Cincinnati Open 2025 Prize Money: ચેમ્પિયન અલ્કારાઝ પર થઈ ધનવર્ષા, જાણો રનર-અપને કેટલા મળશે રૂપિયા?
Cincinnati Open 2025 Prize Money: આ પછી અલ્કારાઝને ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યો અને સિનરને રનર-અપ રહીને સંતોષ માનવો પડ્યો હતો

Cincinnati Open 2025 Prize Money: આજે સિનસિનાટી ઓપન 2025 ના મેન્સ સિંગલ્સની ફાઇનલમાં જૈનિક સિનર અને કાર્લોસ અલ્કારાઝ સામસામે હતા, પરંતુ વિશ્વ નંબર 1 સિનરનું નસીબ ખરાબ રહ્યું અને તે પહેલા સેટમાં જ ઘાયલ થયા બાદ રિટાયર્ડ હર્ટ થઈ ગયો. આ પછી અલ્કારાઝને ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યો અને સિનરને રનર-અપ રહીને સંતોષ માનવો પડ્યો હતો. વિજેતા અલ્કારાઝને મોટી રકમ મળી અને સિનરને કરોડો રૂપિયા પણ મળ્યા હતા.
A new trophy to the cabinet 🏆@carlosalcaraz | @atptour pic.twitter.com/QYKyXXITeg
— Cincinnati Open (@CincyTennis) August 18, 2025
છેલ્લી કેટલીક ટુર્નામેન્ટમાં ઇટાલીના જૈનિક સિનર અને સ્પેનના કાર્લોસ અલ્કારાઝ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. તે ચોથી વખત હતું જ્યારે બંને ટાઇટલ માટે એકબીજા સામે આવ્યા હતા. બંને વિમ્બલ્ડન 2025ની ફાઇનલમાં પણ ટકરાયા હતા, જ્યાં સિનરે કાર્લોસને કઠિન મેચમાં હરાવીને ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું. પરંતુ આજે સિનરનું નસીબ ખરાબ રહ્યું, તેને ઈજાને કારણે ફાઇનલમાંથી ખસી જવું પડ્યું.
Feel better soon, Jannik.
— Cincinnati Open (@CincyTennis) August 18, 2025
Congratulations to Carlos, our new champion. pic.twitter.com/FAlgT8YUud
અલ્કારાઝનું પહેલું સિનસિનાટી માસ્ટર્સ ટાઇટલ
આ કાર્લોસ અલ્કારાઝનું પહેલું સિનસિનાટી માસ્ટર્સ ટાઇટલ છે. આ વર્ષે આ તેની છઠ્ઠી ટ્રોફી છે. નોંધનીય છે કે આ બીજી વખત છે જ્યારે અલ્કારાઝ આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો છે, આ પહેલા તે 2023માં પણ ફાઇનલમાં પહોંચ્યો હતો પરંતુ પછી નોવાક જોકોવિચ સામે ફાઈનલ મેચ હારી ગયો હતો.
સિનસિનાટી માસ્ટર્સ વિજેતા પ્રાઇઝ મની
ATP ટૂર અનુસાર, કાર્લોસ અલ્કારાઝને સિનસિનાટી માસ્ટર્સ સિંગલ્સ ટાઇટલ જીતવા બદલ 1,124,380 ડોલર મળ્યા છે. જો ભારતીય ચલણમાં રૂપાંતરિત કરવામાં આવે તો આ રકમ 10 કરોડ રૂપિયાની નજીક છે.
જૈનિક સિનરને પણ કરોડો રૂપિયા મળ્યા
સિનર 8મી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો હતો, તે આ વર્ષે પણ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. ગયા વર્ષના વિજેતા સિનર આ વર્ષે આ ટુર્નામેન્ટમાં એક પણ સેટ ગુમાવ્યો ન હતો. સિનસિનાટી માસ્ટર્સ સિંગલ્સના રનર-અપ સિનરને 597,890 ડોલર મળ્યા, આ રકમ ભારતીય ચલણમાં 5 કરોડ રૂપિયા (લગભગ રૂ. 5 કરોડ, 22 લાખ) થી વધુ છે.
સિનસિનાટી માસ્ટર્સ સિંગલ્સ પ્રાઇઝ મની
વિજેતા: 1,124,380 ડોલર
ઉપવિજેતા: 597,890 ડોલર





















