Board Exam form: ધોરણ 12ના આ ફેકલ્ટીના પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ, જાણો ક્યાં સુધી ભરી શકાશે
Board Exam form:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12ના કોર્મસ અને સામાન્ય પ્રવાહના પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ છે
ગાંધીનગર:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12ના કોર્મસ અને સામાન્ય પ્રવાહના પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરિપત્ર જાહેર કર્યો છે કે, ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ,ના પરીક્ષાના ફોર્મ 21 ડિસમ્બર સુધી ભરી શકાશે. ત્યારબાદ તારીખ 22 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી ત્રણ તબક્કાઓ સુધી લેઇટ ફી સાથે ફોર્મ ભરી શકાશે. ઉપરાંત કોઇ સુધારા વધારા હશે તો 10 જાન્યુઆરી છેલ્લી તારીખ હશે. લેઇટ ફી સાથે રાત્રે 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે.
ગુજરાતી ન ભણાવતી શાળા સામે કોર્ટની લાલ આંખ, સરકારને કહ્યું, ભય વિના પ્રીત નહિ
અમદાવાદ: પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતી ફરજિયાત ભણાવવાની માંગની અરજી મામલે કોર્ટે સરકારને મહત્વની ટકોર કરી છે. ભય વિના પ્રીત નહિ.. જે બોર્ડ ગુજરાતી ભણાવવાનો ઇન્કાર કરે એમની સામે લેવાશે પગલાં. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાની માંગ સાથે થયેલી અરજી પર કોર્ટમાં સુનાવણી થઈ હતી.
કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું કે, ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાનો સરકારનો જ નિર્ણય છે તો તેની અમલવારી કરાવવામાં સરકાર લાચારી ના બતાવે. જે શિક્ષણ બોર્ડ ગુજરાતમાં કાર્યરત રહેવા માંગતા હોય તેમણે સરકારની નીતિનું ચુસ્તપણે પાલન કરવું પડશે તેવી વાત પણ હાઇકોર્ટે કરી હતી. ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડને પણ રાજ્ય સરકારની નીતિ લાગુ પડે છે. કોર્ટે સરકારને માર્મિક ટકોર કરતા કહ્યું કે, ભય વિના પ્રીત નહિ.
અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું
જે બોર્ડ ગુજરાતી ભાષા પોતાના અભ્યાસક્રમમાં સામેલ ન કરતા હોય તેમની સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ. રાજ્ય લાચાર હોઈ શકે નહીં પરંતુ તેમ છતાં જો સરકારને અમલવાદી કરાવવામાં લાચારી લાગતી હોય તો કોર્ટ જરૂરી હુકમ કરશે. માતૃભાષાનું ભણતર એ બાળકનો અધિકાર. તો બીજી તરફ સરકારની કોર્ટમાં રજૂઆત.. રાજ્યની તમામ શાળાઓએ પોતે ગુજરાતી ભાષા ભણાવે છે તેવું સર્ટિફિકેટ રજુ કરવાનું રહેશે. સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીઓ પાસેથી માહિતી એકત્રિત કરીને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરાશે તેવી સરકારની રજૂઆત. અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું.
અરજદારની જાણકારી પ્રમાણે 14 એવી શાળાઓ છે જે પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષા ભણાવતી નથી. આ સિવાય અન્ય શાળાઓમાં પણ આવી સ્થિતિ હોવાની રજૂઆત અરજદારની છે. હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી 'માતૃભાષા અભિયાન' સંસ્થાએ કરી છે.
22 ડિસેમ્બરના રોજ આગામી સુનાવણી થશે
સરકારના તારીખ 13.4.2018 ના પરિપત્રનો સાચા અર્થમાં; શબ્દશઃ અને સત્ત્વશીલ અમલ કરાવવામાં આવે એવી માંગ કરી છે. રાજ્યમાં દરેક પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત પણે તબક્કાવાર જુદાં જુદાં ધોરણોમાં ભણાવવામાં આવશે એવો સરકારનો પરિપત્ર છે. આ પરિપત્રની અમલવારી નહિ થઈ રહી હોવાની અરજદારની રજૂઆત છે. 22 ડિસેમ્બરના રોજ આગામી સુનાવણી થશે.
Education Loan Information:
Calculate Education Loan EMI