છે. તેમજ મેનેજમેન્ટ કોટામાં 210 તો એનઆરઆઈ કોટામાં 315 બેઠકો ભરાશે. આ ફી વધારો શૈક્ષણિક વર્ષ 2024-25 થી લાગુ થશે.
Education Loan Information:
Calculate Education Loan EMI
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)